જસ્ટિન ટ્રુડોએ ફરી લગાવ્યો આરોપ, કહ્યું- નિજ્જરની હત્યા પાછળ ભારતના એજન્ટ

Share this story
  • કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનો નિજ્જર રાગ  જાણે બંધ થવાનું નામ જ નથી લેતો. તેમણે ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યા છે. ટ્રુડોનો આરોપ છે કે મે સોમવારે જ કહ્યું હતું કે આ વાતને માનવા પાછળ વિશ્વસનીય કારણો છે કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હતા.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનો નિજ્જર રાગ જાણે બંધ થવાનું નામ જ નથી લેતો. તેમણે ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યા છે. ટ્રુડોનો આરોપ છે કે મે સોમવારે જ કહ્યું હતું કે આ વાતને માનવા પાછળ વિશ્વસનીય કારણો છે કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હતા. આ બધુ તેમણે એકવાર ફરીથી ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું.  તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ આરોપોને ગંભીરતાથી લે અને અમારી સાથે મળીને કામ કરે.

વાત જાણે એમ છે કે જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો કે એક નિષ્પક્ષ પ્રણાલીવાળા દેશ તરીકે એ વાત મહત્વપૂર્ણ છે કે આપણે ખુબ જ ઈમાનદારીથી કામ કરીએ. હું તમને ખાતરી અપાવવા માંગુ છું કે હાઉસ ઓફ કોમન્સમાં આ આરોપોને બધા સામે રજૂ કરવાનો નિર્ણય ખુબ જ ગંભીરતાથી લેવાયો છે.

તેમણે કહ્યું કે કાયદાનું પાલન કરનારા દેશ તરીકે એ અમારી જવાબદારી છે કે અમે નિષ્પક્ષ રીતે તપાસ કરીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે આંતરરાષ્ટ્રીય કાનૂન વ્યવસ્થાનું પાલન કરીએ છીએ.

આ અગાઉ પણ ટ્રુડો સતત ભારત પર આરોપ લગાવી રહ્યા છે જ્યારે ભારતે આ મામલે કેનેડાને જડબાતોડ જવાબ આપી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતનો પક્ષ રજૂ કરતા કેનેડાને બરાબર સંભળાવી દીધુ છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે કેનેડા ખાલિસ્તાની આતંકીઓને શરણ આપી રહ્યું છે અને તેમાં પાકિસ્તાન તેનો સાથ આપી રહ્યું છે. પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડાએ નિજ્જર મામલે તેના મોત બાદ પણ હજુ સુધી  કોઈ નક્કર જાણકારી ભારત સાથે શેર કરી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ભારતે પોતાના ત્યાં વોન્ટેડ આતંકીઓ અને અપરાધીઓને સોંપવાની માંગણી સાથે જાણકારીઓ શેર કરી છે. તેમણે કહ્યું કે કેનેડામાં રહીને આતંક ફેલાવી રહેલા લોકોની જાણકારી ત્યાંની સરકારને આપવામાં આવી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે કેનેડા આતંકી ગતિવિધિઓ માટે સુરક્ષિત ઠેકાણું બની ગયું છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે વિચારવાની જરૂર છે.

આ પણ વાંચો :-