૫૦૦ રૂપિયાની નોટ પર અત્યંત મહત્વની અપડેટ, જો તમારી પાસે પણ હોય તો ખાસ જાણો

Share this story
A very important update
  • Currency Note Latest News : તમારી પાસે પણ જો ૫૦૦ રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે.  સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે.

ભારતમાં નોટબંધી (Demonetisation) થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી નોટબંધી બાદ ઈન્ડિયન કરન્સી (Indian currency) અંગે અનેક સમાચારો સામે આવતા રહે છે. તમારી પાસે પણ જો ૫૦૦ રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે. 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક (Reserve Bank) તરફથી એક મહત્વની જાણકારી આપવામાં આવી છે.

માર્કેટમાં ૨ પ્રકારની છે ૫૦૦ રૂપિયાની નોટ :

માર્કેટમાં ૫૦૦ રૂપિયાની નોટ 2 પ્રકારની જોવા મળે છે અને બંને નોટોમાં ખુબ મામૂલી તફાવત છે. આ બંને નોટોમાંથી એક પ્રકારની નોટ એવી છે જે નકલી ગણવામાં આવી છે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે.

શું કહેવાયું છે વીડિયોમાં :

વીડિયોમાં કહેવાયું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ લેવી જોઈએ નહીં. જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે થઈને પસાર ન થતી હોય અને ગાંધીજીની તસવીરની ખુબ નજીક હોય. આ વીડિયોમાં એવું પણ કહેવાયું કે એક પ્રકારની નોટ નકલી છે. આ વીડિયો વિશે પીઆઈબીએ ફેક્ટ ચેક કરેલું છે. ત્યારબાદ તેની સચ્ચાઈ સામે આવી છે.

બંને પ્રકારની નોટ અસલી :

વીડિયોના ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણ રીતે નકલી છે. બજારમાં ચાલતી બંને પ્રકારની નોટ અસલી છે. તમારી પાસે ૫૦૦ રૂપિયાની કોઈ પણ નોટ હોય તો ગભરાવવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે બંને પ્રકારની નોટ માન્ય છે.

વાયરલ મેસેજની આ રીતે સચ્ચાઈ ચકાસો :

જો તમારી પાસે પણ આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. આ પ્રકારનો ફેક મેસેજ કોઈની પણ સાથે શેર કરો નહીં. આ ઉપરાંત તમે કોઈ પણ ખબર વિશે ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર જવાનું રહેશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે પછી ઈમેઈલ [email protected] ઉપર પણ વીડિયો મોકલી શકો છો.

 આ પણ વાંચો :-