ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો થઈ ચૂકી છે આગાહી

Share this story
  • Gujarat Weather Forecast : રાજ્યમાં આજથી ફરી જામશે વરસાદી માહોલ. ૨ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ સાથે દક્ષિણ ગુજરાતમાં થશે વરસાદ.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માટે વરસાદી માહોલ જામશે. શું છે ચોમાસાના નવા રાઉન્ડ પાછળના કારણો અને કયા જિલ્લા ફરી તરબોળ થઈ શકે છે તેવો સૌને સવાલ છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે.

રાજ્યના તમામ ભાગોમાં મધ્યમથી ભારે વરસ્યા બાદ શ્રાવણમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો ૧૯ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદ પોતાનું જોર બતાવશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. જેની પાછળનુ કારણ છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ.