સુરતમાં ભાજપ અગ્રણીની દાદાગીરી, સોસાયટી પાસેથી નીકળી રહેલા શ્રમિકોને..

Share this story
  • સુરત જિલ્લામાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં પાંચ જેટલા શ્રમિકોને માર મારવાનો મામલો સામે આવ્યો છે.

મોડી રાત્રે સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શ્રમિકોને ચોર સમજીને ભાજપના અગ્રણી અને સરપંચ પતિ સહિત સોસાયટીના રહીશોએ તેમને માર માર્યો હતો. જેમાં શ્રમિકો ઈજાગ્રસ્ત થતા પોલીસે તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડીને મામલો થાળે પાડયો હતો.

ભાજપ અગ્રણી સહિત રહીશોએ શ્રમિકોને માર્યા :

સુરતના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ૫ ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની સમસ્યા વધતા સ્થાનિકોએ રાત્રે પહેરો કરવાનું નક્કી કર્યું. દરમિયાન શુક્રવારે રાત્રે ગામના યુવકો સોસાયટીની છત પર બેઠા હતા.

ત્યારે સિદ્ધેશ્વર પાર્ક સોસાયટી પાસેથી ૫ જેટલા અજાણ્યા શખ્સો પસાર થતા રહીશોએ તેમને પાછળથી ઝડપી લીધા હતા. જે બાદ આજુબાજુની સોસાયટીના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. ભાજપ અગ્રણી દેવુ ચૌધરી સહિત અન્ય રહીશોએ આ યુવકોને ઢોર માર માર્યો હતો.

ઈજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલ ખસેડાયા :

ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે બારડોલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મામલાની જાણ થતા યુવકોના પરિજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમાં એક શ્રમિકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ ઈજાગ્રસ્તોના નિવેદનો લઈને ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :-