ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

Share this story
  • પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને અન્ય ખેલાડીઓ હાજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ સપ્ટેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી રહ્યા છે. આ તેમની ૪૨મી મુલાકાત છે. પીએમ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન અહીં લગભગ ૬ કલાક વિતાવશે. વડાપ્રધાન મોદી પૂર્વાંચલના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે.

જે ભગવાન શિવની થીમ પર બનવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર, લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ હાજર રહેશે. આ સાથે પીએમ પૂર્વાંચલને 1૧૬૫૧ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ગિફ્ટ કરશે.

વડાપ્રધાન મોદી ૨૩ સપ્ટેમ્બર શનિવારના રોજ તેમના સંસદીય ક્ષેત્રના ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે. બીજેપી કાશી પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ દિલીપ સિંહ પટેલે જણાવ્યું કે પીએમ મોદી આજે બપોરે લગભગ ૧૨ વાગ્યે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. અહીંથી અમે હેલિકોપ્ટરમાં બેસીને રાજાતલબ પાસે સેવાપુરી વિધાનસભાના ગંજારી ગામ પહોંચીશું. આ સાથે જ પીએમ મોદી ગંજારીમાં એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.

સ્ટેડિયમમાં ભગવાન શિવની ઝલક :

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને અન્ય ખેલાડીઓ હાજર રહેશે. ગંજારીમાં બનવા જઈ રહેલું આ સ્ટેડિયમ પોતાનામાં ઘણું અનોખું હશે. કારણ કે સ્ટેડિયમ ભગવાન શિવ સાથે સંબંધિત વસ્તુઓની થીમ પર બનાવવામાં આવી રહ્યું છે.

સ્ટેડિયમની બહાર વિશાળ ત્રિશૂલ બનાવવામાં આવી રહ્યું છે, જેના પર ફ્લડ લાઈટ લગાવવામાં આવશે. સ્ટેડિયમની મુખ્ય ઈમારત ભગવાન શિવના ડમરુની જેમ બનાવવામાં આવી રહી છે. સાથે જ સ્ટેડિયમની એન્ટ્રી બિલીપત્રની જેમ કરવામાં આવી રહી છે.

487

ગંજારી બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા વારાણસી પોલીસ લાઈન્સ પહોંચશે. પોલીસ લાઇનથી રોડ માર્ગે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના રમતના મેદાનમાં પહોંચશે. અહીં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાની ઉજવણીમાં, માતૃ શક્તિ મોટી સંખ્યામાં હાજર રહેશે. જેઓ પીએમ મોદીનું ફૂલો, શંખ અને ડમરુથી સ્વાગત કરશે.

અહીંથી પીએમ રોડ માર્ગે ‘રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર’ પહોંચશે. પીએમ મોદી ૧૬ વિભાગોમાં ૧૨૦૦ કરોડના ખર્ચે યુપી સરકાર દ્વારા બનાવવામાં આવેલી ૧૬ અટલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. સાંસદ કલ્ચર ફેસ્ટિવલનું પણ સમાપન કરશે. અહીંથી પીએમ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો :-