વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા વિધિ શરૂ

Share this story

રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગીએ તેમનું સ્વાગત કર્યું. હવે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ૧૨:૩૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારાઈ છે.

PM મોદીએ હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો છે. થોડીવારમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી રામ મંદિરનો અદભૂત નજારો જોવા મળ્યો છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક હસ્તીઓ મંદિર ખાતે પહોંચી ગઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંત સમાજ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે. વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના શરૂ કરી છે.

આ પણ વાંચો :-