BRTSના ડ્રાઈવરને ચક્કર આવતા ૨૦ મુસાફરો સાથે બસ ડિવાઈડર પર ચડી ગઈ

Share this story
  • સુરતમાં એક પછી એક બીઆરટીએસ બસના અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. BRTSના ડ્રાઈવરને ચક્કર આવતા ૨૦ મુસાફરો સાથે બસ ડિવાઈડર પર ચડી ગઈ.

સુરતમાં એક પછી એક બીઆરટીએસ બસના અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ નજીક ડિવાઈડર પર બસ ચડાવી દેવામાં આવી હતી. બસના ચાલકને ચક્કર આવતાં બસ બેકાબૂ બનીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા પહોંચી નહોતી. ૨૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો.

અમરોલીમાં પાલિકાની ઈલેક્ટ્રિક બસે અકસ્માત સર્જ્યો હતો. બીઆરટીએસ બસના ચાલકે ચક્કર આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ વોકિંગ ટ્રેક પર ચઢાવી ડિવાઈડર સાથે ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર અંદાજે ૨૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો.

સુરતમાં પાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસના ચાલકો બેફામ બન્યા હોય તે રીતે અકસ્માત સર્જાયો હતો. અવારનવાર બનતી અકસ્માતની ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે જ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે લોકોએ માગ કરી હતી.

આ પણ વાંચો :-