નવા સ્માર્ટફોનમાં ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો મૂકાઈ જશો મોટી મુશ્કેલીમાં

Share this story
  • ઈન્ટરનેટનો વપરાશ તેજીથી થઈ રહ્યો છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટથી સુવિધાઓમાં વધારો થયો છે, તેની સાથે સાથે જોખમ પણ વધ્યું છે.

ઈન્ટરનેટનો વપરાશ તેજીથી થઈ રહ્યો છે. હવે માત્ર લોકો કોલ કરવા માટે નહીં. પરંતુ બેન્કિંગ, સ્ટડી, મનોરંજન અને જાણકારી માટે સ્માર્ટફોનની ખરીદી કરે છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટથી સુવિધાઓમાં વધારો થયો છે, તેની સાથે સાથે જોખમ પણ વધ્યું છે.

સ્માર્ટફોનના કારણે સ્કેમ ઝડપથી વધી રહ્યા છે. અનેક લોકો સ્માર્ટફોનની મદદથી ઈન્ટરનેટ બેન્કિગ અને UPIથી પૈસા ટ્રાન્સફર કરે છે. જેનો સીધો ફાયદો સ્કેમર્ને થાય છે. આ કારણોસર સ્કેમર્સ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI આઈ ડીનીજાણકારી મેળવી લે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

  • એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝ કરવા માટે Gmail એકાઉન્ટ બનાવવાનું રહે છે. જેની મદદથી તમે તમામ સર્વિસ એક્સેસ કરી શકો છો.
  • Gmail પાસવર્ડ અન્ય વ્યક્તિને શેર ના કરવો. Gmailની મદદથી ફોનનો ડેટા એક્સેસ કરવામાં આવે છે.
  • જો તમારા ફોનમાં કોઈ મેસેજ આવે છે અને તેમાં બીજી કોઈ લિંક હોય તો તેના પર ક્લિક ના કરવું, તે સ્કેમર્સની કોઈ ચાલ હોઈ શકે છે.
  • અન્ય લોકો સાથે OTP શેર ના કરવો.
  • ફોન લોક રાખો. આ ફોનનો પાસવર્ડ અથવા પેટર્ન અન્ય વ્યક્તિ સાથે શેર ના કરો.
  • તેમાં અનેક બ્લોટવેયર્સ પણ હશે. તેના પર ક્લિક ના કરો. આ ડેટા લઈને વિજ્ઞાપન માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • બેન્કિંગ ડિટેઈલ્સ બાબતે સાવધાન રહેવું. સ્માર્ટફોન ફીચર્સ સાથે ફ્રેન્ડલી ના બનો ત્યાં સુધી બેન્કિંગ સર્વિસનો ઉપયોગ ના કરવો.
  • કોઈપણ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. સોન્ગ અથવા વિડીયો ડાઉનલોડ કરવા માટે અધિકૃત વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન.કોમ આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-