દેશમાં ચોથી લહેરની આહટ ! એક દિવસમાં આવ્યા આટલા કેસ; અહીં ફરીથી સ્કૂલો બંધ

Share this story

The sound of the fourth wave

  • દેશમાં કોરોના વાયરસના કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. કોવિડના વધતા કેસને જોતા એક રાજ્યમાં તો સ્કૂલોમાં રજાઓ આપી દેવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસની (Corona virus) રફતાર સતત તેજ થઈ રહી છે. કોવિડ 19 ના નવા કેસમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 20,139 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 38 લોકોના મોત પણ થયા છે. આ સાથે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,36,076 થઈ ગઈ છે.

એક દિવસમાં 20 હજારને પાર કોરોના કેસ :

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોવિડ 19 ના 20,139 નવા કેસ સામે આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 4,36,89,989 થઈ છે. ત્યારે મૃતકોની સંખ્યા 5,25,557 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી 16,482 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા વધીને 4,30,28,356 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં આવ્યા 2575 નવા કેસ :

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમિત 2575 વધુ દર્દીઓ મળી આવ્યા તથા 10 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,10,223 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખઅયા 1,48,001 થઈ ગઈ છે.

દિલ્હીમાં આ છે કોરોના સ્થિતિ :

ત્યારે રાજધાની દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 490 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ત્રણ દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. સંક્રમણ દર 3.16 ટકા નોંદાયો છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસ વધીને 19,41,905 થઈ ગયા. ત્યારે મૃતકોની સંખ્યા 26,288 થઈ ગઈ છે.

મણિપુરમાં બંધ કરી સ્કૂલો :

કોરોનાના વધતા કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. મણિપુર સરકારે રાજ્યમાં તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી આગામી સપ્તાહ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સત્તાવાર આદેશ મંગળવારના જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –