HomeGujaratSouth Gujaratતાપીમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસના ધરણાં-પ્રદર્શન, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

તાપીમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસના ધરણાં-પ્રદર્શન, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કથિત ‘વોટ ચોરી’ના મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે વ્યારાની કલેક્ટર કચેરી ખાતે ધરણાં-પ્રદર્શન યોજાયા હતા. કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘લોકશાહી બચાવો’ અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીનું કહેવું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. રાહુલ ગાંધીએ તાજેતરમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ચૂંટણી પ્રક્રિયા અંગે ‘વોટ ચોરી’ના આક્ષેપો કર્યા છે.

તાપી જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમનું નેતૃત્વ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિભવ ગામીતે કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, NSUI, સેવાદળ સહિત વિવિધ ફ્રન્ટલ સંગઠનોના આગેવાનો અને તાજેતરમાં ચૂંટણી લડેલા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ કાર્યકરોએ ‘વોટ ચોર-ગદ્દી છોડ, જ્ઞાનેશ કુમાર-રાજીનામું આપો’ સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસની ત્રણ મુખ્ય માંગ
કથિત વોટ ચોરી અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે.

ઉલ્લેખનીય છે કે જ્ઞાનેશ કુમાર હાલ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે અને તેમણે 19 ફેબ્રુઆરી 2025ના રોજ 26મા CEC તરીકે પદભાર સંભાળ્યો હતો.

Subscribe

Latest stories