HomeGujaratવોર્નિંગ..વોર્નિંગ.. કંપની તમારું ગૂગલ એકાઉન્ટ કરી શકે છે ડિલીટ, જાણો શું છે...

વોર્નિંગ..વોર્નિંગ.. કંપની તમારું ગૂગલ એકાઉન્ટ કરી શકે છે ડિલીટ, જાણો શું છે GOOGLEની નવી યોજના

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • ગૂગલ કેટલાક Gmail એકાઉન્ટને ડિલીટ કરવાનો પ્લાન કરી રહ્યું છે. તમને તમારું એકાઉન્ટ બચાવવું હોય તો માત્ર આ ૨ વસ્તુ કરવાની રહેશે. જાણી લો સ્ટેપ્સ.

આજકાલ મોટાભાગનાં ભારતીયો Gmailમાં એકાઉન્ટ ધરાવે છે. હાલમાં ગૂગલે કેટલાક જીમેઈલ એકાઉન્ટ બંધ કરવાનું એલાન કર્યું છે. જેના લીધે લોકોમાં કંફ્યૂઝન વધી ગયું છે જો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે તેનાથી બચવા માટે તમારે માત્ર ૨ સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અમેરિકન કંપની લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતાં જીમેઈલ એકાઉન્ટને બંધ કરવાની તૈયારીમાં છે. એકાઉન્ટ બંધ કરતાં પહેલાં ગૂગલ લોકોને રિમાઈન્ડર મેસેજ મોકલશે.

ઈનએક્ટિવ એકાઉન્ટ બંધ કરવાની તૈયારી :

ગૂગલ ઈનએક્ટિવ એકાઉન્ટથી છૂટકારો મેળવવા માટે ગૂગલ એકાઉન્ટ જ બંધ કરી દેશે. આ પગલા બાદ પ્લેટફોર્મ પર માત્ર એક્ટિવ એકાઉન્ટ જ હાજર રહેશે. ગૂગલે કેટલાક સ્ટેપ્સ જણાવ્યાં છે જે ફોલો કરીને તમે તમારા ગૂગલ એકાઉન્ટ અને Gmail ને સુરક્ષિત કરી શકશો.

  1. ગૂગલ એકાઉન્ટ બચાવા માટે તમારે ૨-૪ મહિનાની અંદર ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઈન કરી લેવું. Gmailમાં લોગઈન કરીને તમે ગૂગલ એકાઉન્ટને એક્ટિવ રાખી શકશો.
  2. જો તમે જીમેઈલ ચલાવવા નથી ઈચ્છતાં તો ગૂગલની અન્ય સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે ગૂગલ એકાઉંટમાં લોગઈન કરીને યૂટ્યૂબ પર વીડિયો જોઈ શકો છો. અથવા પ્લેસ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરી શકો છો.

ટૂંકમાં એકાઉન્ટ બચાવવા માટે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવો આવશ્યક છે. કંપની ઈચ્છે છે કે કોઈપણ પ્રકારે તમારો એકાઉન્ટ એક્ટિવ રહેવો જોઈએ તેથી જો તમે ઘણાં સમયથી ગૂગલ કે જીમેઈલ એકાઉન્ટ નથી ચલાવી રહ્યાં તો જલ્દીથી શરૂ કરજો. કંપની ડિસેમ્બર ૨૦૨૩થી જીમેઈલ એકાઉન્ટ બંધ કરવાનું શરૂ કરશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img