સાહિત્ય પ્રેમી અને કવિ હૃદય પો.કમિ. તોમરનું વૈદ્યનું નવું રૂપ જોવા મળ્યું !

Share this story
  • એલોપથી અને ઔષધીય સારવારની છણાવટ કરવા સાથે ઇ.સ.૩૦૦ અને ૬૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય ચરક અને વૈદ્ય સુશ્રૃતે કરેલી ઔષધીય શોધો અને ઇલાજ અંગે વાત કરી લોકોને દંગ કરી દીધા.
  • ઉપસ્થિત વનવાસીઓના ‘સુડોળ’ શરીર તરફ ઇશારો કરીને શહેરોમાં વસતા લોકોના વધતા જતા પેટ (ફાંદ)ની પણ વાત કરીને લોકોને હસાવવા સાથે ‘ફીટ’ રહેવા સુચન કર્યા હતા.
  • સમારંભના અંતે પો.કમિ. તોમર બંદોબસ્તમાં ઉભેલા પોલીસ જવાનોને પણ મળ્યા અને વધતા પેટ તરફ ઈશારો કરી આરોગ્યલક્ષી સલાહ-સુચનો કર્યા

આજે વધુ એક વખત સુરતના (Surat) પો.કમિ. અજયકુમાર તોમરના (Po. Comm. Ajay Kumar Tomar) નવા રૂપના દર્શન થયા હતા.આજે તેઓનું એક પરંપરાગત નિષ્ણાંત વૈદ્ય તરીકેનું રૂપ પણ જોવા મળ્યું હતું. અજયકુમાર તોમર સાહિત્યમાં જબરદસ્ત રૂચિ અને જાણકારી ધરાવે છે અને કવિ હૃદય પણ છે. આર્યુવેદ અને જંગલોમા થતી જડીબુટ્ટીઓથી (Herb) પણ પરિચિત હશે એવું જાણમા નહોતુ. પરંતુ આજે એ રૂપ પણ જોવા મળ્યું.

સુરતમાં આદિવાસી પરંપરાગત વૈદુભગતના ઔષધીય વનસ્પતિ (Medicinal plants) પ્રદર્શન અને ઉપચાર મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વૈદુભગત જડીબુટ્ટીઓની સારવાર પધ્ધતિથી કેન્સર જેવી ભયાનક બિમારીની સારવાર કરવા માટે જાણિતા છે અને હઠીલા રોગોને નિર્મૂળ કરવાનો પણ દાવો કરે છે. આ વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળાનું પો.કમિ. અજયકુમાર તોમર સહિત અન્ય મહાનુભાવોએ ઉદ્દઘાટન કર્યુ હતું.

પો.કમિ. અજયકુમાર તોમરના પ્રવચનનો એક એક શબ્દ ઉપસ્થિત લોકોના દિલોદિમાગમાં અસર કરી ગયો હતો. એલોપથી અને જંગલની વનસ્પતિમાંથી મળતી જડીબુટ્ટીઓ (ઔષધીય) અંગે પો.કમિ. તોમરે જબરદસ્ત વિવરણ કર્યુ હતુ અને ભારત સહિત વિશ્વના ક્યાં દેશોનો જંગલમાં કઇ જડીબુટ્ટી ઉપલબ્ધ છે તેની તેઓએ જાણકારી આપી હતી.

તેમણે બ્લડના વિવિધ ગ્રુપની શોધ ક્યારે અને કોણે કરી અને શરીર રચનાની કેટલીક વાતો કરીને લોકોને ચોંકાવી દીધા હતા. સાથે તેમણે વૈદુભગતો અને તેમનું નેતૃત્વ કરતી સમાજસેવી સંસ્થાઓને ઔષધીય ઉપચારનું આધુનિક સમયને અનુરૂપ કાયદેસરતા અનુસરીને પેકીંગ અને માર્કેટીંગ કરવા અનુરોધ કર્યો હતો.

WhatsApp Image 2023-04-02 at 11.38.36 PM (4)

તેમણે કહ્યું હતુ કે આજે પેકીંગમાં વેચાતી વસ્તુ અને બ્રાન્ડ ઉપર લોકો વધારે ભરોસો કરે છે. એલોપથી દવાઓની આડઅસરો થાય છે. એવું કહી શકાય નહીં પરંતુ જડીબુટ્ટી એક પ્રકારની વનસ્પતિ છે અને ઔષધીય સારવાર પધ્ધતિથી શારિરીક નુકસાન થવાની શક્યતા નથી.

એલોપથીની શોધ પૂર્વે આપણા પૂર્વજો અને રાજઘરાનાનાં લોકો પણ વાનસ્પતિક ઔષધીય સારવાર પધ્ધતિ ઉપર જ વિશ્વાસ રાખતા હતા અને એટલે જ આપણે ત્યાં રાજવૈદ્યની પણ પરંપરા હતી. પરંતુ જ્યારથી એલોપથીની શોધ થઇ છે

ત્યારથી આપણો ક્રમશઃ વાનસ્પતિ, ઔષધીય સારવાર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો. પરંતુ હવે લાંબાગાળે લોકોને સમજાઇ રહ્યું છે કે વાનસ્પતિથી થતી ઔષધીય સારવાર પધ્ધતિ ખરેખર ઉત્તમ છે અને એટલે જ ફરી લોકો આર્યુવેદ તરફ પાછા ફરી રહ્યા છે.

પો.કમિ. તોમરે ભારતની અને વિશ્વના કેટલાક દેશોની પર્વતમાળાની આખી યાદી બોલી ગયા હતા. આ પર્વતમાળાઓમા પેદા થતી વનસ્પતિ, અને જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરવા સાથે કઇ બિમારીમાં એની ઉપયોગીતા અંગે રસપ્રદ વાતો કરીને લોકોને જકડી રાખ્યા હતા.

શ્રી તોમરે ભારતીય આર્યુવેદ સારવાર પધ્ધતિ અંગે છણાવટ કરતા કહ્યું હતું કે ઇ.સ.૩૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય ચરક અને લગભગ ઇ.સ.૬૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય સુશ્રૃતે વનસ્પતિ અને ઔષધીય સારવાર પધ્ધતિની શોધ કરી હતી અને વૈધ સુશ્રૃતે ઓપરેશન પણ કર્યા હતા.

તેમણે સમગ્ર વકતવ્ય દરમિયાન ઉપસ્થિત લોકોનુ નિરીક્ષણ કર્યુ હતું અને ટકોર કરી હતી કે અહિંયા ઉપસ્થિત એક પણ વનવાસીમાં ‘ફાંદ’ (મોટું પેટ) જોવા મળતી નથી. સાથે તેમણે શહેરોમાં વસતા લોકોના વધી રહેલા પેટ તરફ પણ ઇશારો કરીને પરંપરાગત ઔષધીય વનસ્પતિ અને વૈદુભગતની ઉપચાર પધ્ધતિ તરફ ઇશારો કર્યો હતો અને કાર્યક્રમમાંથી વિદાય લેતી વખતે બંદોબસ્તમા ઉભેલા પોલીસ જવાનોને પણ વ્યક્તિગત મળ્યા હતા અને વધી ગયેલા પેટ (ફાંદ) તરફ ઇશારો કરીને ‘ફીટ’ રહેવા હળવી મીઠાશભરી ટકોર કરી હતી.

આ પણ વાંચો :-