HomeGujaratAadhar Card Franchise : આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવાની શું છે આખી...

Aadhar Card Franchise : આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવાની શું છે આખી પ્રક્રિયા ? જાણો કેટલી થાય છે કમાણી ?

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img
  • Aadhar Card Franchise : આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. શાળામાં પ્રવેશથી લઈને પેન્શન મેળવવા સુધી દરેક વય અને વર્ગના નાગરિકો માટે આધાર ફરજિયાત છે.

આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, શાળામાં પ્રવેશથી લઈને પેન્શન મેળવવા સુધી દરેક વય અને વર્ગના નાગરિકો માટે આધાર ફરજિયાત છે. નાના-મોટા તમામ કામો માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જો તમે આધાર કાર્ડ બનાવવા માંગો છો અથવા વર્તમાન કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગો છો. તો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે.

ક્યારેક આ માટે કેન્દ્રમાં લાંબો સમય રાહ જોવી પડે છે. નાગરિકોને આધાર સંબંધિત સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી આપવામાં આવે છે. તેથી જો તમારી પાસે પણ આ લાયકાત છે અને તમે આ પ્રક્રિયા પૂર્ણ કરો છો તો તમે પણ આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી લઈને સેન્ટર ખોલી શકો છો.

આધાર કાર્ડ સેન્ટર ખોલવા માટે સરકાર એક રૂપિયો પણ વસૂલતી નથી. પરંતુ આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી માટે તમારે જરૂરી વસ્તુઓ લેવી પડશે જેમાં ઘણા બધા સાધનોનો સમાવેશ થાય છે. તેની કિંમત ૧ લાખ રૂપિયા સુધીની છે.

આ માટે આ મશીનોની જરૂર છે :

કમ્પ્યુટર અથવા લેપટોપ :

આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી ખોલવા માટે ઓછામાં ઓછા બે કમ્પ્યુટર અથવા લેપટોપ હોવું ફરજિયાત છે.

આઈ સ્કેનર મશીન :

બાયોમેટ્રિક વેરિફિકેશન માટે આઈ સ્કેનર મશીન હોવું સૌથી જરૂરી છે તો જ આધાર કાર્ડનું બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરી શકાશે.

પ્રિન્ટર :

તમામ જરૂરી દસ્તાવેજો પ્રિન્ટ કરવા માટે આધાર કાર્ડ સેન્ટર પર પ્રિન્ટર હોવું જરૂરી છે.

વેબ કેમેરો :

આધાર કાર્ડ બનાવવા માટે કેન્દ્રમાં જ ફોટો ક્લિક કરવામાં આવે છે આ માટે આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી પાસે વેબકેમ હોવો પણ જરૂરી છે.

ઈન્ટરનેટ કનેક્શન :

ઈન્ટરનેટ વિના તમે આ કામ ચલાવી શકતા નથી. એટલા માટે તમારે એવી જગ્યા પસંદ કરવી પડશે જ્યાં ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ હોય.

આધાર સેન્ટરમાંથી કમાણી :

નાના શહેરો, નગરો અને ગામડાઓમાં આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝીથી ઘણી કમાણી શક્ય છે કારણ કે માહિતીના અભાવને કારણે લોકો પોતાની જાતે કોઈ પણ કામ ઓનલાઈન કરી શકતા નથી અને સંબંધિત દરેક નાના-મોટા કામ માટે આધાર કાર્ડ સેન્ટર પર આધાર રાખે છે. આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી દ્વારા કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ હજારનો નફો કમાઈ શકે છે. જેમ જેમ કામ વધે છે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે છે તેવી જ રીતે કમાણી પણ વધે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img