રામલલ્લાની આરતી સમયે હેલિકોપ્ટર પુષ્પવર્ષા, દરેક મહેમાનના હાથમાં છે ઘંટડી

Share this story

રામનગરી અયોધ્યા નવવધૂની જેમ સજ્જ છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી ઠીક પહેલાં અયોધ્યામાં હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યાં છે. એ દરમ્યાન બધા વિશેષ અતિથિઓએ તાળી વગાડીને એનું અભિવાદન કર્યું હતું. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું શુભ મુહૂર્ત શરૂ થઈ ગયું છે. થોડી વારમાં જ આ કાર્યક્રમ શરૂ થઈ જશે. રામ મંદિરની સજાવટમાં કોઈ કસર નથી છોડવામાં આવી. અનેક પ્રકારનાં ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું છે. મશહૂર હસ્તીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા છે. PM મોદીના હસ્તે થશે ૮૪ સેકન્ડના શુભમુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ શુભ મુહૂર્ત ૧૨ વાગ્યાને ૨૯ મિનિટ ૮ સેકન્ડથી ૧૨ વાગ્યાને ૩૦ મિનિટ ૩૨ સેકન્ડ સુધી છે.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. આ સાથે અહીં હાજર બધા મહેમાનોના હાથમાં ઘંટડી આપવામાં આવશે અને આરતી સમયે આખું અયોધ્યા ઘંટનાદથી ગૂંજી ઉઠશે.

ભારતીય અધ્યાત્મવાદની તમામ શાળાઓના આચાર્યો, ધર્મો, સંપ્રદાયો, પૂજાની પદ્ધતિઓ, પરંપરાઓ, ૧૫૦ થી વધુ પરંપરાઓના સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમહંત, મહંત, નાગા, તેમજ ૫૦ થી વધુ આદિવાસી, ગિરિવાસી, તતવાસી, દ્વિપવાસી આદિવાસી પરંપરાઓ. સમારોહના સાક્ષી બનવા માટે ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં હાજર થઈ ગયા છે. પર્વતો, જંગલો, દરિયાકાંઠાના પટ્ટાઓ, ટાપુઓ વગેરેના લોકો દ્વારા આદિવાસી પરંપરાઓની હાજરી તાજેતરના ઇતિહાસમાં ઓછી જોવા મળે છે. સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયત્ન આ સમારોહમાં થયો છે.

આ પણ વાંચો :-