Home Blog Page 948

અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યું ભવ્યાતિભવ્ય સ્વામીનારાયણ મંદિર, અંદર સ્વર્ગ જેવી થાય છે અનુભૂતિ

  • અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ૮મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ગુજરાત ગાર્ડિયન પર ભવ્યાતિભવ્ય મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ૧૨ વર્ષોમાં સમગ્ર યુએસમાંથી ૧૨,૫૦૦ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર ૧૮૩ એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર ૧૦,૦૦૦ પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે.

મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી ૧૮ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.

૧૨મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે ૫૦૦ એકરમાં ફેલાયેલું છે. તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. નવી દિલ્હીમાં બનાવેયાલું અક્ષરધામ મંદિર ૧૦૦ એકરમાં બનાવાયેલું છે.

આ મંદિર ઔપચારિક રીતે ૮ ઓક્ટોબરના રોજ ઉદઘાટન કરવામાં આવશે. પરંતુ ૧૮ ઓક્ટોબરથી તે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

આ પણ વાંચો :-

Asian Games Hangzhou : શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ વગાડયો ડંકો, ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

0
  • ચીનના હોંગઝોઉમાં યોજાયેલા ૧૯મા એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જોવા મળી રહ્યો છે.

ચીનના હોંગઝોઉમાં યોજાયેલા ૧૯મા એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જોવા મળી રહ્યો છે. કારણ કે આજે ૧૯મી એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે.

ભારતને મળ્યો પહેલો ગોલ્ડ :

૧૯માં એશિયન ગેમ્સમાં ભારતને આજે પહેલો ગોલ્ડ મળ્યો છે. પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવારની ત્રિપુટીએ આ ગોલ્ડ મેડલ ભારતને નામે કર્યો. આ ત્રિપુટીએ ૧૮૯૩.૭ અંક મેળવ્યા અને ટોપ પર રહી.

રોઈંગમાં વધુ એક મેડલ :

ભારતને ત્યારબાદ વધુ એક મેડલ મળ્યો. રોઈંગની મેન્સ-૪ સ્પર્ધામાં જસવિંદર, આશીષ, પુનિત અને આશીષે બ્રોન્ઝ જીત્યો. રોઈંગમાં ભારતના બલરાજ પંવાર મેડલથી ચૂકી ગયા. મેન્સ સિંગલ્સમાં સ્કલ્સ ફાઈનલમાં બલરાજ ચોથા નંબર પર રહ્યા. ચીનને આ ઈવેન્ટમાં ગોલ્ડ, જાપાનને સિલ્વર, અને હોંગકોંગે બ્રોન્ઝ મેડલ જીત્યો.

પહેલા દિવસે જીત્યા હતા ૫ મેડલ :

ભારતે ૧૯મી એશિયન ગેમ્સમાં પહેલા દિવસે 5 મેડલ મેળવ્યા હતા. જેમાં મેહુલી ઘોષ, આશી ચોક્સે, અને રમિતા જિંદાલે ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)માં સિલ્વર મેડલ, અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહે મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)માં સિલ્વર, બાબુલાલ અને લેખ રામે મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ)માં બ્રોન્ઝ, મેન્સ કોક્સ્ડ ૮ ટીમ (રોઈંગ)માં સિલ્વર, રમિતા જિંદાલે વુમન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)માં  બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

આ પણ વાંચો :-

 

 

 

ફરી મહેસાણા, તાપી સહિત અનેક જિલ્લાઓ પર મેઘરાજા થશે મહેરબાન, એકસાથે ૩૦ તાલુકાઓમાં વરસાદની આગાહી

0
  • રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના ૩૦ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદે જાણે કે વિરામ લીધો છે. આવા સંજોગોની વચ્ચે આજે રાજ્યના ૩૦ તાલુકાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો પ્રેશર એરિયા આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયોમાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ વિસ્તારોમાં આજે પડી શકે છે વરસાદ  :

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

 દેશની આઝાદીના અમૃતકાળ પછી પણ આજે પ્રત્યેક પરિવારને દીકરીની સલામતીની કેમ ચિંતા થાય છે, માસૂમ બાળકોને હવસખોરીથી બચાવવા કોઈ જ કાયદો નથી ?

  • માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવતા હવસખોરોને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવવા જેવી સજા કરવામાં નહી આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે.
  • એકલા રહેતા ગરીબ શ્રમજીવી પરિવારોના ભૂલકાઓ સાથે આચરવામાં આવતી હવસખોરી જેવી ઘટનાઓની કદાચ નોંધ લેવામાં નહી આવતી હોય.
  • થોડા દિવસ પહેલા સુરત નજીકના પલસાણામાં માસૂમ બાળકીને ખેતરમા ખેંચી જઈને બળાત્કાર ગુજારાયો હતો જ્યારે સચિનમાં ૪૪ વર્ષના હવસખોરે માત્ર ૭ વર્ષની બાળકી ઉપર દિવસો સુધી બળાત્કાર ગુજાર્યો હતો, આ જ વિસ્તારમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી સગીરા ઉપર વધુ એક હવસખોરે બળાત્કાર ગુજાર્યો હતો.

પાછલા કેટલાક સમયથી જાણે બળાત્કારીઓ હેવાન બની ગયા છે. ઉપરાછાપરી બળાત્કારની બનતી ઘટનાઓએ સમાજ વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી દીધા છે. અનેક બળાત્કારીઓની ધરપકડનો દોર અને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવામાં આવવા છતાં હવસખોરી કાબૂમાં આવતી નથી અને હવે વળી હવસખોરો બાળકીની વયમર્યાદાને પણ ગણકારતા નથી અને તાજી જન્મેલી જેવી બે-પાંચ વર્ષની બાળકી સાથે પણ હેવાનિયત આચરવામાં આવી હોવાથી ઘટનાઓ નોંધાતી રહે છે. વળી કેટલાક કિસ્સામાં માસૂમ બાળકીઓ ઉપર બળાત્કાર બાદ નિર્દય બનીને મારી નાંખવાની અત્યંત ક્રૂર ઘટનાઓ સામે આવે છે ત્યારે ધ્રુજી જવાય છે.

રોજરોજ અખબારો-પ્રચાર માધ્યમોમાં બાળકીઓ સાથે બનતી ઘટનાઓની હારમાળાના સમાચારો પાને-પાને વાંચવા મળે છે વખતોવખત કાયદામાં આકરા સુધારા કરવામાં આવ્યા પછી પણ માસૂમ બાળકીઓ-યુવતીઓ હવસનો શિકાર બનતી રહે છે. આ વિકૃતિ ક્યા રસ્તે જઇ રહી છે અને ક્યાં જઇને અટકશે એનો કોઇ જ અંદાજ નથી. ભલભલા સમાજશાસ્ત્રીઓ, સમાજસુધારકો પણ હવસખોરીની ઘટનાઓ રોકવામાં સફળ થયા નથી. બલ્કે માસૂમ બાળકીઓના પરિવારો વધુ ભયભીત બની રહ્યા છે. દીકરી, શાળા-કોલેજથી પરત નહીં આવે ત્યાં સુધી પરિવારનો જીવ તાળવે ચોંટેલો રહે છે. જ્યારે નોકરી, ધંધો કરતા શ્રમજીવી પરિવારોના સંતાનો સાવ ભગવાન ભરોસે જીવતા હોય છે.

બની શકે કે હવસખોરીની ઘટનાઓ માટે મોબાઇલ ફોનમાં પીરસવામાં આવતી ‘પોર્ન ફિલ્મ’ જવાબદાર હોઈ શકે. શહેરની વસાહતોમાં એકલવાયું જીવન જીવતા શ્રમજીવી યુવકો કે અદ્યતન સોસાયટીઓમાં ઐયાશીભર્યું જીવન જીવતા નબીરાઓની સળવળી ઊઠતી વાસનાઓ નિર્દોષ બાળકીને હવસનો ભોગ બનાવતી હોવાની ઘટનાઓ રોજબરોજ પોલીસ દફ્તરે નોંધાતી રહે છે. વળી કેટલીય ઘટનાઓ સમાજમાં ઇજ્જત જવાના ડરથી ચાર દીવાલોની વચ્ચે દબાઈ જતી હશે.

શું કાયદામાં આવી ઘટનાઓ રોકવા માટે કોઈ જ સત્તા નથી ?

ઘટના ભલે ખાનગીમાં બનતી હોય પરંતુ જાહેર થયા પછી ગુનેગારને ફાંસીએ લટકાવવા જેવી સજા કેમ ફટકારવામાં આવતી નથી. સહમતીથી બંધાયેલા સંબંધોને અલગ રાખીને માસૂમ ભૂલકાઓને હવસનો શિકાર બનાવતા વરૂઓને કઇ રીતે માફ કરી શકાય? કાયદો ઘડવાનું સરકારનું કામ છે અને ગુનેગારને સજા ફટકારવાનું કોર્ટનું કર્તવ્ય છે. માસૂમ બાળકો સાથે નિર્દયતાપૂર્વક બળાત્કાર આચરનારા ગુનેગારો પણ કાયદાની છટકબારીનો ગેરલાભ લઇને છૂટી જતા હોવાથી હવસખોરોના મનનો ભય દૂર થઈ જતો હશે એવું માની શકાય. શાળાઓમાં ભણતા માસૂમ ભૂલકાઓને ‘‘ગુડ ટચ,બેડ ટચ’’ની સમજણ આપવામાં આવે એ સારી વાત છે, પરંતુ અચાનક જ હવસનો શિકાર બનતા માસૂમ બાળકોને આવી સમજથી કઈ રીતે બચાવી શકાય?

મ‌હિલાઓને પુરૂષ સમાંતર અધિકારો આપવાની વાત કરતા આપણા શાસકો ભલે ગર્વ લેતા હોય પરંતુ માસૂમ ભુલકાઓના શોષણને રોકવામાં કે આકરો કાયદો ઘડવામાં સરકારો ધરાર નિષ્ફળ નીવડી છે. આપણા નરેન્દ્ર મોદીની સરકાર આઝાદી પછીની અત્યાર સુધીની સરકારોમાં નિર્ણાયક સરકાર માનવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે પણ માસૂમ ભુલકાઓના શારીરિક સહિતના શોષણ રોકવા ગુનેગારોને ભય લાગે એવો કોઇ જ કાયદો બનાવ્યો નથી. પરિણામે મોટાભાગના કેસમાં ગુનેગારો છટકી જાય છે.

દિલ્હી, મુંબઈ, પટના, કોલકાતા સહિત દેશભરમાં નિર્દોષ બાળકીઓ-યુવતીઓનું શોષણ, બળાત્કાર અને હત્યાની સેંકડો ઘટનાઓ અવારનવાર બનતી રહે છે પરંતુ આવી અત્યંત હીન ઘટનાઓમાં ગુનેગારોને જાહેરમાં ફાંસીના માચડે લટકાવ્યાની એક પણ ઉદાહરણરૂપ ઘટના બનવા પામી નથી. અપવાદરૂપ કેસમાં ફાંસી આપવામા આવી હશે પરંતુ મનમાં હવસખોરી લઈને ફરતા ગુનેગારો હવસખોરી આચરવાનો વિચાર કરતા પહેલાં ફફડી ઊઠે એવો કોઇ કાયદો કે સજા કરવામાં આવ્યા નથી.

હજુ થોડા દિવસ પહેલા જ સુરત નજીકના હાઈ-વે ઉપરના પલસાણા વિસ્તારમાં એક મજૂર પરિવારની માસૂમ બાળકીને શેરડીના ખેતરમાં ઘસડી જઈને હવસખોરે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો આઘાત ભુલાય ત્યાર પહેલા સુરતના સચિન વિસ્તારમાં ૪૪ વર્ષના અનવર હુસેન નામના હવસખોરે પોતાના આશરે રહેતી આસામના પરિવારની માત્ર સાત વર્ષની બાળકીને દિવસો સુધી બળાત્કારનો શિકાર બનાવી હતી!! અને જ્યારે માસૂમ બાળકીએ પડોશીઓને આ વાત કરી ત્યારે અનવર હુસેનની હવસખોરીની ઘટના બહાર આવી હતી.

આવી જ હવસખોરીની વધુ એક શરમજનક ઘટનામાં સચિન વિસ્તારમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૫ વર્ષની સગીરાને પપ્પુ ચૌધરી નામના હવસખોરે શિકાર બનાવી હતી. આ સગીરા અગાઉ સામૂહિક બળાત્કારનો ભોગ બનતા સગર્ભા પણ બની હતી અને કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

આ ઘટનાઓ માત્ર ઉદાહરણરૂપ છે, પરંતુ હકીકત એ છે કે આજે પ્રત્યેક દીકરીનાં માતા-પિતા દીકરીની સલામતિને લઇને અજ્ઞાત ભય અનુભવતા હશે શાળા, કોલેજ કે નોકરીએ ગયેલી દીકરીની સલામતિ અંગે દિવસમાં દસ વખત પૃચ્છા કરી લેતા હશે. કારણ દરેકને દિકરી સલામતીનો ભય સતાવી રહ્યો છે. દીકરીઓની સલામતી અંગે જ્યાં સુધી હાથ-કાંડા કાપી નાંખવા જેવી અને જાહેરમાં ફાંસીએ લટકાવવા જેવી આકરી સજાની જોગવાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી માસૂમ ભુલકાઓ દીકરીઓને હવસખોરી અને ગુનેગારોની ચુંગાલમાંથી બચાવવાનું મુશ્કેલ થઈ પડશે. હવસખોરોના મનમાં હવસખોરી આકાર લેતી હોય ત્યારે જ આકરી સજાનો ભય નહીં દેખાય ત્યાં સુધી હવસખોરીની ભયાનક ઘટનાઓ આકાર પામતી રહેશે.

આ પણ વાંચો :-

 

 

 

 

આ છે 3D ડિસ્પ્લે સાથેનો સૌથી સસ્તો સ્માર્ટફોન ! બિલકુલ iPhone 15 Pro Max જેવો દેખાય છે

0
  • Itel ભારતમાં તેનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ itel S23ને 8,799 રૂપિયામાં રજૂ કર્યો છે. તેનું અપડેટેડ વર્ઝન S23+ આફ્રિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Itel S23+ માં 6.78-ઈંચની AMOLED ડિસ્પ્લે છે. જે વક્ર ધાર ધરાવે છે. તે FHD+ રિઝોલ્યુશન, 99 ટકા DCI-P3 કલર ગમટ, 500 nits બ્રાઈનેસ અને ગોરિલ્લા ગ્લાસ 5ને સપોર્ટ કરે છે. વધુમાં આ ઈટેલનો પહેલો સ્માર્ટફોન છે જેમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

Itel S23+ માં 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા શામેલ છે. પાછળની બાજુએ, તે 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરો, એક ગૌણ કેમેરો અને LED ફ્લેશ ધરાવે છે.

ફોન itel OS 13 પર આધારિત છે અને તે પ્રી-લોડેડ છે અને તેમાં Avana GPT AI- આધારિત વોઈસ સહાયક પણ છે. તેમાં ઓનબોર્ડ ડાયનેમિક બાર ફીચર પણ છે, જે iPhones પર ઉપલબ્ધ ડાયનેમિક આઈલેન્ડ નોટિફિકેશન ફીચરની જેમ કામ કરે છે. નોટિફિકેશનની સાથે, તે રિમાઈન્ડર્સ અને બેટરી સ્ટેટસ પણ દર્શાવે છે.

Itel S23+ માં Unisoc T616 ચિપસેટ છે. તેમાં 8 GB LPDDR4x RAM અને 256 GB UFS 2.0 સ્ટોરેજ શામેલ છે. ફોનમાં 5,000mAh બેટરી છે જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આફ્રિકામાં, itel S23+ ની કિંમત લગભગ 112 યુરો (રૂ. 9,965) છે. તેમાં બે રંગ વિકલ્પો છે: લેક સાયન અને એલિમેન્ટલ બ્લુ. itel આફ્રિકામાં 3 વર્ષની વોરંટી અને 6 મહિના ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ સાથે itel S23+ ઓફર કરે છે.

આ પણ વાંચો :-

બેટરીમાં પાણી નાખતી વેળાએ ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો ઈન્વર્ટર ખતમ !

0
  • આજના સમયમાં ઈન્વર્ટર એક તાતી જરૂરિયાત બની ગઈ છે. વીજળીની તકલીફ હોય ત્યાં ઈન્વર્ટર વગર કામ થઈ શકતું નથી. ઈન્વર્ટરના પર્ફોર્મન્સમાં ગરબડ ના આવે તે માટે બેટરીના પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો તમારી પાસે ઈન્વર્ટર હશે, તો તમે તેની બેટરીમાં પાણી રીફિલ કરતા હશો. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બેટરીમાં પાણી નાખતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આજના સમયમાં ઈન્વર્ટર એક તાતી જરૂરિયાત બની ગઈ છે. વીજળીની તકલીફ હોય ત્યાં ઈન્વર્ટર વગર કામ થઈ શકતું નથી.

ઈન્વર્ટરના પર્ફોર્મન્સમાં ગરબડ ના આવે તે માટે બેટરીના પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્વર્ટર બેટરીમાં પાણી રિફિલ કરતા સમયે અનેક લોકો કેટલીક નાની નાની ભૂલ કરી બેસે છે. બેટરી માટે લાપરવાહી દાખવવાને કારણે ઈન્વર્ટર ખરાબ થઈ શકે છે. બેટરીમાં પાણી ભરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ચેક કરતા રહેવું જોઈએ –

જો બેટરીમાં પાણી સુકાઈ ગયું હોય તો તો બેટરીને નુકસાન થઈ શકે છે. જેના કારણે આગ પણ લાગી શકે છે. બેટરીનો ઉપયોગ કરવાની સાથે પાણી પણ ઓછું થઈ જાય છે. બેટરીનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તો ૪૫ દિવસે બેટરી ચેક કરતા રહેવું જોઈએ.

ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ – ઈન્વર્ટરની બેટરી ભરવા માટે ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ કરવો જોઈએ. આરઓ દ્વારા શુદ્ધ કરવામાં આવેલ પાણીમાં પણ અશુદ્ધિઓ હોઈ શકે છે, જેના કારણે બેટરી લાઈફ ઓછી થઈ શકે છે.

ઓવરફિલ ના કરવી – બેટરીમાં પાણી વધારે ભરાઈ જાય તો પણ નુકસાન થઈ શકે છે. બેટરી પર પાણીનું લેવલ દર્શાવતું નિશાન હોય છે, જો તમે તે લેવલ કરતા વધુ પાણી ભરો તો ઈન્વર્ટરનું એસિડ વધુ પતલું થઈ શકે છે.

વાયરિંગ ચેક કરવું જરૂરી – ઈન્વર્ટરનું વાયરિંગ ચેક કરતા રહેવું જોઈએ. ખરાબ વાયરિંગના કારણે આગ લાગવાનું અને શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

આ પણ વાંચો :-

૨૫ સપ્ટેમ્બર / પરિવારમાં તણાવ, પ્રેમસંબંધોમાં તકલીફ. આજે આ રાશિના જાતકોએ ચેતીને રહેવું જાણો શું કહે છે આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે. પરિવારમાં પરમ શાંતિ જળવાશે. અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું. કામના બોજામાંથી મુક્ત થશો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામકાજમાં સાધારણ તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે. નજીકના સંબંધીઓથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ મેળવશો. શત્રુઓ ઉપર વિજય મેળવશો. ધંધાના કામમાં સારો લાભ થશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે. આવકમાં સાધારણ વધારો થશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે. અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કરેલા કામનો લાભ થશે. જૂના મિત્રોથી મુલાકાત થશે. તબિયત માટે સારો સમય નથી. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે. શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે. રાજકીય કામ ધ્યાનથી કરવું. સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે. આપના આત્મબળમાં વધારો થશે. જૂની પરેશાનીમાંથી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે. પારિવારિક શાંતિ જણાશે. જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે.

આ પણ વાંચો :-

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

0
  • આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે.

ટેક દિગ્ગજ એપલ પોતાની લેટેસ્ટ અને હાઈટેક આઈફોન સીરીઝ લોન્ચ કરી ચૂકી છે. એપલે આઈફોન ૧૫ સીરીઝને લોન્ચ કરી છે અને હવે તેનું વેચાણ પણ શરૂ થઇ ગયુ છે. દર વર્ષની જેમ આ વખતે પણ એપલે સેલ્સમાં નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ ટકા સેલિંગ જોવા મળ્યુ છે. આ સેલિંગ iPhone 14 ની સરખામણીએ પ્રથમ દિવસે વેચાણમાં ૧૦૦% વધારે હતું.

ETના રિપોર્ટ અનુસાર iPhone 14ની સરખામણીમાં iPhone 15ના પ્રથમ દિવસે વેચાણમાં ૧૦૦%નો વધારો જોવા મળ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કંપની વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનનું વેચાણ કરી રહી છે.

આ વખતે ભારતમાં iPhone 15 અને iPhone 15 Plusનું મેન્યૂફેક્ચરિંગ થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર ઓફલાઈન સ્ટોર્સ પર આ બંને મોડલની ડિમાન્ડ વધુ છે જ્યારે લોકો પ્રો-મોડલનું વધુ ઓનલાઈન બુકિંગ કરી રહ્યાં છે.

iPhone 15 અને iPhone 15 Plusનું વેચાણ શરૂ થઈ ગયું છે. તમે તેમને 128GB, 256GB અને 512GB સ્ટોરેજ કેપેસિટી સાથે પિન્ક, યલો, ગ્રીન, બ્લૂ અને બ્લેક કલરમાં ખરીદી શકો છો. જેની શરૂઆતી કિંમત અનુક્રમે 79,900 અને 89,900 રૂપિયા છે.

વળી કંપનીએ બ્લેક ટાઈટેનિયમ, વ્હાઈટ ટાઈટેનિયમ, બ્લૂ ટાઈટેનિયમ અને નેચરલ ટાઈટેનિયમ ફિનિશમાં iPhone 15 Pro અને 15 Pro Max લોન્ચ કર્યા છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ કેપેસિટીમાં અવેલેબલ છે.

વળી, કંપનીએ બ્લેક ટાઈટેનિયમ, વ્હાઈટ ટાઈટેનિયમ, બ્લૂ ટાઈટેનિયમ અને નેચરલ ટાઈટેનિયમ ફિનિશમાં iPhone 15 Pro અને 15 Pro Max લોન્ચ કર્યા છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ કેપેસિટીમાં અવેલેબલ છે.

આ પણ વાંચો :- 

 

 

 

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

  • બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી છે.

આ ઉજવણીમાં તેની બહેન કરિશ્મા કપૂર પહોંચી છે. પરિવારના સભ્યો સાથે બેબોએ ૪૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. કરિશ્મા કપૂરે કરીના કપૂર ખાનના જન્મદિવસ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.

On Kareena Kapoors birthday, sister Karisma Kapoor Teases Pataudi Party  Pics | People News | Zee News

અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસ માટે પટૌડી પેલેસમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. કરીનાના ૪૩માં જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

અભિનેત્રી કરિશ્મા કપૂર તેની બહેન કરીના કપૂર ખાનના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચી હતી. અભિનેત્રી કરીના કપૂર ખાને બર્થ ડે પર એક મોટી કેક કાપી હતી. જેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

કરિશ્મા કપૂરે અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસની ખાસ કેકની ઝલક પણ બતાવી હતી. ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાનના જન્મદિવસ પર બંને બહેનોએ ખૂબ એન્જોય કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ પણ વાંચો :-

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

0
  • મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગે નાગપુરમાં ૧૦૬ મીમી વરસાદ નોંધ્યો છે. રાત્રે અચાનક પડેલા વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. પ્રશાસને આજે એટલે કે શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.

નાગપુરના મોર ભવન બસ ડેપોમાં બસો ડૂબી ગઈ છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. નાગપુર ગોરેવાડા તળાવના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. અંબાઝરી તળાવ છલકાઈ રહ્યું છે. તેમજ ત્યાંની સુરક્ષા દિવાલ પણ તૂટી ગઈ છે.

આ સાથે નાગપુર રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાઈ ગયા છે. NDRFની એક ટીમને અંબાઝારી વિસ્તારમાં મોકલવામાં આવી હતી. અંબાઝારી તળાવ ઓવરફ્લો થવાને કારણે વર્મા લેઆઉટમાં પાણી ભરાઈ ગયું છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટવિટ કર્યું, “ગઈ રાત્રે નાગપુરમાં ભારે વરસાદને કારણે, અંબાઝારી તળાવ ઓવરફ્લો થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી પ્રવેશ્યું છે. કલેક્ટરે મને કહ્યું કે, માત્ર ૦૪ કલાકમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો છે.” નાગપુર કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન. કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જરૂરી પગલાં તાત્કાલિક લેવામાં આવી રહ્યા છે.

બચાવ કાર્ય માટે NDRFની એક ટીમ અને ૨ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અમે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને મદદરૂપ થવાના પ્રયાસો હાથ ધર્યા છે. વહીવટીતંત્રના સતત સંપર્કમાં અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.”

આ પણ વાંચો :-