Home Blog Page 988

આમ આદમી પાર્ટીનો યુવા નેતા અને કહેવાતો સોશિયલ એક્ટિવિસ્ટ તોડ કરતાં ઝડપાયો

0
  • કતારગામનાં બિલ્ડરને બદનામ કરવા અને બિલ્ડર પાસેથી ૦૧ લાખની ખંડણી વસૂલનારા દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમ સામે ગુનો દાખલ થયો.

સુરતનાં કતારગામનાં બિલ્ડરને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી અપશબ્દો સાથે પોસ્ટ મૂકીને બદનામ કરવાની કરતૂત દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમને ભારે પડી. કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સ્વર્ગ રેસિડેન્સી ખાતે રહેરા મગનભાઈ ત્રિકમભાઈ ડોબરિયા (ઉ.વ. ૬૦ મૂળ ગામ. રોહિશાળા, બોટાદ) વ્યવસાયે બિલ્ડર છે. લાલ દરવાજા ખાતે એક્સિલન્ટ બિઝનેસ હબમાં માર્ક ડેવલોપર્સનાં નામે તેઓ ઓફિસ ધરાવે છે.

આ દરમિયાન કતારગામમાં સ્વર્ગ રેસિડેન્સી ખાતે તેમણે બાંધકામ કર્યું હતું. ત્યાં કે યુવકે જઈને ફેસબુકનાં માધ્યમ થકી લાઈવ થઈને “આ બાંધકામ ગેરકાયદે છે અને જમીન પચાવી પડી છે. ૧૫ દિવસમાં જમીન ખાલી કરવાની નોટિસ પણ આપી છે”. એવું ફેસબુકમાં લાઈવ થઈને વાત કરી હતી.

તપાસ કરતાં માલૂમ પડ્યું કે, બાજીરાવ સિંઘમ નામના એકાઉન્ટ ધરાવનારા યુવકનું નામ દિનેશ કાળુંભાઈ ગોપાણી હોવાનું ખૂલ્યું હતું. તે યુવકે સોશિયલ મીડિયામાં મગન ડોબરિયાની બદનામી કરવાનું ચાલ્યું રાખ્યું હતું. તેને ફેસબુક પર “ઘણા ભગત અને મગનલાલ રોહિશાળા તમે ભલે ચાર હજાર કરોડનાં માલિક હોય પણ બાજીરાવની નજરમાં તો તમે ચીટર અને ચોર જ છો, બિલ્ડર ભગત અને મગન ડોબરિયા કેસમાં પડાવી લીધી જગ્યાનું લાઈવ થોડા સમયમાં પાછું લાઈવ કરી લોકો સમક્ષ આ ઘટના ફરી મૂકીશું, તમને ઈશ્વરનો પણ ડર નથી કે પછી રૂપિયા માટે ગમે તેની ગેમ કરી નાંખવાની?'” વગેરે જેવા શબ્દો લખ્યાં હતા.

બિલ્ડરે વાતચીતનું રેકોડિંગ કરી લીધું :

મગનલાલ ડોબરિયા વિરુદ્ધ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે મહેશભાઈ નામના વ્યક્તિને મધ્યસ્થી કરવાની વાત કરી હતી. મહેશભાઈએ કહ્યું કે, બાજીરાવને ૦૫ લાખ રૂપિયા જોઈએ છે. બિલ્ડર મગનલાલ ડોબરિયાએ મહેશભાઈ હસ્તક દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમને બોલાવી વાતચીત કરી હતી. ૨.૫૦ લાખમાં તેઓ વચ્ચે સેટલમેન્ટ થયું હતું અને ૦૧ લાખ ડોબરિયાએ આપી પણ દીધાં હતા. જોકે તેમણે આ મિટિંગ-વાતચીતનું મોબાઈલમાં રેકોડિંગ કરી લીધું હતું.

પંદર દિવસમાં બાકી રહેલા રૂપિયા આપવાની વાત થઈ હતી. પરંતુ મગનલાલ ડોબરિયાએ રૂપિયા નહીં આપતા કરી બાજીરાવ સિંઘમે ફેસબુક પર બદનામી કરવાનું શરૂ કર્યું હતું. આખરે મગનલાલ ડોબરિયાએ ફરિયાદ આપતા મહિધરપૂરા પોલીસે દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમ કાળુભાઈ ગોપાણી સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

મોટા નેતાનો કાફલો નીકળ્યો, પોલીસે ગરીબ વૃદ્ધને સાઈકલ સહિત ધક્કો મારી દીધો, દ્રશ્યો જોઈને…

0
  • UPના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના કાફલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ટ્રાફિક પોલીસના વર્તનથી ખૂબ જ નારાજ થઈ રહ્યા છે.

ટ્રાફિક પોલીસના એક અધિકારીએ એક સાયકલ સવાર વૃદ્ધને રોડથી ધક્કો આપીને રસ્તાની નીચે પાડી દીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો ૨૭ ઓગસ્ટનો છે. જ્યારે ડેપ્ટ. સીએમ કેશવ પ્રસાદ મૌર્ય મઉ જિલ્લાના સરાયસાદી વિસ્તારમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસના અધિકારી રોડ પર ઉભા છે. ડેપ્યુટી સીએમના કાફલાની રાહ જોવાઈ રહી છે. રોડ પર વાહન આવી રહ્યા છે. તે સમયે એક સાયકલ પર વૃદ્ધ ત્યાંથી પસાર થાય છે.

ટ્રાફિક પોલીસ વૃદ્ધને રસ્તા પરથી હટવા માટે કહે છે. તેમાં કાફલાના આવવાનો અવાજ ટ્રાફિક પોલીસને સંભળાય છે. વૃદ્ધને રોકવામાં આવે છે તે રસ્તાની સાઈડ પર સાયકલ ચલાવી રહ્યા હોય છે પરંતુ તેમને કંઈ સમજ નથી આવ્યું અને તે આગળ વધવા લાગે છે.

વૃદ્ધને ટ્રાફિક પોલીસે માર્યો ધક્કો :

એટલામાં ટ્રાફિક પોલીસના અધિકારીએ વૃદ્ધની પાસે દોડીને આવે છે. વૃદ્ધને ઉભા રહેવા માટે કહે છે. બન્નેમાં બોલાચાલી થાય છે કાફલો નજીક આવવા લાગે છે અને જલ્દી જલ્દીમાં પોલીસ સાયકલની સાથે વૃદ્ધને રોડની સાઈડમાં ધક્કો મારી દે છે. વૃદ્ધ સાઈકલ સહિત નીચે પડી જાય છે. કાફલો પસાર થાય છે.

આ પણ વાંચો :-

 

સાળંગપુરમાં શખ્સે વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવી તોડફોડ કરી, મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો

0
  • સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે.

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.

સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો પર એક ભક્ત દ્વારા લાગણી દુભાતા કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. આ બાદ પોતાની પાસે રહેલા હથિયારથી ચિત્રો પર હુમલો કરીને તોડ ફોડ કરવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જે બાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તો મંદિર પ્રશાસન દ્વારા હુમલાની ઘટનાને લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસને ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો :-

સાળંગપુર મંદિર વિવાદ મામલે કરણી સેનાએ આપી ચીમકી, સાંસદે સ્વામિનારાયણ સંતોને આપી સલાહ

0
  • સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે.

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે.

આ વિવાદમાં હવે કરણી સેના પણ ઉતરી છે અને ૨ દિવસનું અલ્ટીમેટમ મંદિરને આપવામાં આવ્યું છે. તો સાંસદ રામ મોકરિયાએ પણ આ અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

કરણી સેનાએ ૨ દિવસનું અલ્ટીમેટમ આપ્યું :

સુરતમાં કરણી સેનાએ સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રોને લઈને વિરોધના સૂર ઉઠાવ્યા છે. કરણી સેનાના રાજ શિખાવતે ૪ સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો ૪ સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.

બીજી તરફ ભીમનાથ મહાદેવ મંદિરના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગિરી બાપુ પણ રોશમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મંદિર દ્વારા વહેલી તકે ભીંત ચિત્રો હટાવી લેવા જોઈએ. આગામી ચારથી પાંચ દિવસમાં લીંબડી મુકામે ૧૦૦ જેટલા સાધુ-સંતો ની બેઠક મળશે. ત્યારબાદ ભીમનાથ મંદિર ખાતે ૩૦૦૦ હજાર સાધુ સંતોનું અધિવેશન મળશે.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભીતચિત્રોને લઈ યોગ્ય કરે તેવી આશા છે નહિતર અમને બધા ધર્મ ગુરુને કેવી રીતે ભીંતચિત્રો કાઢવા તે આવડે છે. જરૂર પડે તો ૫૦૦૦ હજાર જેટલા સાધુ સંતો સાળંગપુર મંદિર ભેગા થઈ ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો કરી ભીંતચિત્રો હટાવીને રહેશું.

સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, કોઈ ભગવાનને નીચા ના દેખડવા જોઈએ, હનુમાનજીને નીચા દેખાડવામાં આવ્યા તે યોગ્ય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને હું વિનંતી કરું છું કે વિવાદ ન થાય તેવું કરવું જોઈએ. વિવાદ ઉભો થાય તો તેમાંથી હટી જવું જોઈએ.

હિન્દુ સમાજમાં અંદરો અંદર વિવાદ ઉભો થાય તેવું ન કરવું જોઈએ. મંદિરના પૂજારી હોય તો એને પૂજારી તરીકે જ રહેવું જોઈએ. એ એમ કહે કે હું ભગવાન છું તો એ ના ચાલે. હિન્દુ સમાજમાં ખોટા ભાગ ન પડે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવા ચિત્રો દૂર કરવા જોઈએ. શંકરાચાર્યથી કોઈ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ.

આ પણ વાંચો :-

 

Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ, ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો

0
  • ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન ૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે Aditya-L1 પર ટકેલી છે.

ભારત ઝડપથી સ્પેસમાં પણ પોતાનો પાવર દેખાડી રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 (Aditya L1) મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આદિત્ય-એલ 1નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય-એલ 1નો ઉદ્દેશ્ય CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે.

ઈસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ 1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધી કાઢશે. મિશન આદિત્ય-L1 (મિશન આદિત્ય L1) ને ISRO ના ISTRAC સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે.

આદિત્ય-એલ 1ના પ્રક્ષેપણ સાથે ભારતની અવકાશ એજન્સી ISRO વિશ્વની એવી કેટલીક અવકાશ એજન્સીઓમાંની એક બની જશે જેણે અત્યાર સુધી સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યા છે. આ યાદીમાં અમેરિકા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન અને ચીનના સ્પેસ મિશનના નામ સામેલ છે.

આ પણ વાંચો :-

 

Asia Cup 2023 : IND vs PAK મેચ પહેલા વિરાટ કોહલીની પાકિસ્તાની ખેલાડી સાથે શું વાત થઈ ?

0
  • એશિયા કપની સૌથી રોમાંચક મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ભારતના બેટસમેન અને પાકિસ્તાનના પેસ બોલર્સ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ વચ્ચે સીધો મુકાબલો થશે.

એશિયા કપની સૌથી રોમાંચક મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ભારતના બેટસમેન અને પાકિસ્તાનના પેસ બોલર્સ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ વચ્ચે સીધો મુકાબલો થશે. આ વર્ષની સૌથી હાઈપ્રોફાઈલ મેચ માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલેમાં બપોરે ૩ વાગ્યે શરૂ થશે.

આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની મુલાકાતનો વીડિયો ચર્ચામાં છે. જેમાં હરિસ રાઉફ અને વિરાટ કોહલી એકબીજાને ગળે લાગતા જોવા મળી રહ્યા છે. એકબીજાના હાલચાલ જાણી રહ્યા છે. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે પચાસ ઓવરના ફોર્મેટ વિશે વાત કરી હતી.

વિરાટ અને રાઉફ એકબીજાને મળીને ખૂબ જ ખુશ દેખાતા હતા. રઉફે આ દરમિયાન મોહમ્મદ સિરાજ સાથે પણ વાત કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે પણ મુલાકાત થઈ હતી. આ સિવાય કિંગ કોહલી અન્ય પાકિસ્તાની ખેલાડીઓ શાહીન શાહ આફ્રિદી અને શાદાબ ખાનને પણ મળ્યો હતો.

રાઉફે વિરાટને ગળે લગાવ્યો :

આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પ્રેક્ટિસ સેશનનો છે. વીડિયોમાં રાઉફ વિરાટને કહી રહ્યો છે કે, હું જ્યાંથી નીકળું છું ત્યાં લોકો ‘કોહલી-કોહલી’ની બૂમો પાડે છે. આ સાંભળીને વિરાટ કોહલી હસવા લાગે છે. પછી બંને લોકો આગળ વધે છે અને એકબીજાને ગળે લગાવે છે.

બંને વચ્ચે શું વાતો થઈ ?

આ વીડિયોમાં વિરાટ રાઉફને પૂછી રહ્યો છે કે, શું તેની બોડી ઠીક છે? પછી રાઉફ કહે, બસ લાગેલા છીએ. તેના પર વિરાટ રાઉફને કહે છે કે મોટી ટૂર્નામેન્ટ આવી રહી છે. વિરાટ વર્લ્ડ કપ તરફ ઈશારો કરી રહ્યો હતો. આ સાંભળીને હરિસ રાઉફે કહ્યું કે બસ પાગલ થઈ રહ્યો છું. બેક ટુ બેક મેચો છે.

વીડિયોમાં હરિસ રાઉફ વિરાટ કોહલીને કહી રહ્યો છે કે તેણે અફઘાનિસ્તાન સાથે સીરિઝ રમી છે. પરંતુ જ્યારે તે તમારી સાથે રમે છે ત્યારે મજા આવે છે. આ દરમિયાન રાઉફે ગયા વર્ષે વિરાટને નેટમાં બોલિંગ કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. રાઉફે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નેટસમાં વિરાટ કોહલીને બોલ્ડ કર્યો હતો.

કોહલી અને રાઉફ વચ્ચે શાનદાર બોન્ડિંગ છે :

આમ તો વિરાટ અને રાઉફ વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. વિરાટે એશિયા કપ ૨૦૨૨માં હરિસ રાઉફને પોતાની સાઈન કરેલી જર્સી આપી હતી. આ એ જ હરિસ રાઉફ છે. જેની વિરાટ કોહલીએ ૨૦૨૨ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોરદાર ધોલાઈ કરી હતી. વિરાટે હરિસ પર ફટકારેલી સિક્સને આજે પણ ઘણા ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. તે મેચમાં વિરાટની ૫૩ બોલમાં ૮૨ રનની ઈનિંગના કારણે ભારતે છેલ્લા બોલ પર પાકિસ્તાનને હરાવ્યું હતું.

આ પણ વાંચો :-

કોણ છે ભારતી દેવી જે વર્ષોથી આસારામનું ૧૦,૦૦૦ કરોડનું સંભાળી રહી છે સામ્રાજ્ય, આસારામને છે પૂરો વિશ્વાસ

0
  • આસારામ બાપુને જેલમાં બંધ થયાને દસ વર્ષ વીતી ગયા છે. તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. હવે સવાલ એ છે કે આસારામની કરોડોની સંપત્તિ કોણ સંભાળી રહ્યું છે. આજે એ મહિલાની કહાની વાંચી લો જેને આસારામે પોતાનું સમગ્ર સામ્રાજ્ય સંભાળવા માટે આપ્યું છે.

આસારામ બાપુ જેમને એક સમયે તેમના ભક્તો દ્વારા આટલું માન-સન્માન આપવામાં આવતું હતું, તેમને ભગવાન પણ માનતા આસારામ બાપુની કડવી વાસ્તવિકતા ૧૦ વર્ષ પહેલા સામે આવી હતી. બળાત્કારનો આરોપ, દોષિત પુરવાર થયો અને જેલના સળિયા પાછળ પહોંચી ગયા.

આસારામે જેલવાસના ૧૦ વર્ષ પૂરા કર્યા છે. જ્યારે આસારામ બહાર હતા ત્યારે તેમણે પોતાના કાળા કારોબારથી કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. સેંકડો આશ્રમો, દુકાનો, શાળાઓ આસારામની મિલકત અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની છે. આસારામે જેલમાં ગયા બાદ આ સંપત્તિને સંભાળવાની જવાબદારી ભારતી દેવીને આપી છે.

કોણ છે ભારતી દેવી જે આસારામના સમગ્ર બિઝનેસ પર નજર રાખે છે ?

હકીકતમાં આસારામની સાથે આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. તેના પર મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરવાનો અને બાળકોની હત્યા કરવાનો પણ આરોપ છે. ભારતી દેવી આસારામના તમામ આશ્રમોની દેખભાળ કરી રહી છે. ભક્તો ભારતી દેવીને ભારતીશ્રીના નામથી ઓળખે છે. ઉંમર ૪૪ વર્ષ. ક્યારેક સફેદ ઝભ્ભામાં તો ક્યારેક ફૂલોથી શણગારેલા મેક-અપમાં તે ભક્તો વચ્ચે પ્રવચન આપે છે.

ભારતી દેવી કેવી રીતે બની ૧૦ હજાર કરોડ રૂપિયાની માલિક ?

ભારતી દેવી આસારામની પુત્રી છે. આસારામ અને નારાયણ સાંઈ જેલમાં ગયા પછી ભારતી દેવીએ સમગ્ર આસારામ ટ્રસ્ટની જવાબદારી સંભાળી લીધી. આસારામના દેશભરમાં ૪૦૦થી વધુ આશ્રમો છે. અહીં ૧૫૦૦ થી વધુ સેવા સમિતિઓ, લગભગ ૧૭ હજાર બાલ સંસ્કાર કેન્દ્રો અને ૪૦ ગુરુકુલ છે. ભારતી દેવી છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ મિલકતો સંભાળવાનું કામ કરી રહી છે. જો કે વર્ષ ૨૦૧૮ માં જ્યારે આસારામ બાપુને પહેલા બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે તેમની પુત્રીએ તેમનાથી પોતાને દૂર કરી લીધા હતા. ભારતી દેવીએ તે સમયે કહ્યું હતું કે તેને આસારામ બાપુના આશ્રમો સાથે કોઈ લેવાદેવા નથી.

ભારતી દેવી પર ઘણા ગંભીર આરોપો : 

પિતા આસારામ બાપુ અને ભાઈ નારાયણ સાંઈની જેમ ભારતી દેવી પણ ગંભીર આરોપોનો સામનો કરી રહી હતી. આ આરોપો અનુસાર ભારતી દેવી તેના પિતાના આશ્રમમાં છોકરીઓને ડ્રોપ કરતી હતી. પિતાની ઈચ્છા મુજબ તે છોકરીઓને આશ્રમમાં લઈ જવાતી હતી. આસારામના એક શિષ્યએ ભારતી દેવી પર આ આરોપો લગાવ્યા હતા. અમૃત પ્રજાપતિએ કહ્યું હતું કે આસારામ ભારતીને ફોન કરતો હતો અને તે કારમાં છોકરીઓને લઈને આવતી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદની ૧૦ ટ્રેનો રદ, ચારના રૂટમાં કરાયો ફેરફાર, પહેલાં જોઈ લેજો આ લિસ્ટ

0
  • ઉત્તર રેલવેમાં રિમોડેલિંગની કામગીરીને લઈ અમદાવાદની ૧૦ ટ્રેનો રદ્દ કરાઈ, જ્યારે ૪ ટ્રેનના રૂટમાં કરાયો ફેરફાર.

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર રેલવેના વારાણસી ખાતે રિમોડેલીંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનની ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ૪ ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત ૨ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.

૧૫ ઓક્ટોબરે પૂર્ણ થશે કામગીરી :

વારાણસી ખાતે રિમોડેલિંગ અંતર્ગત નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝિનની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ૧૫ ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થશે. ૧૧ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોમ્બર ૧૬ ટ્રેનના શેડયુલને અસર થશે.

કઈ કઈ ટ્રેનો કરાઈ રદ ?

ક્રમ ટ્રેન નંબર અને નામ
1 15635 (ઓખા – ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ)
2 15636 (ગુવાહાટી -ઓખા દ્વારકા એક્સપ્રેસ)
3 15667 (ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ)
4 15668 (કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ)
5 19421 (અમદાવાદ-પટના એક્સપ્રેસ)
6 19422 (પટના-અમદાવાદ એક્સપ્રેસ)
7 09417 (અમદાવાદ-પટના સ્પેશિયલ)
8 09418 (પટના – અમદાવાદ સ્પેશિયલ)
9 09525 (ઓખા – નાહરલાગુન સ્પેશિયલ)
10 09526 (નાહરલાગુન- ઓખા સ્પેશિયલ)

કઈ ટ્રેનોને કરાઈ ડાયવર્ટ ?

ક્રમ ટ્રેન નંબર અને નામ
1 19167 (અમદાવાદ – વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ)
2 19168 (વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ)
3 19489 (અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ)
4 19490 (ગોરખપુર -અમદાવાદ એક્સપ્રેસ)

 

આ પણ વાંચો :-

આ મંદિરમાં પ્રેમીને પ્રાપ્ત કરવા યુવક-યુવતી રાખે છે બાધા, દર્શન કરવાની માનતા રાખવાથી લવમેરેજને મળી જાય છે મંજૂરી

0
  • એક અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે. આ મંદિર ગણપતિ ભગવાનનું છે અને અહીં દર બુધવારે પ્રેમીઓનો મેળો ભરાય છે. અહીં પ્રેમી યુગલ પોતાના મનપસંદ જીવનસાથીને પ્રાપ્ત કરવાની માનતા રાખવા પહોંચે છે. અહીં શ્રદ્ધાથી ગણપતિજીને લગ્નનું આમંત્રણ આપવાથી પ્રેમી યુગલોની લવ મેરેજની ઈચ્છા પુરી થાય છે.

ભારતમાં આમ તો લાખોની સંખ્યામાં મંદિર આવેલા છે. તેમાંથી કેટલાક મંદિર પોતાની અનોખી પરંપરા અને માન્યતાના કારણે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ જાય છે. આવું જ એક અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે.

આ મંદિર એકમાત્ર મંદિર છે જ્યાં પ્રેમીઓનો મેળો ભરાય છે. આ મંદિર વિશે માન્યતા છે કે પ્રેમીયુગલ અહીં માનતા રાખે તો તેમની લવ મેરેજની ઈચ્છા પૂરી થાય છે. આ સિવાય યુવક યુવતી અહીં મનપસંદ પ્રેમીની કામના પૂરી થાય તે માટે દર્શન કરવા પણ આવે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરે દર્શન કરવા આવનાર ભક્તમાં મોટાભાગે પ્રેમી પ્રેમિકા હોય છે. આ જ કારણ છે કે આ ગણેશ મંદિરનું નામ ઈશ્કિયા ગણેશ મંદિર પડી ગયું છે. મંદિર વિશે કહેવાય છે કે અહીં આવનાર પ્રેમીની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આજ સુધી અહીં આવનાર કોઈપણ ભક્ત નિરાશ થયા નથી ખાસ કરીને પ્રેમીઓની લવમેરેજની કામના પણ ઈશ્કિયા ગણેશ મંદિરમાં પૂરી થઈ જાય છે.

માન્યતા અનુસાર આ મંદિરમાં દર્શન કરીને સાચા મનથી પૂજા કરવામાં આવે તો અવિવાહિત પ્રેમીઓના લગ્ન જલ્દીથી નક્કી થઈ જાય છે અને તેમને મનપસંદ જીવનસાથી મળે છે. આ સિવાય પ્રેમી યુગલ અહીં પોતાની મનોકામના પૂરી થાય તે માટે મોટી સંખ્યામાં આવે છે.

આ મંદિરે બુધવારના દિવસે મોટી સંખ્યામાં પ્રેમીઓ દર્શન કરવા આવે છે. જે પ્રેમી યુગલના લગ્નમાં બાધા આવતી હોય તેવો લવ મેરેજ માટે અહીં માનતા પણ રાખે છે. માન્યતા છે કે જે પ્રેમી યુગલ શ્રદ્ધાથી અહીં ભગવાનને પોતાના લગ્નનું નિમંત્રણ આપે છે તેમના લવ મેરેજને પણ જલ્દીથી મંજૂરી મળી જાય છે. આ મંદિર દર્શન માટે સવારે ૫:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જોકે બુધવારે આ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરનું નામ પહેલા ગુરુ ગણપતિ હતું. પરંતુ આ મંદિરમાં લોકોની નજરથી છુપાઈને પ્રેમી પ્રેમીકા મળવા આવતા હતા. તેઓ ભગવાન ગણેશને મનપસંદ પ્રેમીને જીવનસાથી તરીકે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરતા હતા. ધીરે ધીરે અનેક યુગલોની આ મનોકામના પૂર્ણ થવા લાગી અને ગુરુ ગણપતિ પણ ઈશ્કિયા ગણપતિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન.કોમ તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

IAS Story : લુકમાં કોઈ મોડલથી કમ નથી, પહેલાં બની ડોક્ટર પછી IAS

0
  • UPSC પરીક્ષા પાસ કરવી સહેલી નથી અને ઘણી વખત નાપાસ થયા પછી, વ્યક્તિએ સખત મહેનત કરીને ફરીથી પરીક્ષા આપવી પડે છે. આવી જ એક કહાની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રહેવાસી ડો.અપાલા મિશ્રાની છે.

ડો.અપાલા મિશ્રાએ પોતાનો શરૂઆતી અભ્યાસ દેહરાદૂનથી કર્યો હતો અને ૧૦મા પછી અભ્યાસ માટે દિલ્હી આવી હતી. ૧૨મા પછી અપલાએ આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, હૈદરાબાદમાંથી ડેન્ટલ સર્જરીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને પ્રોફેશનલ ડેન્ટિસ્ટ બની.

ડેન્ટિસ્ટ બન્યા પછી અપાલા મિશ્રા (Apala Mishra) એ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને વર્ષ ૨૦૧૮ માં પ્રથમ વખત પરીક્ષા આપી.

અપાલા મિશ્રા (Apala Mishra) એ કહ્યું, ‘યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે હું દરરોજ લગભગ ૭ થી ૮ કલાક અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં હું તૈયારી માટે કોચિંગમાં જોડાઈ, પરંતુ થોડા દિવસો પછી મેં જાતે જ અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને મારી રીતે તૈયારી કરવાનું શરૂ કર્યું.

પોતાની તૈયારી વિશે અપાલા મિશ્રા (Apala Mishra) કહે છે કે વર્ષ ૨૦૧૮માં તેણે UPSC પરીક્ષા વિશે વાંચવાનો અને કોર્સ સમજવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત મેં મારી શક્તિઓ અને નબળાઈઓ પર ધ્યાન આપ્યું, કારણ કે અભ્યાસક્રમ મારા માટે તદ્દન અલગ હતો. તેથી પેટર્ન સમજવામાં સમય લાગ્યો.

ડો. અપાલા મિશ્રા (Apala Mishra) સતત બે વાર નિષ્ફળ ગઈ અને તે પ્રિલિમ પરીક્ષા પણ પાસ કરી શકી નહીં. જો કે, ત્રીજા પ્રયાસમાં અપાલાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને CSE 2020માં ૯મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની.

અપાલાએ ઈન્ટરવ્યુ દરમિયાન૨૧૫ માર્ક્સ મેળવ્યા. જે UPSC પરીક્ષામાં સૌથી વધુ છે. અગાઉ ઈન્ટરવ્યુ રાઉન્ડમાં સૌથી વધુ માર્કસ મેળવવાનો રેકોર્ડ ૨૧૨નો હતો.

આ પણ વાંચો :-