Home Blog Page 988

ફોનમાં ચાલુ છે આ ગ્રીન લાઈટ તો કોઈ કરી રહ્યું છે તમારી જાસૂસી ! ફટાફટ બદલો આ સેટિંગ

0
  • સ્માર્ટફોન આપણા જીવનની જરૂરિયાત બની ગયો છે. આપણું બધું કામ ફોન દ્વારા જ થાય છે. તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ફોનમાં રાખીએ છીએ.

પરંતુ ગ્રીન લાઈટ તમને કંગાળ કરી શકે છે. આ ગ્રીન લાઈટ ખતરાની ઘંટડી છે. જો તમારા ફોનમાં પણ ગ્રીન લાઈટ ચાલુ છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ગ્રીન લાઈટનો અર્થ છે કે કોઈ તમારી જાસૂસી કરી રહ્યું છે.

ફોનમાં હોઈ શકે છે ખતરો :

લોકો સ્માર્ટફોનને ખૂબ જ સંભાળીને રાખે છે. કારણ કે ફોનની ગેલેરીમાં અંગત ફોટા અને વીડિયો હોય છે. ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ રાખવાનો ફાયદો એ છે કે કામ એક ક્લિકથી કામ થઈ જાય છે. પરંતુ ફોનનો ઉપયોગ એકદમ કાળજીપૂર્વક કરવો જોઈએ.

વધી રહ્યા છે હેકિંગના કેસ :

ઓનલાઈન સ્કેમ અને હેકિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. એવામાં લોકો ડરીને એપ કે વેબસાઈટ ખોલે છે. સલામત રહેવા શું કરવું? કૌભાંડથી કેવી રીતે બચવું? ફોનને લઈને હંમેશા સાવધાન રહેવાની જરૂર છે.

સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યા છે હેકર્સ :

હવે હેકર્સે નવો રસ્તો શોધી કાઢ્યો છે. હેકર્સ હવે તમારી સ્ક્રીન રેકોર્ડ કરી શકશે. નવાઈની વાત એ છે કે યુઝર્સને એ પણ ખબર નથી હોતી કે સ્ક્રીન રેકોર્ડ થઈ રહી છે. આ સાથે છેતરપિંડી કરનારાઓ તમારો ડેટા પણ ચોરી શકે છે.

બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી :

જો બેંક એકાઉન્ટ ફોન સાથે જોડાયેલ છે, તો તમને નુકસાન થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો ખાતું ખાલી થઈ જશે. તે શોધવું ખૂબ મુશ્કેલ છે. કેટલાક ફોનમાં ફીચર્સ ઉપલબ્ધ છે. જો સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે તો લીલી લાઈટ ચાલુ થઈ જાય છે. લીલી લાઈટનો અર્થ એ છે કે તમારા કેમેરા અને માઈકનો ઉપયોગ બેકગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. જો ફોનની રાઈડ સાઈડ પર ગ્રીન લાઈટ બળી રહી હોય તો તમારો ફોન જોખમમાં છે.

ગ્રીન લાઈટ દેખાય તો ખતરનાક :

જો ગ્રીન લાઈટ ચાલુ હોય તો જુઓ કે કઈ એપ રેકોર્ડ કરી રહી છે. જેમ તમને ખબર પડે કે તરત જ તેને કાઢી નાખો. બીજી રીત પણ છે. જો તમને લાગે કે સ્ક્રીન રેકોર્ડ અથવા માઈક ચાલુ છે તો તરત જ ફોન રીસેટ કરો.

આ પણ વાંચો :-

મહિલા એડવોકેટની ટી-શર્ટ ખેંચી છેડતી કરનાર યુવક હવે મંદિરમાં કર્યા ભગવાનના દર્શન

0
  • સુરત મહિલા એડવોકેટની છેડતી કર્યા બાદ આરોપી મંદિરે પહોંચ્યો, મંદિરમાં લાગેલા સીસીટીવી આધારે ધરપકડ.

કાપોદ્રા ચીકુવાડી પાસે મહિલા એડવોકેટની ટીશર્ટ ખેંચી એક યુવક રોંગ સાઈડમાં ભાગી ગયો હતો. આરોપી યુવક નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવ્યો હતો. મહિલા કેટ દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આખરે કાપોદ્રા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

આરોપી ચોપાટી વિસ્તારમાં આવનાર મહિલાઓ જોવા માટે રોજે ઉભો રહેતો હતો. મહિલા એડવોકેટ સાથે છેડતી બાદ આરોપી મંદિરે ગયો હતો. ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ તે જોવા મળે છે. મંદિર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજ કેમેરાની તપાસમાં આરોપીને બનાવનાર સ્થળથી આશરે ૧૦ કિલોમીટર દૂર કતારગામ મારુતિ કેમ્પસ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ૨૪ વર્ષીય ધૂમિલ લોધિયા હીરા મજૂરીના કામ સાથે સંકળાયેલો છે. મૂળ ભાવનગરનો રહેવાસી છે. આ કૃત્ય કર્યા બાદ આરોપી પહોંચ્યો હતો. જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો. જેના આધારે અમે આરોપીની તપાસ સારી રીતે કરી શક્યા હતા.–” એમ.બી.વાછાડી (પોલીસ મથકના ઇન્સ્પેક્ટર)

સુરત એલએચ રોડ પર રહેતી અને ખોલવડ ખાતે સિદ્ધાર્થ લો કોલેજથી કામ પતાવી ઘરે જઈ રહેલી મહિલા એડવોકેટ નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવેલા અજાણ્યા હતી. બાઈક લઈને રોંગ સાઈડમાં ભાગી ગયો હતો. વરાછા એલ એચ રોડ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય મહિલા અભ્યાસની સાથે વકીલાતનો વ્યવસાય જોડાયેલી છે. ખોલવડ સિદ્ધાર્થ લો કોલેજમાં કામ અર્થે ગઈ હતી. પોતાની મોપેડ લઈ કોલેજ થી ઘરે આવી રહી હતી.

મહિલાઓ જોવા માટે રોજે ત્યાં ઉભો રહેતો હતો. કામરેજથી કતારગામ પોતાના હીરાના કારખાનામાં જતી વખતે ચોપાટી વિસ્તારમાં જ્યાં વહેલી સવારે મહિલાઓ કસરત કરવા અથવા તો ચાલવા માટે આવતી હતી. તેમને જોવા માટે રોજે ત્યાં ઉભો રહેતો હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે તે દિવસે પણ તે જે તે સ્થળે ઊભો હતો. તે દરમિયાન મહિલા એડવોકેટ પર નીકળતા આરોપીએ આવેશમાં આવી મહિલાનું ટીશર્ટ ખેંચી લઈ છેડતી કરી હતી.

આ પણ વાંચો :-

મંત્રીજીએ ઉડાવી જનતાની મજાક ! ડુંગળીને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

0
  • ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન નાસિકના પાલક મંત્રી દાદા ભૂસેએ સામાન્ય લોકોને એક વિચિત્ર સલાહ આપી.

એક તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મામલામાં પૂર્વ કૃષિ મંત્રી દાદા ભુસેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો લોકો બે-ચાર મહિના સુધી ડુંગળી નહીં ખાય તો કંઈ નહીં થાય.

ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ  નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન નાસિકના પાલક મંત્રી દાદા ભૂસેએ સામાન્ય લોકોને એક વિચિત્ર સલાહ આપી. તેમણે કહ્યું કે જો લોકો ભાવ વધારાને કારણે ડુંગળી ખરીદી શકતા નથી. તો તેમણે બે-ચાર મહિના સુધી તે ન ખાવી જોઈએ. તેનાથી ડુંગળી બગડે નહીં. જો કે રાજ્યના PWD મંત્રીએ સોમવારે પણ કહ્યું હતું કે નિકાસ ડયુટી લાદવાનો નિર્ણય યોગ્ય સંકલન સાથે લેવામાં આવવો જોઈએ.

બે ચાર મહિના ડુંગળી નહીં ખાયતો કઈ ફેર પડશે નહીં :

તેમણે કહ્યું કે, જ્યારે તમે રૂ. ૧૦ લાખની કિંમતના વાહનનો ઉપયોગ કરો છો, ત્યારે તમે રિટેલ રેટ કરતા રૂ. ૧૦ અથવા રૂ. ૨૦ વધુ ભાવે ઉત્પાદન ખરીદી શકો છો. જે લોકો ડુંગળી ખરીદી શકતા નથી તેઓ બે-ચાર મહિના ન ખાય તો પણ કોઈ ફરક નહીં પડે. ભૂસેએ કહ્યું કે ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ક્યારેક ડુંગળીની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે તો ક્યારેક તેની કિંમત ૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે. તેમણે કહ્યું કે તેના પર ચર્ચા થઈ શકે છે અને ઉકેલ શોધી શકાય છે.

અગાઉ સોમવારે, વેપારીઓએ લાસલગાંવ સહિત નાશિકની તમામ કૃષિ પેદાશ બજાર સમિતિઓ (APMC) ખાતે ડુંગળીની હરાજી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતમાં ડુંગળીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. સૂત્રોએ જણાવ્યું કે નાસિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિએશને જ્યાં સુધી કેન્દ્ર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ડુંગળીની હરાજીમાં ભાગ ન લેવાનો કોલ આપ્યો હતો. નિકાસ ડયુટી પાછી ખેંચવાની માંગ સાથે જિલ્લાભરમાં ઘણા ખેડૂતો અને વેપારીઓએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો :-

PAN Card Misuse : તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને કોઈ લોન લઈ શકે છે, તરત કરો આ કામ 

0
  • PAN Card Fraud : જો તમારી પાસે PAN કાર્ડ છે. તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ વધુ છે. તમારા પાન કાર્ડ પર પણ કોઈ લોન લઈ શકે છે.

પાન કાર્ડ સાથે છેતરપિંડીના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. રાજકુમાર રાવ અને સની લિયોન જેવી ઘણી હસ્તીઓના પાન કાર્ડ પર લોન લેવાનો મામલો સામે આવ્યો છે. આવી સ્થિતિમાં તમારા પાન કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે. સાયબર ફ્રોડ દ્વારા કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને લોન લઈ શકે છે.

આ લોન તમારો CIBIL સ્કોર બગાડી શકે છે. ઉપરાંત જો તમે લોનની ચુકવણી ન કરો તો તમને બેંકમાંથી ડિફોલ્ટર્સની સૂચિમાં પણ મૂકવામાં આવી શકે છે. જેના કારણે જો લોનની જરૂર હોય તો ફરીથી લોન લેવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તમે તમારું પાન કાર્ડ તપાસો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પાન કાર્ડનો દુરુપયોગ કેવી રીતે ઓળખવો :

કોઈ તમારા PAN કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે કે કેમ તે તપાસવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારો CIBIL સ્કોર તપાસો. જો તમારા પાન કાર્ડ પર આવી કોઈ લોનની માહિતી મળી આવે જે તમે લીધી નથી તો તાત્કાલિક પગલાં લો. તમે તમારો CIBIL સ્કોર કેવી રીતે ચેક કરી શકો તે અહીં છે.

CIBIL સ્કોર કેવી રીતે તપાસો :

તમારો CIBIL સ્કોર તપાસવા માટે તમે Equifax, Experian, Paytm, BankBazaar અથવા CRIF હાઈ માર્ક જેવા પ્લેટફોર્મની મુલાકાત લઈ શકો છો. હવે અહીં તમે “Check Credit Score” નો વિકલ્પ પસંદ કરો. તમે CIBIL સ્કોર મફતમાં ચકાસી શકો છો. હવે તમારે વિગતવાર માહિતી આપવાની રહેશે, ત્યારપછી જે લોન લેવાની છે તેની યાદી દેખાશે.

ફરિયાદ કેવી રીતે કરવી :

સૌ પ્રથમ TIN NSDL ના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. હોમ પેજ પર ગ્રાહક સેવા પર જાઓ. હવે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી ફરિયાદ વિકલ્પ પસંદ કરો. ફરિયાદની સંપૂર્ણ વિગતો દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ પર ક્લિક કરો.

આ પણ વાંચો :-

Chandrayaan 3 Landing : ચંદ્ર પર લેન્ડિંગને સફળ બનાવવા માટે અપનાવવામાં આવી છે, ખાસ જાણો ટ્રિક

0
  • ચંદ્રયાન ૩ આજે એટલે કે ૨૩ ઓગસ્ટના રોજ સાંજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થવાનું છે. ઈસરોએ જે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ જણાવ્યું છે તે મેનિંજસ ક્રેટર તરફ ઈશારો કરે છે. આથી કદાચ તેની આજુબાજુ લેન્ડિંગ થઈ શકે છે.

ચંદ્રયાન ૩ આજે એટલે કે ૨૩ ઓગસ્ટના રોજ સાંજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થવાનું છે. ઈસરોએ જે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ જણાવ્યું છે તે મેનિંજસ ક્રેટર તરફ ઈશારો કરે છે. આથી કદાચ તેની આજુબાજુ લેન્ડિંગ થઈ શકે છે. પહેલા જે ચંદ્રયાન અંતરિક્ષમાં ૪૦ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું તે હવે લેન્ડિંગ સમયે કાચબાની ગતિથી પણ ઓછી ગતિમાં જોવા મળશે.

સરેરાશ કાચબો ૪ થી ૫ મીટર પ્રતિ સેકન્ડ ગતિથી તરતો હોય છે. ૧ થી ૨ મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી જમીન પર ચાલે છે. કાચબાના નવા બચ્ચા તો ૩૦ કલાકમાં ૪૦ કિલોમીટર જેટલું અંતર કાપતા હોય છે. કાચબી તેના બાળકો કે નર કાચબાથી વધુ સ્પીડમાં તરતી  કે ચાલતી જોવા મળતી હોય છે. જેથી કરીને બાળકોને શિકારીઓથી બચાવી શકાય. હવે વાત ચંદ્રયાનની કરીએ તો ચંદ્રયાન ૩નું લેન્ડિંગ ૧ થી ૨ મીટર પ્રતિ સેકન્ડની ગતિથી થવાનું છે.

હાલ ક્યાં છે ચંદ્રયાન, કોણ સંભાળશે ?

ચંદ્રયાન ૩નું વિક્રેમ લેન્ડર ૨૫ km x ૧૩૪ km ની ઓર્બિટમાં હાલ ઘૂમી રહ્યું છે. આથી ૨૫ કિમીની ઊંચાઈથી તે ચંદ્રની સપાટી પર ઉતરણ કરશે. ગત વખતે ચંદ્રયાન ૨ પોતાની વધુ ગતિ અને સોફ્ટવેરમાં ગડબડી તથા એન્જિન ફેલ્યોરના કારણે ક્રેશ થઈ ગયું. આ વખતે આવી  ભૂલ ન થાય તે માટે ચંદ્રયાન ૩ માં અનેક પ્રકારના સેન્સર્સ અને કેમેરા લગાવવામાં આવ્યા છે.

LHDAC કેમેરા  ખાસ કરીને આ કામ માટે બનાવવામાં આવ્યા છે કે કેવી રીતે વિક્રમ લેન્ડરને સુરક્ષિત ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવે. આ સાથે જ કેટલાક પેલોડસ લેન્ડિંગ સમયે મદદ કરશે. જેમાં લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડોપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. જેથી કરીને લેન્ડરને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારી શકાય.

આ પણ વાંચો :-

અધવચ્ચે પેટ્રોલ ખતમ થઈ જાય તો ગભરાશો નહીં, બસ ફોલો કરો આ ટ્રિક ને બાઈક સ્ટાર્ટ

0
  • ઘણીવાર બાઈક ચલાવતી વખતે રસ્તાની વચ્ચે પેટ્રોલ પુરાઈ જતાં મોટરસાઈકલ અટકી જાય છે. લોકો તેમની બાઈકને ખેંચીને અથવા અન્ય વાહનની મદદથી પેટ્રોલ પંપ પર લઈ જવી પડે છે.

આજે મોટાભાગના લોકો મુસાફરી માટે મોટરસાઈકલનો ઉપયોગ કરે છે. ઘણીવાર બાઈક ચલાવતી વખતે રસ્તાની વચ્ચે પેટ્રોલ પુરાઈ જતાં મોટરસાઈકલ અટકી જાય છે. આવી સ્થિતિમાં લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેઓ બાઈક સ્ટાર્ટ કરવા માટે ઘણી રીતો અપનાવે છે. આ પછી પણ બાઈક સ્ટાર્ટ થતી નથી.

આવી સ્થિતિમાં લોકો તેમની બાઈકને ખેંચીને અથવા અન્ય વાહનની મદદથી પેટ્રોલ પંપ પર લઈ જવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે એવી કેટલીક શાનદાર ટ્રિક્સ વિશે જાણીએ. જેની મદદથી તમે રસ્તાની વચ્ચે પેટ્રોલ ખતમ થવાને કારણે બંધ થઈ ગયેલી બાઈકને ફરીથી ચાલુ કરી શકો છો. આ ટીપ્સને અનુસરવાથી તમારા પૈસા અને સમય બંનેની બચત થશે. આવો તેમના વિશે વિગતવાર જાણીએ..

જો પેટ્રોલ પુરાઈ ગયા પછી તમારી બાઈક રસ્તાની વચ્ચે અટકી જાય. આ કિસ્સામાં, તમારે બાઈકના ચોકનો ઉપયોગ કરવો જોઈએ. આ પછી તમારે રેસ સાથે સતત ટોપ ગિયરમાં બાઈક ચલાવવી પડશે. જો પેટ્રોલ પંપ ૨ થી ૩ કિ.મી. દૂર છે.

આમ કરવાથી તમે ત્યાં સરળતાથી પહોંચી જશો. બાઈક ચોકનો ઉપયોગ કરતી વખતે રસ્તો સાફ હોવો જોઈએ, તો જ તમે તેને રેસમાં રસ્તા પર ચલાવી શકશો. ભીડ વાળી જગ્યા પર આ ઉપાય કારગર નથી.

બાઈકમાં પેટ્રોલ પુરાઈ ગયા પછી તમે તેને ટાંકીમાં જોરથી ફૂંકીને સ્ટાર્ટ કરી શકો છો. જોરથી ફૂંક મારવાથી, ટાંકીમાં થોડું પેટ્રોલ હશે. તે એન્જિન સુધી પહોંચશે. આનાથી બાઈક સ્ટાર્ટ થવાની શક્યતાઓ ઘણી વધી જશે. આ ટ્રિક માત્ર ૧૦૦CC અથવા ૧૨૫CC બાઇકમાં અસરકારક છે.

આજકાલ ઘણી કંપનીઓ ટુ વ્હીલર્સને રોડસાઈડ અસિસ્ટેંસની સુવિધા પૂરી પાડી રહી છે. તમે એનુઅલ ચાર્જ ચૂકવીને રોડસાઈડ અસિસ્ટેંસ ખરીદી શકો છો. આમાં જો બાઈક બગડે છે. પેટ્રોલ સમાપ્ત થઈ જાય છે અથવા રસ્તામાં પંચર થઈ જાય છે. તો થોડીવારમાં તમને રોડ સાઈડ આસિસ્ટેંટસની સુવિધા મળે છે.

આ પણ વાંચો :-

૨૩ ઓગસ્ટ / લેવડ-દેવડમાં છેતરાશો, લાઈફ પાર્ટનર સાથે વિવાદ, આ રાશિના જાતકોનો બુધ ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનલાભની ઉત્તમ સંભાવના. સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે. અધિકારી વર્ગના આશીર્વાદ મળશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે. પારિવારિક જીવન આનંદમય રહેશે. ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં. અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો. પરિવારના સભ્યોથી પરેશાની જણાશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના. આર્થિક સંકડામણનો અનુભવ થશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરેલું જીવનમાં શાંતિ જણાશે. કરેલા રોકાણો લાભદાયી નીવડશે. કામકાજ માટે યાત્રા થવાની સંભાવના. ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના. જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે. ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે. નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના. પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે. નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે. ધંધામાં કરેલા આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે મજબૂત બનશો. વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે. માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. તબિયત બાબતે કાળજી રાખવી. મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે. નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ.સ.ષ.શ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે. નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેશે. ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

આ પણ વાંચો :-

ઘરમાં કબૂતર આવી ગયું તો બનશો ધનપતિ, પણ આ એક ભૂલ ન કરતા

  • ઘરમાં કબૂતરનું આવવું શુભ ગણાયું છે પરંતુ તેના માળાને અશુભ મનાયો છે તેવું શુકનશાસ્ત્રમાં કહેવાયું છે.

કબૂતરનું ઘરમાં આવવું શુભ કે અશુભ, આ વાતને લઈને અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઘણાનું માનવું છે કે કબૂતરનું ઘરમાં આવવું અને તેને દાણા-પાણી ખવડાવવા અશુભ છે પરંતુ શુકન શાસ્ત્રમાં તો નવી જ વાત કરવામાં આવી છે. શુકન શાસ્ત્રમાં કહેવાયું છે કે કબૂતર ધન અને વૈભવની દેવી લક્ષ્મીનું ભક્ત છે અને ઘરમાં આવવું ખૂબ શુભ છે.

ઘરમાં કબૂતર આવવાથી શું લાભ  :

શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ છે, ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને જરુરથી દાણા-પાણી આપવા જોઈએ આવું કરવાથી તમે જીવનની ઘણી સમસ્યાઓથી બહાર આવી જશે. તે ઉપરાંત એવું પણ મનાય છે કે ઘરમાં કબૂતરના આગમનથી તમારી પર માં લક્ષ્મીની કૃપા ઉતરે છે અને તમને ધન કે અન્ય કોઈ લાભ થઈ શકે છે.

ઘરમાં કબૂતરનો માળો અશુભ- વસ્તુ શાસ્ત્ર :

વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવી રહ્યા છે, તો આ અશુભ સંકેત છે. માન્યતા છે કે કબૂતર ઘરમાં સમસ્યાઓ આવવાની સાથે આર્થિક રીતે પણ નુકસાન થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર અંગે શું કહેવાયું  :

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર સંબંધી કેટલીક માન્યતા પણ બતાવાઈ છે. જેના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. જેની કુંડળીમાં રાહુ દોષ હોય છે.

તેને લોકોએ કબૂતરને ઘરના આંગણામાં દાણા ખવડાવા જોઈએ. માન્યતા છે કે રાહુ ગ્રહ દોષ દૂર કરે છે. અને કબૂતરને ખવડાવાથી લગ્ન કે પ્રેમ સંબંધમાં આવેલ સમસ્યા દૂર થઈ જાય છે. અને વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર માથા પર ચરકે તો જલ્દી તમારી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

આ પણ વાંચો :-

૨૨ ઓગષ્ટ / જમીન-વાહન લે-વેચથી લાભ, આ રાશિના જાતકો પર  થશે ગણેશજીની કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે. દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે. કામકાજમાં ઓછો સહયોગ મળશે. ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે. પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી. નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પદ અને પરિવારને સરખું મહત્વ આપો.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સાધનો મળશે. સમસ્યાઓમાં સમાધાન મળશે. વિરોધીઓથી પરેશાની વધશે. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધર્મકાર્ય માટે બહાર જવું પડે. સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકશો. ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં અનુકૂળતા જણાશે. તબિયત બાબતે કાળજી રાખવી. કામ વધારે છત્તાં આનંદ જણાશે. મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલા કાર્યો પૂરાં થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.  જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે. ધંધામાં મહેનત વધારે કરવી પડશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે. પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. અગત્યના નિર્ણયો સાચવીને કરવા. કામકાજમાં સંભાળીને કરવું.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નવા અવસરો મળશે સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે. વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ જણાશે.

આ પણ વાંચો :-