શ્રાવણમાં સોમનાથમાં ખાસ પૂજા, ‘દાદા’ને ચરણે ધરાવાઈ આકડાની માળા, શિવલિંગ પર મૂકાઈ રજત મુખાકૃતિ

Share this story
  • શ્રાવણના તૃતીય દિવસે સોમનાથ મહાદેવ શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલે કે આંકડાના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શિવજીની રજત મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવી હતી.

શિવ ભક્તોનો મહા ઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે. ત્યારે સોમનાથ મંદિરમાં ભગવાન મહાદેવજીને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવ્યો છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે.

અર્ક ફૂલની પૂજા કરવાનું અનેરો મહત્વ છે :

સનાતન ધર્મમાં પ્રાચીન સમયથી મહાદેવને અર્ક ફૂલની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે.

તેના કર્મફળમાં સુધારો થાય છે. તેમજ પૂજા કરનારને આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પ્રાચીન પરંપરાઓમાં પણ જોવા મળે છે.

અર્ક પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોનો માનસિક સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે.

આ પણ વાંચો :-