Home Blog Page 989

Aadhar Card Franchise : આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવાની શું છે આખી પ્રક્રિયા ? જાણો કેટલી થાય છે કમાણી ?

0
  • Aadhar Card Franchise : આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. શાળામાં પ્રવેશથી લઈને પેન્શન મેળવવા સુધી દરેક વય અને વર્ગના નાગરિકો માટે આધાર ફરજિયાત છે.

આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, શાળામાં પ્રવેશથી લઈને પેન્શન મેળવવા સુધી દરેક વય અને વર્ગના નાગરિકો માટે આધાર ફરજિયાત છે. નાના-મોટા તમામ કામો માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જો તમે આધાર કાર્ડ બનાવવા માંગો છો અથવા વર્તમાન કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગો છો. તો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે.

ક્યારેક આ માટે કેન્દ્રમાં લાંબો સમય રાહ જોવી પડે છે. નાગરિકોને આધાર સંબંધિત સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી આપવામાં આવે છે. તેથી જો તમારી પાસે પણ આ લાયકાત છે અને તમે આ પ્રક્રિયા પૂર્ણ કરો છો તો તમે પણ આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી લઈને સેન્ટર ખોલી શકો છો.

આધાર કાર્ડ સેન્ટર ખોલવા માટે સરકાર એક રૂપિયો પણ વસૂલતી નથી. પરંતુ આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી માટે તમારે જરૂરી વસ્તુઓ લેવી પડશે જેમાં ઘણા બધા સાધનોનો સમાવેશ થાય છે. તેની કિંમત ૧ લાખ રૂપિયા સુધીની છે.

આ માટે આ મશીનોની જરૂર છે :

કમ્પ્યુટર અથવા લેપટોપ :

આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી ખોલવા માટે ઓછામાં ઓછા બે કમ્પ્યુટર અથવા લેપટોપ હોવું ફરજિયાત છે.

આઈ સ્કેનર મશીન :

બાયોમેટ્રિક વેરિફિકેશન માટે આઈ સ્કેનર મશીન હોવું સૌથી જરૂરી છે તો જ આધાર કાર્ડનું બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરી શકાશે.

પ્રિન્ટર :

તમામ જરૂરી દસ્તાવેજો પ્રિન્ટ કરવા માટે આધાર કાર્ડ સેન્ટર પર પ્રિન્ટર હોવું જરૂરી છે.

વેબ કેમેરો :

આધાર કાર્ડ બનાવવા માટે કેન્દ્રમાં જ ફોટો ક્લિક કરવામાં આવે છે આ માટે આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી પાસે વેબકેમ હોવો પણ જરૂરી છે.

ઈન્ટરનેટ કનેક્શન :

ઈન્ટરનેટ વિના તમે આ કામ ચલાવી શકતા નથી. એટલા માટે તમારે એવી જગ્યા પસંદ કરવી પડશે જ્યાં ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ હોય.

આધાર સેન્ટરમાંથી કમાણી :

નાના શહેરો, નગરો અને ગામડાઓમાં આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝીથી ઘણી કમાણી શક્ય છે કારણ કે માહિતીના અભાવને કારણે લોકો પોતાની જાતે કોઈ પણ કામ ઓનલાઈન કરી શકતા નથી અને સંબંધિત દરેક નાના-મોટા કામ માટે આધાર કાર્ડ સેન્ટર પર આધાર રાખે છે. આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી દ્વારા કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ હજારનો નફો કમાઈ શકે છે. જેમ જેમ કામ વધે છે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે છે તેવી જ રીતે કમાણી પણ વધે છે.

આ પણ વાંચો :-

BRTSના ડ્રાઈવરને ચક્કર આવતા ૨૦ મુસાફરો સાથે બસ ડિવાઈડર પર ચડી ગઈ

0
  • સુરતમાં એક પછી એક બીઆરટીએસ બસના અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. BRTSના ડ્રાઈવરને ચક્કર આવતા ૨૦ મુસાફરો સાથે બસ ડિવાઈડર પર ચડી ગઈ.

સુરતમાં એક પછી એક બીઆરટીએસ બસના અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ નજીક ડિવાઈડર પર બસ ચડાવી દેવામાં આવી હતી. બસના ચાલકને ચક્કર આવતાં બસ બેકાબૂ બનીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા પહોંચી નહોતી. ૨૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો.

અમરોલીમાં પાલિકાની ઈલેક્ટ્રિક બસે અકસ્માત સર્જ્યો હતો. બીઆરટીએસ બસના ચાલકે ચક્કર આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ વોકિંગ ટ્રેક પર ચઢાવી ડિવાઈડર સાથે ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર અંદાજે ૨૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો.

સુરતમાં પાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસના ચાલકો બેફામ બન્યા હોય તે રીતે અકસ્માત સર્જાયો હતો. અવારનવાર બનતી અકસ્માતની ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે જ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે લોકોએ માગ કરી હતી.

આ પણ વાંચો :-

કોંગ્રેસના મહિલા ધારાસભ્ય પર જીવલેણ હુમલો, નશામાં ઘુત આરોપીએ સ્ટેજ પર આવીને છરી મારી

0
  • છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય છન્ની સાહુ પર યુવકે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલો રાજનાંદગાંવ જિલ્લામાં થયો હતો.

છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય છન્ની સાહુ પર યુવકે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલો રાજનાંદગાંવ જિલ્લામાં થયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ ખિલેશ્વર તરીકે થઈ છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે સાંજે ડોંગરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોધરા ગામમાં બની હતી. જ્યારે ખુજ્જીના ધારાસભ્ય ચન્ની ચંદુ સાહુ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આરોપીએ ધારાસભ્ય ચન્ની પર છરી વડે હુમલો કર્યો હતો.

જેના કારણે તેમને ઈજા થઈ હતી. આ હુમલા પાછળનું કારણ શું છે. આ વાતનો ખુલાસો થયો નથી. પોલીસે આરોપીને ડોગર ગામ પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. શાસક પક્ષના ધારાસભ્ય પરના આ હુમલાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

તે જ સમયે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, પ્રારંભિક માહિતી અનુસાર, ધારાસભ્ય સાહુ જ્યારે મંચ પર હતા ત્યારે નશામાં ધૂત વ્યક્તિએ તેમના પર છરી વડે હુમલો કર્યો. પોલીસ અધિકારી મુજબ, સાહુને તેના કાંડા પર સામાન્ય ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

દરમિયાન, વિપક્ષ ભાજપે આ ઘટનાની નિંદા કરી છે અને આરોપ લગાવ્યો છે કે છત્તીસગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ છે. ભાજપે કહ્યું કે જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્ય જ સુરક્ષિત નથી તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું થશે? આ ભૂપેશ બઘેલ સરકારની નિષ્ફળતા છે.

જણાવી દઈએ કે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢની ખુજ્જી સીટ પર કોંગ્રેસના ચન્ની ચંદુ સાહુએ ભાજપના હિરેન્દ્ર કુમાર સાહુને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ચન્નીને ૭૧,૭૩૩ વોટ અને હિરેન્દ્ર કુમાર સાહુને ૪૪,૨૩૬ વોટ મળ્યા હતા.

આ પણ વાંચો :-

 

૨૧ ઓગષ્ટ ૨૦૨૩ : આજે નાગપંચમીએ ચંદ્ર બદલશે પોતાની રાશિ, જાણો કયા કયા યોગ બનશે ?

  • ૨૧ ઓગસ્ટ, સોમવારના રોજ ચિત્રા નક્ષત્ર દિવસભર રહેશે, જેના કારણે મુગદરનો અશુભ યોગ દિવસભર રહેશે. આ સિવાય આ દિવસે શુભ અને શુક્લ નામના અન્ય ૨ યોગ પણ બનશે. રાહુકાલ સવારે ૦૭:૦૪ થી ૦૯:૧૯ સુધી રહેશે.

હિંદુ ધર્મમાં સાપને દેવતા તરીકે પૂજવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ શુક્લ પંચમીના દિવસે નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ ૨૧ ઓગસ્ટ, સોમવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી સાપના ભયથી મુક્તિ મળે છે. આ દિવસે મુખ્ય સાપ મંદિરોમાં ભક્તોની ભીડ હોય છે. આગળના પંચાંગથી જાણો આજે કયો શુભ યોગ બનશે, કયો ગ્રહ કઈ રાશિમાં રહેશે અને રાહુ કાલ અને અભિજીત મુહૂર્તનો સમય…

૨૧ ઓગસ્ટનું પંચાંગ :

૨૧ ઓગસ્ટ, ૨૦૨૩ સોમવારના રોજ શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ આખો દિવસ રહેશે. આ દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. સોમવારે ચિત્રા નક્ષત્ર આખો દિવસ રહેશે જેના કારણે મુગદરનો અશુભ યોગ દિવસભર રહેશે. આ સિવાય આ દિવસે શુભ અને શુક્લ નામના અન્ય ૨ યોગ પણ બનશે. રાહુકાલ સવારે ૦૭:૪૪ થી ૦૯:૧૯ સુધી રહેશે.

આ રીતે રહેશે ગ્રહોની સ્થિતિ…

સોમવારે, કન્યા રાશિ છોડયા પછી, ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં કેતુ પહેલેથી જ સ્થિત છે. આ દિવસે મંગળ કન્યામાં, સૂર્ય અને બુધ સિંહ રાશિમાં, શુક્ર કર્કમાં, શનિ કુંભમાં, ગુરુ અને રાહુ મેષમાં રહેશે. સોમવારે પૂર્વ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. જો તમારે મજબૂરીમાં મુસાફરી કરવી પડતી હોય, તો તમારે અરીસામાં તમારો ચહેરો જોયા પછી અથવા કોઈપણ ફૂલ ખાધા પછી ઘરની બહાર નીકળવું જોઈએ.
આ પણ વાંચો :-

IND vs IRE : ડેબ્યૂ ઈનિંગમાં તોફાની બેટિંગ કરી છવાયો રિંકુ સિંહ, ફેન્સે કહ્યું….

0
  • IND vs IRE 2nd T20, Rinku Singh : આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટસમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી.

આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટસમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. આ તેની કારકિર્દીની બીજી મેચ હતી. પરંતુ તે પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ ઈનિંગમાં વિસ્ફોટક બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા.

આયરલેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહે માત્ર ૨૧ બોલમાં ૩૮ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. રિંકુની તોફાની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે ઓવરમાં ૪૨ રન બનાવ્યા હતા. વાસ્તવમાં ૧૮ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર ૧૪૩ રન હતો. રિંકુની આ તોફાની ઈનિંગ્સ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ભારતની પ્રથમ વિકેટ ચોથી ઓવરમાં ૨૯ રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ ૧૧ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. જો કે આ પછી તરત જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો તિલક વર્મા નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત એક રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો :-

 

સુરતના નાગરિકો કાયદાકીય રીતે બન્યા જાગૃત ! બિનકાયદેસર હાથ ઉપાડનારા કોન્સ્ટેબલને ઢીબી નાખ્યો

0
  • શહેરમાં પોલીસના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. સામાન્ય લોકો પર રોફ ઝાડતા રહેતા પોલીસ કર્મચારી પર હવે જનતાનો રોષ ફાટી નિકળ્યો છે.

મેહુલ બોઘરા નામના એક વકીલના કારણે નાગરિકોને પોતાના અધિકારો અંગેની એટલી સમજ આવી ચુકી છે કે, હવે પોલીસના નામે થતી લુખ્ખાગીરીનો નાગરિકો ખુલીને વિરોધ કરી રહ્યા છે. એક સમયે પોલીસનો સામાન્ય કોન્સ્ટેબલ પણ જાણે રાજા હોય તેવા અભિમાનમાં રાંચતો હતો. જો કે હવે નાગરિકોને પણ પોતાના મુળભુત અધિકારો અંગે માહિતગાર થતા કાયદો સાચા અર્થમાં મજબુત બન્યો છે.

સુરતના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે રોફ ઝાડવા માટે પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલને પહેલા નાગરિકોની જાગૃતતા અને ત્યાર બાદ રોષનો સામનો કરવો પડયો હતો. ક્રાઈમબ્રાંચના સાયબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઈ નોકરીએથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેથી સ્થાનિકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. ત્યાર બાદ ઘટના વણસતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

ક્રાઈમબ્રાંચના સાયબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઈ રોરો ફેરીમાં નોકરી કરે છે. જે નોકરી પરથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન ઈચ્છાપોર પોલીસ સ્ટેશન નજીક અકસ્માત થયો હતો. જેથી સ્થાનિકો સાથે શાબ્દિક ટપાટપી બાદ મામલો વણસ્યો હતો. જેથી અકસ્માત કરનાર વ્યક્તિએ પોતાના ભાઈને ઘટના અંગે જાણ કરી હતી. કોન્સ્ટેબલ અને સાથી કર્મચારી સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યો હતો.

ત્યાં પહોંચતાની સાથે જ પોતાની જુની આદત અનુસાર રોફ ઝાડવાનું અને વાંક નહી હોવા છતા અકસ્માત કરનારા વ્યક્તિને પહેલા બોલીને અને ત્યાર બાદ હાથ ઉપાડીને મારવાનું શરૂ કર્યું હતું. જેથી મામલો વણસ્યો અને સ્થાનિકોએ પોલીસ કોન્સ્ટેબલને ઢીબી નાખ્યો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલો શાંત પાડયો હતો. એક કોન્સ્ટેબલને ઈજા વધારે થતા તે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :-

 

 

સની દેઓલના બંગલાની હરાજી નહીં થાય, એવું તે શું બન્યું કે બેંકે નોટિસ પરત લઈ લીધી, જાણો કારણ

  • રવિવારે સની દેઓલના જુહુના બંગલાની હરાજી થવાના સમાચાર સામે આવ્યા હતા. હવે આ અંગે એક નવું અપડેટ આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે.

સની દેઓલના જુહુ બંગલાની હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. તેનું કારણ ટેકનિકલ ખામી આપવામાં આવ્યું છે. રવિવારે સમાચાર આવ્યા હતા કે ગદર ૨ સ્ટાર સની દેઓલના જુહુના બંગલાની હરાજી થવા જઈ રહી છે.

શું હતો મામલો?

બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી માટે જાહેરાત આપી હતી. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે એમને મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ‘સની વિલા‘ નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો અને તેના બદલે બેંકને લગભગ ૫૬ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે આ મિલકતની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.

સની દેઓલના બંગલાની ૨૫ સપ્ટેમ્બરે હરાજી થશે :

કહેવામાં આવી રહ્યું  હતું કે બેંક તરફથી સની દેઓલના બંગલા ‘સની વિલા’ની હરાજી ૨૫ સપ્ટેમ્બરે રાખવામાં આવી હતી અને બેંકે અભિનેતાના બંગલાની હરાજી માટે ૫૧.૪૩ કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત પણ રાખી હતી.

સની દેઓલની ફિલ્મ ગદર ૨ બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી રહી છે. ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી ૧૦મા દિવસે પણ ચાલુ છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સનીની ફિલ્મ તુફાની કલેક્શન કરી રહી છે. ગદર ૨ એ ૧૦ દિવસમાં ૩૭૫ કરોડથી વધુની કમાણી કરી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ ૪૦૦ કરોડની કમાણી કરશે. ૪૦૦ કરોડની કમાણી કરનાર સનીની આ પહેલી ફિલ્મ હશે. તારા સિંહને ૨૨ વર્ષ પછી પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

સુરતની સાત્વી પિતા ડો.મુકુલ ચોક્સી કરતાં સવાઈ પુરવાર થશે.

  • હજુ ગઈકાલ સુધી તો સાત્વી સાવ ઢીંગલી અને પપ્પાની પરી હતી. પરંતુ અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યા પછી ક્યારે મોટી થઈ ગઈ ખબર જ પડી નહીં.
  • સાત્વી અગાઉ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે, પંરતુ નાટકમાં બહેરા-મુંગાનાં પાત્રમાં પરિવાર અને સંતાનનાં ઓપરેશનને લઈ માત્ર હાવભાવ અને ‘ઈશારા ઈશારામાં’ કરેલા અભિનયે લોકોની આંખો ભીની કરી દીધી.
  • સુરતનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ સાત્વીના અભિનયથી આફ્રિન થઈ ગયા અને નાટકની છેલ્લી મિનિટ સુધી બેસી રહ્યાં.
  • સતત બડબડ કરતી અને નટખટ સાત્વીને નાટકનાં પ્રારંભે ડો.પ્રશાંત નાયકે પ્રશ્ન કર્યો હતો કે, તું અઢી કલાક સુધી મોઢું કઈ રીતે બંધ રાખી શકીશ? પરંતુ નાટકનાં અંતે સાત્વીની સરાહના કરવા માટે ડૉ.નાયક પાસે શબ્દો નહોતા.

ઘણી વખત કળા, સ્વભાવ, સાહિત્ય સહિત ઘણું બધું વારસામાં મળતું હોય છે. સુરતની ‘સાત્વી’ પણ એક આવું જ વ્યક્તિત્વ છે. હજુ તો થોડા દિવસ પહેલા આ સાત્વી નાની ઢીંગલી અને  પપ્પાની પરી જેવી લાગતી હતી. ચહેરા ઉપર ખડખડાટ હાસ્ય અને સતત ચપળ અને ખિસકોલી જેવી કોમળ સાત્વી અચાનક દોડીને પપ્પાની પીઠ પાછળ ચીપકી જતી હતી. સુરતનાં જાણિતા મનોચિકિત્સક ડો.મુકુલ ચોક્સીની આ ઢીંગલી સાત્વી ક્યારે મોટી થઈ ગઈ એની ખબર જ પડી નહીં. થોડા દિવસ પહેલા ‘‘ઈશારા ઈશારામા’’ નાટકમાં એક બહેરી મુંગી છોકરીનાં અભિનયમાં જ્યારે લોકોએ સાત્વીને જોઈ ત્યારે લોકો દંગ રહી ગયા હતા. સતત બડબડ કરતી રહેતી સાત્વીએ અઢી કલાકનાં નાટકમાં એક પણ શબ્દ બોલ્યા વગર માત્રને માત્ર ‘ઈશારા’માં ખુશી, વેદના, માતૃત્વ જેવી ધીર-ગંભીર રજુઆત કરીને લોકોને દંગ કરી દીધા હતા. ડો.મુકુલ ચોક્સી પરિવાર સાથે નાતો ધરાવતા લોકોએ ‘સાત્વી’માં સાક્ષાત કલાનાં દર્શન કર્યાં હતાં.

સાત ચોક્સી ફોટો-૧

સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનનાં ઉપક્રમે ‘ઈશારા ઈશારામાં’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટકનું ટાઈટલ વાંચીને નાટક જોવા જવાનું મન થઈ આવે એવો ખાસ ઉત્સાહ જાગ્યો નહોતો. પરંતુ ડોક્ટર્સ આલમ સાથેનો નાતો અને ડો.મુકુલ ચોક્સી પરિવારની દીકરી અભિનય કરવાની હોય એટલે જવું જ પડે. પરંતુ નાટક જોયા બાદ આફ્રીન થઈ જવાયુ. નાટકનાં પ્રથમ અંક બાદ બીજા અંકમાં સાત્વી ચોક્સી જાણે સોળે કળાએ ખિલી ઉઠી હતી. બહેરા મુંગા વ્યક્તિનાં મનમાં, હૃદયમાં પ્રગટ થતી લાગણીઓને ઈશારામાં વ્યક્ત કરવાનું વાત કરવા જેટલું સરળ નથી. પરંતુ સાત્વીએ તેના સાથી કલાકાર જય કાપડિયા, વિનાયક કેતકર, પ્રિત અને ઓજસ રાવલ સાથે અદ્‍ભૂત રજુઆત કરીને લોકોની આંખો ભીની કરી દીધી હતી.

મા પોતે તો મુકબધીર છે અને કુદરત સંતાન પણ મુકબધીર આપે છે અને આ સંતાનને નિષ્ણાંત તબીબો બોલતો સાંભળતો કરવા ‘કોકલીયર ઈમ્પ્લાંટ’ નામનું મશીન બેસાડવાની સલાહ આપે છે ત્યારે મુકબધીર માતાએ બાળક માટે માત્રને માત્ર ચહેરાનાં હાવભાવ અને ઈશારામાં વ્યક્ત કરેલી ચિંતા લાગણીએ પ્રેક્ષકોને રડાવ્યા હતા. માતા ઈચ્છતી નહોતી કે તેના પુત્ર ઉપર સર્જરી કરવામાં આવે. સંજીવકુમાર ઓડિટોરિયમ પ્રેક્ષકો તરીકે ડોક્ટર્સથી ખીચો ખીચ ભરેલું હતું અને સાત્વી આ દરેકનાં માનસપટમાં છવાઈ ગઈ હતી ! સુરતનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ એક પ્રેક્ષક બનીને નાટકનાં અંત સુધી પેક્ષાગારમાં બેસી રહ્યાં હતાં.

સાત ચોક્સી ફોટો

પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ પોતાની લાગણી રોકી શક્યા નહોતા. ‘સાત્વી’નાં અભિનયની છાપ તેમના માનસપટ ઉપર પણ છવાઈ ગઈ હતી.

સાત્વીક-૩

નાટક શરૂ થયાની મિનિટો અને નાટકનાં અંતે પ્રત્યેક વ્યક્તિનાં મોઢામાંથી નાટકનાં તમામ કલાકારો માટે ‘અદ્‍ભુત’ આફ્રીન જેવા શબ્દ નીકળતા હતા. આ અગાઉ સાત્વી ચોક્સી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે. પરંતુ ‘ઈશારા ઈશારામા’ નાટકમાં સાત્વીએ કરેલો અભિનય તેની અત્યાર સુધીની કારકિર્દીનો ‘ધ બેસ્ટ’ પર્ફોમન્સ હશે. ડો.મુકુલ ચોક્સી સુરતનાં જાહેરજીવનમાં એક હાથવગુ વ્યક્તિત્વ છે. બિલકુલ નિરઉપદ્રવી અને કોઈને પણ મદદે દોડી જવાનો સ્વભાવ ધરાવતા ડો.મુકુલ ચોક્સી એક ઘડાયેલુ વ્યક્તિત્વ છે. તેમણે પણ અનેક મોરચે લડાઈઓ લડી છે. અનેક સંકટોમાંથી પસાર થયા છે. નખશીખ સુરતી ડો.મુકુલ ચોક્સી સ્વભાવે પણ અદ્દલ સુરતી છે. જૂના જમાનાનાં સુરતની તેમના મોઢેથી સાંભળવા મળતી વાતો જરૂર કોઈક સંદેશ આપે છે. પોતે વ્યવસાયે ડોક્ટર હોવા છતાં એક સારા સમાજ સેવક પણ છે અને તકલીફમાં મુકાયેલા જાણ્યા, અજાણ્યા લોકોનાં હમદર્દ પણ છે અને આ હમદર્દી દાખવામાં તેમણે ઘણું ઘણું ગુમાવ્યું પણ છે. તેમ છતાં કુદરત અને સંજોગો ડો.મુકુલ ચોક્સીને સાથ આપતા રહ્યાં છે. સાહિત્યક જીવ ગણાતા અને મુશાયરાનાં માણસ મનહરલાલ ચોક્સીનાં એક સાત્વિક પરિવારમાંથી આવતા પુત્ર ડો.મુકુલ ચોક્સીની દિકરી ‘સાત્વી’ ખરેખર ‘સાત્વિક’ છે. કોઈ નવલકથાનાં પાત્ર જેવી સાત્વી એક દિવસ ચોક્કસ પિતા ડૉ.મુકુલ ચોક્સીનું નામ ઉજ્જવળ કરશે.

સાત્વીક

અને છેલ્લે સુરતની જાણિતી આભા લેબનાં ડો.પ્રશાંત નાયકે નાટક શરૂ થતાં પહેલા સાત્વીને નાટકમાં તેના અભિનય અંગે પ્રશ્ન કર્યો હતો ત્યારે ડો.પ્રશાંત નાયક એવું માનતા હતા કે, સતત કલબલ કરતી સાત્વી નાટકનાં અઢી કલાકનાં અભિનય દરમિયાન સાવ બહેરા મુંગાનો અભિનય કઈ રીતે કરી શકશે? પરંતુ નાટકનાં અંતે ડો.પ્રશાંત નાયક સાત્વીનાં અભિનય માટે આફ્રિન પોકારી ગયા હતાં.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડ બસ અકસ્માતના દ્રશ્યો ઉભા કરી દેશે રૂવાડાં, તસ્વીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવો ઘટનાક્રમ

0
  • ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ગંગાની નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક ખીણમાં ખાબકતા ૦૭ ગુજરાતીઓનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ઉત્તરાખંડમાં ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડયો છે. જેમાં ૦૭ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ૧૯ મુસાફરોને બચાવી લેવાયા છે. જ્યારે ૨૭ લોકો ઘાયલ થયા છે.

આ ઘટના અંગે જાણવા મળી રહ્યું છે ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. આ બસમાં ૩૫ લોકો સવાર હતા. જેમાં ૨૭ લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે.

ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતીઓને નડેલા બસ અકસ્માતમાં સવાર ૩૧ યાત્રાળુઓ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે બસમાં સવાર ૩ યત્રાળુઓ સુરતના હતા. આ તમામ યાત્રાળુઓ ૧૫ ઓગસ્ટે ભાવનગરથી યાત્રાએ નીકળ્યા હતા.

૧૬ ઓગસ્ટે દિલ્લીથી યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરે ૩ વાગ્યાની આસપાસ ડ્રાઈવરની ભૂલના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ ગુજરાતીઓનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ SDRFએ ૨૭ લોકોને હોસ્પિટલ પહોંચાડયા છે.

તેમજ વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે બપોરે લગભગ ૩:૦૦ વાગ્યે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પેસેન્જર બસમાં ૩૫ મુસાફરો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :-

રેલવે ટ્રેક પર બેસ્યો હતો કુતરો, અચાનક ફૂલ સ્પીડે ટ્રેન આવી તો આ રીતે બચાવ્યો જીવ

0
  • રેલ્વે ટ્રેક પ્રાણીઓ માટે મોતની જાળ છે. ઘણી વખત એવા સમાચાર સાંભળવા મળ્યા છે કે પાટા ઓળંગતી વખતે જાનવરો ચાલતી ટ્રેનની અડફેટે આવી જાય છે.

રેલ્વે ટ્રેક પ્રાણીઓ માટે મોતની જાળ છે. ઘણી વખત એવા સમાચાર સાંભળવા મળ્યા છે કે પાટા ઓળંગતી વખતે જાનવરો ચાલતી ટ્રેનની અડફેટે આવી જાય છે. જો કે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે એક કૂતરાએ સમજીને પોતાનો જીવ બચાવ્યો.

જ્યારે કેટલાક નસીબદાર પ્રાણીઓ સુરક્ષિત રીતે છટકી જાય છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા કચડીને મૃત્યુ પામે છે. દેશભરમાં આવી અસંખ્ય ઘટનાઓ બને છે. હાઈ સ્પીડ ટ્રેનો મોટા હાથીઓથી લઈને નાના પ્રાણીઓ સાથે અથડાઈ છે. આવું જ કંઈક એક કૂતરા સાથે પણ થયું. પરંતુ તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો.

112

કૂતરાએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ :

અમે એક કૂતરાની વાત કરી રહ્યા છીએ જે રેલ્વે ટ્રેક પર ફસાઈ ગયો. પરંતુ તેની ચતુરાઈના કારણે તે ટ્રેનના પૈડા નીચે કરૂણ મોત થતા બચી ગયો હતો.

પાટા પર પડયો રહ્યો કૂતરો :

એક કૂતરો રેલ્વે ટ્રેક પર પડેલો જોઈ શકાય છે જ્યારે એક માલગાડી ટ્રેક પર ખૂબ જ ઝડપી દોડી રહી છે. એવું લાગે છે કે સ્માર્ટ કૂતરો ગભરાયો નથી અને શાંતિથી ટ્રેનની નીચે સૂઈ રહ્યો છે. વચ્ચે કૂતરો આસપાસ જુએ છે અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થિર રહે છે.

111

કૂતરો ઈજા વિના બચી જાય છે :

થોડીવાર પછી જ્યારે ટ્રેન પસાર થાય છે. ત્યારે કૂતરો શાંતિથી ઉભો રહે છે અને કોઈપણ ઈજા વિના ટ્રેક પરથી ભાગી જાય છે. X (Twitter) પર (Tansu YEĞEN)દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપ ૪ મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે અને નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. આ દરમિયાન યુઝર્સે બહાદુર કૂતરાની ચતુરાઈ અને ધૈર્યની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો :-