Will schools be closed
- અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો.
અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન (Megharaja Meherban) થાય બાદ અનેક મુશ્કેલી સર્જાઇ છે. આ તરફ હવે અમદાવાદની શાળાઓ ચાલુ રહેશે કે બંધ ? તેને લઈ DEOએ મોટો નિર્ણય લીધો છે. DEO દ્વારા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. DEOએ દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન કર્યું છે. જેને લઈ હવે જે વિસ્તારોમાં વધુ વરસાદ હશે ત્યાં શાળાના આચાર્ય શાળા બંધ રાખી શકે છે.
શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો :
અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો છે. DEOએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. ફરી શરૂ થયેલા વરસાદને કારણે DEOએ શાળાઓને સુચના આપી હતી. આ સાથે દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન આપ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ :
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.
આ પણ વાંચો –
- ગુજરાતના કયા IAS અધિકારીની મોડી રાત્રે CBIની ટીમે ધરપકડ કરી, જાણો વિગતે
- ૧૪ જુલાઈ ૨૦૨૨ ગુરુવાર : આ રાશિના જાતકોને આજે મળી શકે છે આવકના નવા માર્ગ