એક રિક્ષામાં સવાર હતા 27 લોકો, જોઈને હેરાન રહી ગઈ પોલીસ, જુઓ સંપૂર્ણ વીડિયો

Share this story

27 people were riding in a rickshaw

  • ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને (Auto rickshaw) જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ. ઓટો રિક્ષામાં ચાલક સિવાય 27 લોકો સવાર હતા. પોલીસે જ્યારે એક એક કરીને ગણતરી કરીને બધા લોકોને ઉતાર્યા તો આ સંખ્યા 27 થઈ. રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશના ફતેહપુર (Fatehpur) જિલ્લાની બિન્દકી પોલીસ સ્ટેશન (Bindaki Police Station) વિસ્તારમાં કેટલાક લોકો એક ઓટો રિક્ષામાં સવાર હતા.

બિન્દકી વિસ્તારની લાલોલી ચોકડી પર પોલીસે જોયું કે, ઓટો રિક્ષા ડ્રાઈવર ખૂબ જ ઝડપથી રિક્ષા ચલાવી રહ્યો હતો. પોલીસે દોડીને રિક્ષાને રોકી લીધી. ત્યારબાદ પોલીસે એક એક કરીને બાળકો અને મોટા લોકોને બહાર કાઢ્યા. પોલીસે ગણતરી કરી તો 27 લોકો ઓટો રિક્ષામાંથી નીકળ્યા. પોલીસે આ બાબતે કાર્યવાહી કરતા ઓટો રિક્ષા સીઝ કરી દીધી છે. જ્યારે પોલીસ ઓટો રિક્ષામાંથી લોકોને ઉતારી રહી હતી, એ દરમિયાન કોઈને આ બાબતનો વીડિયો ઉતારી લીધો.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે એક ઓટો રિક્ષામાં 27 લોકોને કઈ રીતે બેસાડ્યા હશે? આ વીડિયો જોયા બાદ મોટા ભાગના લોકો એમ જ કહી રહ્યા છે કે તેનાથી ન માત્ર ગાડી ચલાવનારનો, પરંતુ તેમાં બેઠા બધા લોકોના જીવ જોખમમાં છે અને રોડ એક્સિડેન્ટ માટે એવી જ ભૂલો જવાબદાર હોય છે. આ હેરાન કરી દેનારો વીડિયોને ટ્વીટર પર આનંદ કાલરા નામના એક યુઝરે શેર કર્યો છે. જેને અત્યાર સુધી હજારો લાઇક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે.

એ સિવાય ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે વીડિયો પર મજા લેતા કહ્યું કે, આ ઓટોને જિલ્લો જાહેર કરી દેવો જોઈએ. તો અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ડ્રાઈવર પાસે મેનેજમેન્ટ શીખવા યોગ્ય છે, નોટ-મંજુરીથી વધારે લોકોને બેસાડવું નિયમ વિરુદ્ધ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આ ટેમ્પોવાળાને જેટલી યાતનાઓ આપવામાં આવે ઓછી છે કેમ કે, એક સાથે જ આટલા લોકોને મારવાનું કાવતરું રચ્યું. એક અન્ય યુઝરે લખ્યું કે, આપણે ભારતીય એડજસ્ટિંગ હોઈએ છીએ.

આ પણ વાંચો –