નવી નવી આવેલી SUV એ Tata Nexon ને પછાડી : ધડાધડ ખરીદી રહ્યા છે લોકો અને કિંમત માત્ર…

Share this story
  • SUV Sales : નેક્સન ભારતમાં સૌથી લોકપ્રિય SUVમાંથી એક છે. પરંતુ જુલાઈમાં નેક્સન નહીં આ નવી SUVની ખૂબ જ ડિમાન્ડ હતી.

ટાટા નેક્સન ખૂબ જ પોપ્યુલર SUV છે. આ અલગ અલગ મહિનામાં સૌથી વધારે વેચાયેલી SUV રહી ચુકી છે. નેક્સનની પોતાની બ્રાન્ડ વેલ્યું છે જે તેણે ઘણા સમયથી બજારમાં રહીને મેળવી છે. ગ્રાહક નેક્સન પર વિશ્વાસ કરે છે અને આજ કારણ છે કે તે દેશની સૌથી લોકપ્રિય SUVમાં શામેલ છે. પરંતુ ગયા જુલાઈ મહિનામાં કંઈક એવું થયું જેનાથી ટાટા નેક્સનને નુકસાન થયું છે.

હકીકતે SUV વેચાણના મામલામાં ટાટા નેક્સન ચૌથા ક્રમે આવી ગઈ છે અને તેનાથી ઉપર ત્રીજા ક્રમે એવી SUV છે જેને બજારમાં લોન્ચ થયે હાલ થોડા જ મહિના થયા છે. આ SUV મારૂતિ સુઝુકી ફ્રોંક્સ છે. જુલાઈમાં Maruti Fronxના કુલ ૧૩,૨૨૦ યુનિટ વેચાયા છે.

સૌથી વધારે વેચાઈ ટોપ-૫ SUV

  • Maruti Brezza- ૧૬,૫૪૩ યુનિટ વેચાયા
  • Hyundai Creta- ૧૪,૦૫૨ યુનિટ વેચાયા
  • Maruti Fronx- ૧૩,૨૨૦ યુનિટ વેચાયા
  • Tata Nexon- ૧૨,૩૪૯ યુનિટ વેચાયા
  • Tata Punch- ૧૨,૦૧૯ યુનિટ વેચાયા ,

Maruti Fronx  :

તેની કિંમત ૭.૪૬ લાખ રૂપિયાથી શરૂ છે અને ૧૩.૧૪ લાખ રૂપિયાનું ટોપ મોડલ છે. આ ત્રણ ડયુલ-ટોન અને છ મોનોટોન કલરમાં ઉપલબ્ધ છે. તેમાં બે એન્જિન ઓપ્શન અને બે ફ્યુલ ઓપ્શન મળે છે. તેનું ૧-લીટર ટર્બો પેટ્રોલ બૂસ્ટરજેટ ૧૦૦ પીએસ/૧૪૮ એનએમ જનરેટ કરે છે. જે માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નોલોજીની સાથે આવે છે. ત્યાં જ ૧.૨ લીટર ડયુલજેટ પેટ્રોલ ૯૦ પીએસ/૧૧૩ એનએમ જનરેટ કરે છે. તેમાં ૫-સ્પીડ મેન્યુઅલ, ૬-સ્પીડ ઓટોમેટિક અને ૫-સ્પીડ એએમટી ગેરબોક્સનું ઓપ્શન છે.

તેના ૧.૨ લીટર પેટ્રોલ એન્જિનની સાથે સીએનજીનું ઓપ્શન પણ મળે છે. જોકે સીએનજી પર તેનું પાવર આઉટપુટ ૭૭.૫ પીએસ અને ૯૮.૫ એનએમ મળે છે. સીએનજીમાં ફક્ત ૫-સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ આપવામાં આવ્યું છે. આ પેટ્રોલ પર ૨૨.૮૯ કિમી પ્રતિ લીટર સુધી જ્યારે સીએનજી પર ૨૮.૫૨ કિમી પ્રતિ કિમી સુધી માઈલેજ આપે છે.

આ પણ વાંચો :-