હવે બધા પાસે હશે iPhone ! પહેલીવાર આટલા સસ્તા થયા આ ચાર પોપ્યુલર મોડલ, ફટાફટ થઈ રહ્યું છે વેચાણ

Share this story
  • અનેક લોકો નવો આઈફોન લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી જૂના આઈફોનની કિંમતમાં ઘટાડો થાય અને તે ખરીદી શકાય. જો તમે પણ ઓછી કિંમતે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે.

જો તમે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે. આઈફોનની કિંમતમાં ખૂબ જ ધટાડો થયો છે. આઈફોનની નવી કિંમતો વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.

આઈફોનની કિંમત વધુ હોવાને કારણે કોઈપણ વ્યક્તિ આ ફોન ખરીદી શકતું નથી. અનેક લોકો નવો આઈફોન લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી જૂના આઈફોનની કિંમતમાં ઘટાડો થાય અને તે ખરીદી શકાય. જો તમે પણ ઓછી કિંમતે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે. નવા આઈફોનના લોન્ચિંગ પછી અનેક આઈફોનની કિંમતમાં ઘટાડો થઈ ગયો છે.

Appleએ iPhone 15 સીરિઝ લોન્ચ કર્યા પછી iPhone 13, iPhone 14 અને iPhone 14 Plus સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરે છે. iPhone 14 લોન્ચ થયા પછી બીજી વાર iPhone 13ની કિંમતમાં ઘટાડો થયો છે.

iPhone 14 Plus :

આ આઈફોનમાં 6.7 ઈંચની મોટી ડિસપ્લે છે. એપલે આ આઈફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ આઈફોનની કિંમત 79,900 રૂપિયા છે. એમેઝોન પર આ આઈફોનની કિંમતમાં 2,910 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી છે. જેથી આ ફોન 76,990 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. ઉપરાંત એક્સચેન્જ પર 40,750 રૂપિયાની છૂટ મળી શકે છે.

iPhone 14 :

એપલે આ આઈફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ આઈફોનની કિંમતમાં ઘટાડો થતા તેની કિંમત 69,900 રૂપિયા થઈ ગઈ છે. એમેઝોન પર આ આઈફોનની કિંમતમાં 3,901 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી છે. જેથી આ ફોન 65,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. ઉપરાંત એક્સચેન્જ પર 40,750 રૂપિયાની છૂટ મળી શકે છે. એમેઝોન પે ICICI ક્રેડિટકાર્ડધારકોને નો-કોસ્ટ EMI ઓપ્શન આપે છે.

iPhone 13 :

આઈફોનની કિંમતમાં બીજી વાર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી આ ફોન 59,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. એમેઝોન પર આ આઈફોનની કિંમતમાં 3,901 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી છે, જેથી આ ફોન 55,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. એક્સચેન્જ પર 40,750 રૂપિયાની છૂટ મળી શકે છે.

એપલે ભારતમાં iPhone 14 Pro અને iPhone 14 Pro Max સ્માર્ટફોન બંધ કરી દીધા છે. આ ડિવીસ એમેઝોનપર સેલ માટે ઉપલબ્ધ છે. Apple iPhone 14 Pro પર 9,901 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. ગ્રાહકો HDFC બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વધારાનું 3,000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.

આ પણ વાંચો :-