ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા જ બુમરાહે સર્જ્યો રેકોર્ડ, મેળવ્યું રોહિત-કોહલીના લિસ્ટમાં સ્થાન

Share this story
  • જસપ્રિત બુમરાહે ૧૧ મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત આપવી સાથે જ T20 ઈન્ટરનેશનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનનાર બુમરાહે ઘણા નવા રેકોર્ડ પણ સર્જ્યા છે.

આયર્લેન્ડ પ્રવાસ પર જસપ્રિત બુમરાહે ૧૧ મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા ૨૦૨૨માં જ્યારે તેને ઈજા પહેલા છેલ્લી મેચ રમી ત્યારે ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના ૫૦ રન આપ્યા હતા.

ભારત માટે ૩૨૭ દિવસ રમ્યા બાદ તેણે આયર્લેન્ડ સામે ૪ ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી. લાંબા સમયથી ટીમની બહાર રહેલો જસપ્રીત બુમરાહ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે અને તેને અર્શદીપને પણ પાછળ છોડી દીધો.

જસપ્રીત બુમરાહે અર્શદીપને પાછળ છોડી દીધો :

ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે. તેણે ૪૭ વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ ૨૩ વિકેટ સાથે આ યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર યુવા બોલર અર્શદીપ છે જેને ૨૧ વિકેટ લીધી છે. અશ્વિન ૧૬ વિકેટ સાથે ચોથા નંબર પર છે. આશિષ નેહરાએ ૧૫ અને વોશિંગ્ટન સુંદરે ૧૫ વિકેટ ઝડપી છે.

બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો :

ભારતે T20 સીરિઝની પ્રથમ મેચમાં આયર્લેન્ડને ૨ રને હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી ડકવર્થ લુઈસ નિયમથી ભારતને જીત મળી. આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો હતો. તેને રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે આ મેચ માટે બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ‘ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-