અઢી મહિના પહેલાં એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનું નવું રૂપ જોઈ…

Share this story
  • ઝઘડો કોઈ પણ કારણોસર હોય પણ રિવાબા પાસે લોકોને જાહેરમાં આ અપેક્ષા નહોતી. ભાજપે ભલે આ મામલે ચૂપકીદી સેવી છે. આપણે અહીં રિવાબા સાચા છે કે ખોટા છે એની વાત કરી રહ્યાં નથી.

આઈપીએલની ફાઈનલમાં ચેન્નાઈ વિજેતા બન્યા બાદ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ગળે મળ્યા પહેલાં પગે લાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો હતો. એ સમયે એમના સંસ્કારની આખી દુનિયા દિવાની બની હતી. કરોડો ક્રિકેટ પ્રેમીઓએ આ ઘટનાને ભારતના સંસ્કાર ગણાવ્યા હતા.

એ સમયે ચેન્નાઈની જીત કરતાં રિવાબાની વધારે ચર્ચા હતી. એક પત્નીએ જે ધર્મ નિભાવ્યો એ વખાણવાને લાયક તો હતો. પણ અઢી મહિનાના સમયગાળામાં જ ૨ દિવસ પહેલાં રિવાબાનું જાહેરમાં રૌદ્ર રૂપ જોઈને ફરી સવાલો ઉઠ્યા છે કે આ એ જ રિવાબા છે, જેમના સંસ્કારોની અઢી મહિના પહેલાં દુહાઈઓ અપાતી હતી.

ભાજપના એક કાર્યક્રમમાં થયેલા વિવાદ બાદ રિવાબાએ પોતાનાથી મોટા અને પીઢ રાજકારણી એવા જામનગરના ૨ ટર્મના સાંસદ પૂનમબેન માડમ અને જનસંઘથી જેનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે એવા મેયરને આંખો કાઢી ‘ઔકાતમાં રહેજો’ એવા શબ્દોનો ઉપયોગ કરતાં રિવાબા ફરી ચર્ચામાં આવ્યા છે.

ઝઘડો કોઈ પણ કારણોસર હોય પણ રિવાબા પાસે લોકોને જાહેરમાં આ અપેક્ષા નહોતી. ભાજપે ભલે આ મામલે ચૂપકીદી સેવી છે. આપણે અહીં રિવાબા સાચા છે કે ખોટા છે એની વાત કરી રહ્યાં નથી પણ અઢી મહિના પહેલાં જે રિવાબા દેશ સમક્ષ આવ્યા હતા અને ૨ દિવસ પહેલાંના રિવાબા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. કારણ કે એમને સન્માન તો દૂરની વાત રહી પણ પોતાનાથી સીનિયર નેતાઓ સામે હોવાનો મલાજો પણ નહોતો જાળવ્યો અને ભાજપની શિસ્તના ધજાગરા ઉડાવી દીધા હતા.

રિવાબા એ ભૂલી ગયા કે તેઓ એક સામાન્ય સ્ત્રી નહોતા વિશ્વમાં પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય છે. જેઓને ૫૦ હજાર મતોથી જીતાડીને જામનગર વાસીઓએ વિધાનસભા સુધી પહોંચાડયા છે. એમને ગુસ્સામાં જામગરનું પ્રતિનિધિત્વ કરતા મેયરને પણ છોડયા ન હતા.

આ પણ વાંચો :-