અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ધસમસતા પ્રવાહને કારણે કરાયો બંધ, જુઓ તસવીરો

Share this story

Ahmedabad-Mumbai National Highway

  •  આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની અવિરત બેટિંગ ચાલી રહી છે. ત્યારે નેશનવ હાઇવે નંબર 48 (Mumbai national highway 48) વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ આ રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ અટવાયા છે. દક્ષિણ ગુજરાતનાં (South Gujarat Rain) સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં નદી-નાળા છલકાયા છે. સુરતની પૂર્ણા નદી (Purna river flood)ના પાણી મહુવા શહેરમાં (Mahua City) ઘૂસી ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીના પાણી શહેરમાં દાખલ થયા છે.

નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

 નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

નવસારીના નીચાણવાળા વિસ્તારના જૂનાથાણાનો નવો મહોલ્લો પાણીમાં ગરક થયો છે. પાલિકા તેમજ વહીવટી તંત્રએ તમામ લોકોને રાત્રિ દરમિયાન સલામ સ્થળે ખસેડ્યા છે. ચોથી વખત પૂર્ણાં નદીમાં પૂર આવતા અસરગ્રસ્તો ત્રાહિમામ થઈ ગયા છે.

શહેરમાં આવેલા રામજી મંદિરમાં 10 હજારથી વધુ લોકો માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુરુવારે વહેલી સવારથી જ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેકેટ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

 <br />વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.<br />બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

આ પણ વાંચો –