Chandrayaan 3 Landing : ચંદ્ર પર લેન્ડિંગને સફળ બનાવવા માટે અપનાવવામાં આવી છે, ખાસ જાણો ટ્રિક

Share this story
  • ચંદ્રયાન ૩ આજે એટલે કે ૨૩ ઓગસ્ટના રોજ સાંજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થવાનું છે. ઈસરોએ જે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ જણાવ્યું છે તે મેનિંજસ ક્રેટર તરફ ઈશારો કરે છે. આથી કદાચ તેની આજુબાજુ લેન્ડિંગ થઈ શકે છે.

ચંદ્રયાન ૩ આજે એટલે કે ૨૩ ઓગસ્ટના રોજ સાંજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થવાનું છે. ઈસરોએ જે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ જણાવ્યું છે તે મેનિંજસ ક્રેટર તરફ ઈશારો કરે છે. આથી કદાચ તેની આજુબાજુ લેન્ડિંગ થઈ શકે છે. પહેલા જે ચંદ્રયાન અંતરિક્ષમાં ૪૦ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું તે હવે લેન્ડિંગ સમયે કાચબાની ગતિથી પણ ઓછી ગતિમાં જોવા મળશે.

સરેરાશ કાચબો ૪ થી ૫ મીટર પ્રતિ સેકન્ડ ગતિથી તરતો હોય છે. ૧ થી ૨ મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી જમીન પર ચાલે છે. કાચબાના નવા બચ્ચા તો ૩૦ કલાકમાં ૪૦ કિલોમીટર જેટલું અંતર કાપતા હોય છે. કાચબી તેના બાળકો કે નર કાચબાથી વધુ સ્પીડમાં તરતી  કે ચાલતી જોવા મળતી હોય છે. જેથી કરીને બાળકોને શિકારીઓથી બચાવી શકાય. હવે વાત ચંદ્રયાનની કરીએ તો ચંદ્રયાન ૩નું લેન્ડિંગ ૧ થી ૨ મીટર પ્રતિ સેકન્ડની ગતિથી થવાનું છે.

હાલ ક્યાં છે ચંદ્રયાન, કોણ સંભાળશે ?

ચંદ્રયાન ૩નું વિક્રેમ લેન્ડર ૨૫ km x ૧૩૪ km ની ઓર્બિટમાં હાલ ઘૂમી રહ્યું છે. આથી ૨૫ કિમીની ઊંચાઈથી તે ચંદ્રની સપાટી પર ઉતરણ કરશે. ગત વખતે ચંદ્રયાન ૨ પોતાની વધુ ગતિ અને સોફ્ટવેરમાં ગડબડી તથા એન્જિન ફેલ્યોરના કારણે ક્રેશ થઈ ગયું. આ વખતે આવી  ભૂલ ન થાય તે માટે ચંદ્રયાન ૩ માં અનેક પ્રકારના સેન્સર્સ અને કેમેરા લગાવવામાં આવ્યા છે.

LHDAC કેમેરા  ખાસ કરીને આ કામ માટે બનાવવામાં આવ્યા છે કે કેવી રીતે વિક્રમ લેન્ડરને સુરક્ષિત ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવે. આ સાથે જ કેટલાક પેલોડસ લેન્ડિંગ સમયે મદદ કરશે. જેમાં લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડોપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. જેથી કરીને લેન્ડરને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારી શકાય.

આ પણ વાંચો :-