નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

Share this story
  • મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગે નાગપુરમાં ૧૦૬ મીમી વરસાદ નોંધ્યો છે. રાત્રે અચાનક પડેલા વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. પ્રશાસને આજે એટલે કે શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.

નાગપુરના મોર ભવન બસ ડેપોમાં બસો ડૂબી ગઈ છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. નાગપુર ગોરેવાડા તળાવના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. અંબાઝરી તળાવ છલકાઈ રહ્યું છે. તેમજ ત્યાંની સુરક્ષા દિવાલ પણ તૂટી ગઈ છે.

આ સાથે નાગપુર રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાઈ ગયા છે. NDRFની એક ટીમને અંબાઝારી વિસ્તારમાં મોકલવામાં આવી હતી. અંબાઝારી તળાવ ઓવરફ્લો થવાને કારણે વર્મા લેઆઉટમાં પાણી ભરાઈ ગયું છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટવિટ કર્યું, “ગઈ રાત્રે નાગપુરમાં ભારે વરસાદને કારણે, અંબાઝારી તળાવ ઓવરફ્લો થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી પ્રવેશ્યું છે. કલેક્ટરે મને કહ્યું કે, માત્ર ૦૪ કલાકમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો છે.” નાગપુર કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન. કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જરૂરી પગલાં તાત્કાલિક લેવામાં આવી રહ્યા છે.

બચાવ કાર્ય માટે NDRFની એક ટીમ અને ૨ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અમે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને મદદરૂપ થવાના પ્રયાસો હાથ ધર્યા છે. વહીવટીતંત્રના સતત સંપર્કમાં અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.”

આ પણ વાંચો :-