ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન

Share this story

A fine of 51 thousand

  • Panelty On Beard : ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ. આંજણા સમાજના યુવાનોને દાઢી ન રાખવા ફરમાન. દાઢી રાખનાર યુવાનને કરવામાં આવશે 51 હજારનો દંડ.

દાઢી (Beard) પર દંડ વસૂલાય તેવુ ક્યારેય સાંભળ્યુ છે તમે? આવો વિચિત્ર નિયમ (Rules) ગુજરાતના એક સમાજ દ્વારા લાગુ કરાયો છે. ગુજરાતના આંજણા સમાજના (Anjana Samaj) યુવાનોને દાઢી ન રાખવા ફરમાન કરાયું છે. સમાજનો જે પણ યુવક દાઢી રાખશે તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા આ વિચિત્ર નિર્ણય માટે તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠાના આંજણા ચૌધરી સમાજમાં યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન કરાયું છે. ધાનેરામાં 54 ગામની સુધારણા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડની જાહેરાત કરાઈ છે. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે આ બેઠક યોજાઈ હતી.

હિન્દુ ધર્મમાં દાઢી રાખવીએ સંત મહાત્માનું કામ છે. પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી. ધાનેરાની ત્રીસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે.

સમાજ દ્વારા બીજા કયા નિર્ણયો લેવાયા :

  • તો મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી નહિતર એક લાખનું દંડ કરવાની કરાઈ જોગવાઈ કરાઈ છે
  • ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવા કરાઈ અપીલ
  • લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો
  • જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ
  • લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા
  • લગ્નમાં પત્રિકા સાદી છપાવવી

આમ દાઢીના વિચિત્ર નિયમો હાલ ગુજરાતમાં ચર્ચામાં આવ્યા છે. ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે યોજાયેલી સભામાં આ નિર્ણય લેવાયો છે. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક કરાઈ હતી.

આ પણ વાંચો :-