HomeGujaratGujarat Weather : અંબાલાલ કરતા પણ ખતરનાક છે બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા...

Gujarat Weather : અંબાલાલ કરતા પણ ખતરનાક છે બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા નવા નિષ્ણાત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Gujarat Weather 

  • Gujarat Weather Forecast : હાલ ગુજરાતનું વાતાવરણ જે રીતે પલટાતું રહે છે. તેમાં આગાહી કરનારાનુ મહત્વ વધી રહ્યું છે. ત્યારે વધુ એક નિષ્ણાતની આગાહીનો પત્ર વાયરલ થયો છે.

નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) હવામાનની આગાહી માટે પ્રખ્યાત છે. તેઓની હવામાનની દરેક આગાહી આજ દિન સુધી સચોટ સાબિત થઈ છે. અંબાલાલ કાકા (Ambalal kaka) કહે તો એ દિવસ વરસાદ પડે જ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ સચોટ આગાહી કરીને ફેમસ થઈ ગયા છે.

પરંતું હાલ એક નવી આગાહીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં આખા વર્ષની આગાહી કરવામાં આવી છે. બાબુભાઈ વિરજીભાઈના નામનો આ પત્ર છે. જેમાં માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી ગુજરાતમાં હવામાનની આગાહી કરવામાં આવી છે.

2023 ના વર્ષની શરૂઆતથી જ ગુજરાતનું વાતાવરણ એકધારું રહ્યું નથી. ઠંડી અને ગરમી વચ્ચે માવઠું ટપકા ભરે છે. ગમે ત્યારે વરસાદ તટી પડે છે. ત્યારે બાબુભાઈ વિરજીભાઈના નામે જે પત્ર વાયરલ થયો છે તેમાં માર્ચથી ડિસેમ્બર મહિના સુધીની આગાહી કરવામાં આવી છે.

પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ આ વર્ષના મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરવામા આવી છે. તો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટીની આગાહી કરવામા આવી છે. તો સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

પત્રમાં લખાયું છે કે 2023 નો વરસાદ કેવો આવશે તે આવતું ચોમાસું બહુ ભારે થશે અને વાવાઝોડા બે થી ત્રણ થશે. અતિવૃષ્ટી થશે ભયંકરથી ભારે વરસાદ થશે. શરૂઆતમાં તોફાની વરસાદ તારીખ 7 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધીમાં વાવાઝોડું થશે. તારીખ 1 ઓક્ટોબરથી તારીખ 3 ઓક્ટોબર કુદરતી વરસાદનો નજારો ગાજવીજ સાથે કરાના વરસાદ થશે. 2023 નુ વર્ષ તોફાની રહેશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img