અમેરિકાથી લઈને બ્રિટન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં જશ્નનો માહોલ

Share this story

રામલલાના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિય, મોરેશિયસ અને નેપાળ સહિત વિશ્વભરના લાખો રામ ભક્તો અયોધ્યામાં રામલલાના બિરાજમાન થવાનો જશ્ન માનવી રહ્યા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અમેરિકામાં કેલિફોર્નિંયામાં ૧૧૦૦થી વધુ લોકોએ રામમંદિરના તસવીરવાળા ભગવા ધ્વજ લગાવીને વિશાળ કાર રેલી કાઢી હતી.

આ રેલીનું આયોજન બી એરિયાના ૬ સ્વયંસેવક હિન્દુઓએ કર્યું હતું. રેલી સનીવેલથી વાર્મ સ્પ્રિંગ બીઆરટી સ્ટેશન, ગોલ્ડન ગેટ સુધી કાઢવામાં આવી હતી. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહનું અમેરિકામાં લગભગ ૩૦૦ સ્થળો પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ન્યુ યોર્કનું આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર પણ સામેલ છે. તો પેરિસના એફિલ ટાવર ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને નેપાળમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રાણ પ્રતિષ્ઠામાં ૧૨૧ આચાર્યો હશે જેઓ માર્ગદર્શન આપશે અને મહોત્સવની તમામ વિધિઓનું સંચાલન કરશે. વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમેરિકામાં શનિવારે સાંજે એક ભવ્ય ‘ટેસ્લા કાર લાઇટ શૉ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ રામ રથ સાથે કાઢવામાં આવેલી આ રેલીએ લગભગ ૧૦૦ માઈલનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન પોલીસની બે ગાડીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-