ઘરમાં કબૂતર આવી ગયું તો બનશો ધનપતિ, પણ આ એક ભૂલ ન કરતા

Share this story
  • ઘરમાં કબૂતરનું આવવું શુભ ગણાયું છે પરંતુ તેના માળાને અશુભ મનાયો છે તેવું શુકનશાસ્ત્રમાં કહેવાયું છે.

કબૂતરનું ઘરમાં આવવું શુભ કે અશુભ, આ વાતને લઈને અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઘણાનું માનવું છે કે કબૂતરનું ઘરમાં આવવું અને તેને દાણા-પાણી ખવડાવવા અશુભ છે પરંતુ શુકન શાસ્ત્રમાં તો નવી જ વાત કરવામાં આવી છે. શુકન શાસ્ત્રમાં કહેવાયું છે કે કબૂતર ધન અને વૈભવની દેવી લક્ષ્મીનું ભક્ત છે અને ઘરમાં આવવું ખૂબ શુભ છે.

ઘરમાં કબૂતર આવવાથી શું લાભ  :

શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ છે, ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને જરુરથી દાણા-પાણી આપવા જોઈએ આવું કરવાથી તમે જીવનની ઘણી સમસ્યાઓથી બહાર આવી જશે. તે ઉપરાંત એવું પણ મનાય છે કે ઘરમાં કબૂતરના આગમનથી તમારી પર માં લક્ષ્મીની કૃપા ઉતરે છે અને તમને ધન કે અન્ય કોઈ લાભ થઈ શકે છે.

ઘરમાં કબૂતરનો માળો અશુભ- વસ્તુ શાસ્ત્ર :

વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવી રહ્યા છે, તો આ અશુભ સંકેત છે. માન્યતા છે કે કબૂતર ઘરમાં સમસ્યાઓ આવવાની સાથે આર્થિક રીતે પણ નુકસાન થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર અંગે શું કહેવાયું  :

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર સંબંધી કેટલીક માન્યતા પણ બતાવાઈ છે. જેના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. જેની કુંડળીમાં રાહુ દોષ હોય છે.

તેને લોકોએ કબૂતરને ઘરના આંગણામાં દાણા ખવડાવા જોઈએ. માન્યતા છે કે રાહુ ગ્રહ દોષ દૂર કરે છે. અને કબૂતરને ખવડાવાથી લગ્ન કે પ્રેમ સંબંધમાં આવેલ સમસ્યા દૂર થઈ જાય છે. અને વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર માથા પર ચરકે તો જલ્દી તમારી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

આ પણ વાંચો :-