કેમ યુવતીઓને મોકલી આણંદ કલેક્ટર ડી એસ ગઢવીની કેબિનમાં ? જવાબ જાણીને ચોંકી જશો

Share this story
  • સ્વાર્થ માણસ પાસે શું નું શું કરાવે છે, એક કલેક્ટર કક્ષાનો વ્યક્તિ, એક નિવાસી અધિક કલેક્ટર તરીકે કામ કરતી મહિલા સહિત અન્ય સરકારી અધિકારીઓ પોતાના પદનો ઉપયોગ પોતાની લાલસાઓને પુરી કરવા માટે કેવી રીતે કરે છે તે આણંદની આ ઘટનામાં સમાયેલું છે.

આણંદ જિલ્લાના તત્કાલીન કલેકટર ડી.એસ.ગઢવીના વાયરલ થયેલ બિભત્સ વીડિયો મામલે અમદાવાદ એટીએસ એ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. જે આરોપીઓ ઝડપાયા છે તેમના નામ જાણીને પણ ચોંકી જશો. જી હા આ વાયરલ બિભત્સ વીડિયો કાંડમાં તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ તત્કાલીન ચીટનીશ ટું કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશ ચાવડા સંડોવાયેલા છે અને આ વીડિયો વાયરલ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે આ ત્રણના મનસુબા કલેકટરે પુરા ના કર્યા.

અહીં સુધી કે આ આરોપીઓએ કલેક્ટરને ફસાવવા માટે પ્રોસ્ટીટ્યુટસને પણ કેબિનમાં મોકલી હતી. શું છે સમગ્ર મામલો અને શા માટે એક સરકારી અધિકારી જ અન્ય અધીકારીને હની ટ્રેપમા ફસાવવાનું કાવતરૂ ઘડયું, જોઈએ આ અહેવાલમાં..

છેલ્લા ઘણા સમયથી પ્રમોટી આઈએએસ ડી.એસ.ગઢવી ચર્ચામાં છે અને એના કારણ છે કે એક મહિલા સાથે કલેકટર કચેરીમાં પોતાની જ સરકારી ઓફિસમાં બિભત્સ વર્તન કરતો એક વીડિયો વાયરલ થયો હતો. જે અંગે સરકારને કમ્પલેન કરાતા સરકારે તુરંત તે સમયે આણંદ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ એક સવાલ એ પણ હતો કે શા માટે કલેકટરની કેબીનમાં સ્પાય કેમેરો મૂકી કલેકટરનું સ્ટીંગ ઓપરેશન કરવમાં આવ્યું હતું.

ક્યા મનસુબા પાર કરવા માટે આ કાંડ રચાયો અને ખાસ તો જાન્યુઆરી માસમા બનેલ વીડિયો સાત મહીના પછી કેમ વાયરલ થયો? જોકે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેતા પાંચ મહિલા અધિકારીઓની તપાસ કમીટીનું ગઠન કરાયું હતું. જેની તપાસ બાદ હવે આ ઘટનાના આરોપીઓ અને એમના મનસુબા સામે આવ્યા છે. હવે આ તમામ બાબતોનુ રહસ્ય ખુલ્યું છે. કારણકે સરકારી કચેરીમાં સ્પાય કેમેરા લગાવી વીડિયો લેવાયેલો હોવાથી ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીનગર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા એક ગુપ્ત ઈન્કવાયરી એ.ટી.એસ.ને સોંપવામાં આવી હતી.

જે ઈન્કવાયરીના કામે ટેકનીકલ એનાલીસીસ તેમજ લીધેલા નિવેદનોના અને પોલીસ ઈન્સકપેટકર જે.પી રોજીયા દ્વારા ગત સાંજના સુમારે તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકીબેન વ્યાસ તત્કાલીન ચીટનીશ ટું કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશ ચાવડાને તેમના નિવાસ સ્થાનેથી ઝડપી તમામની પુછપરછ હાથ ધરી હતી. અને જે હકીકત સામે આવી તે હચમચાવે તેવી છે.

આ પણ વાંચો :-