HomeScience & TechnologyVivo Y11 Launch : વીવોએ 6GB રેમ સાથે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન,...

Vivo Y11 Launch : વીવોએ 6GB રેમ સાથે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Vivo Y11 Launch

  • Vivo એ ખુબ સસ્તા ભાવમાં Vivo Y11 ને લોન્ચ કર્યો છે. કિંમત ઓછી રાખવાની સાથે કંપનીએ શાનદાર ફીચર્સ આપ્યા છે.

Vivo Y11 Launch : સ્માર્ટફોન મેકર કંપની વીવોએ Y સિરીઝનો એક નવો સ્માર્ટફોન (Vivo New Smartphone) લોન્ચ કરી દીધો છે. વીવીઓ યૂઝર્સ માટે Vivo Y11 રજૂ કર્યો છે. કંપનીનો આ એક બજેટ સેગમેન્ટનો સ્માર્ટફોન (Vivo Budget Smartphone)છે.

આ સ્માર્ટફોનને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ એડ કરવામાં આવ્યો છે. જો તમે આ સ્માર્ટફોનને લેવા ઈચ્છો છો તો તે વાત યાદ રાખો કે આ 4જી સ્માર્ટફોન છે. કિંમત ઓછી હોવા છતાં વીવોએ તેમાં શાનદાર ફીચર્સ આપ્યા છે.

Vivo Y11 (2023) ની આ છે કિંમત :

Vivo Y11 સ્માર્ટફોનને કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. જેનું બેસ મોડલ 4GB RAM ની સાથે જ્યારે અપર મોડલ 6 GB RAM ની સાથે આવે છે. જો કિંમતની વાત કરીએ તો 4જીબી વેરિએન્ટ લગભગ 10500 રૂપિયામાં મળશે, જ્યારે 6જીબી વેરિએન્ટ તમે 12 હજારમાં ખરીદી શકો છો.

Vivo Y11 (2023) ના સ્પેસિફિકેશન્સ :

– Vivo Y11 મોડલમાં યૂઝર્સને 6.52 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે.

– રેઝોલ્યૂશન 1,600 x 720 પિક્સલ છે. ડિસ્પ્લે ડ્રોપ નોચ ડિઝાઇનની સાથે આવે છે.

– Vivo Y11 માં યૂઝર્સને  4GB RAM અને 6GB RAM ના બે વેરિએન્ટ મળે છે. તેમાં 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

– યૂઝર્સ સ્માર્ટફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકે છે.

– લો બજેટ સેગમેન્ટના આ ડિવાઇસમાં પણ વીવોએ યૂઝર્સને વર્ચ્યુઅલ રેમનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

– Vivo Y11 માં MediaTek Helio P35 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.

– જો આ ડિવાઇસના કેમેરા ફીચર્સની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રંટમાં સેલ્ફી માટે પાંચ મેગાપિક્સલનો કેમેરો છે.

– Vivo Y11 માં 5000 mAh ની મોટી બેટરી મળે છે. જે 10 વોટના ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ થાય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories