Killed the tenant
- આઝાદનગર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવક ઘણા વર્ષોથી નિઝામ ખાનના ઘરમાં રહેતો હતો. આ દરમિયાન મકાન માલિકના ઘરે 50 હજાર રૂપિયાની ચોરી થઈ હતી.
આપણે જાણીએ છીએ કે મકાન માલિક (Landlord) અને ભાડુઆતને એકબીજા સાથે અવારનવાર ઝઘડા (Landlord -Tenant quarrel) થતાં હોય છે. તેમજ આ બાબત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક મકાન માલિકે તેના ભાડુઆતને નિર્દયી રીતે માર માર્યાની ઘટના સામે આવી છે. 50 હજાર રૂપિયા ચોરી કર્યાની શંકામાં મકાન માલિકે પોતાના મિત્રો સાથે મળીને ભાડુઆતને બંધક બનાવીને માર માર્યો હતો. એટલું જ નહીં ચારેય આરોપીઓએ ભાડુઆતના પ્રાઇવેટ પાર્ટમાં (Private Part) પેટ્રોલ રેડી દીધું હતું. જે બાદ ભાડુઆતને નજીકની ખાનગી હોસ્પિટલમાં (Private hospital) સારવાર અર્થે ખસેડાયો હતો. તો બીજી તરફ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસે ગંભીર કલમો અંતર્ગત ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ રેડી દીધું :
જણાવી દઈએ કે, આ ઘટના તેજાજી નગર થાના વિસ્તારમાં બની છે. આઝાદનગર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવક ઘણા વર્ષોથી નિઝામ ખાનના ઘરમાં રહેતો હતો. આ દરમિયાન મકાન માલિકના ઘરે 50 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. નિઝામને સૌથી પહેલા ભાડુઆત પર શંકા થતાં, તે તેના ભાડુઆતને પતાવીને પોતાના સાલા સદ્દામના ઘરે લઇ ગયો હતો. જ્યાં પીડિતને બંધક બનાવીને મકાન માલિકે તેના અન્ય સાથીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. આરોપ છે કે ત્યાં ભાડુઆતના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ રેડી દીધુ હતું.
જે બાદ પીડિતે તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે ગંભીર કલમો નોંધીને કેસ દાખલ કર્યો હતો અને ચાર આરોપી નિઝામ ખાન, સદ્દામ, સલમાન અને આદિલને પોલીસે પકડી લીધા હતા. જે બાદ હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ ઉપ-પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, તે પહેલાં જ પોલીસે આરોપીઓને પકડી લીધા હતા.
ચાર આરોપીની ધરપકડ :
આ મામલે ઈન્દોરના એસીપી મોતીઉર રહમાને જણાવ્યું કે, મારપીટનો કેસ દાખલ કરીને ચાર આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઈંદોરના પોલીસ કમિશ્નર હરિનારાયણ ચારી મિશ્રાએ જણાવ્યું કે, અમને ફરિયાદી તરફથી ફરિયાદ મળી હતી. આ કેસને અમે ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો –
- અમદાવાદમાં આજે શાળાઓ બંધ રહેશે કે ચાલુ ? DEOએ લીધો મોટો નિર્ણય
- ગુજરાતના કયા IAS અધિકારીની મોડી રાત્રે CBIની ટીમે ધરપકડ કરી, જાણો વિગતે