સુરતના બીઆરટીએસ રૂટ પર પ્રજાના ટેક્સના પૈસાએ લગાવેલ કરોડના સ્વિંગ ગેટ ભંગાર થઈ ગયાં

Share this story
  • સુરતના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને રોકવા માટે ૪.૪૨ કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યાં હતાં.

આમ તો સુરતને સ્માર્ટ સિટી તરીકે ખ્યાતિ મળેલ છે. પરંતુ સુરતના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને રોકવા માટે ૪.૪૨ કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યાં હતાં. આ સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીની બેદરકારીના કારણે તમામ ગેટ ભંગાર થઈ ગયાં છે. જેથી આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

પાલિકા દ્વારા બીઆરટીએસમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યાં છે. કોરિડોરમાં લગાવેલા ૨૭૮ પૈકી ફક્ત ૫૦ ગેટ જ કાર્યરત છે. સ્વિંગ ગેટ પાછળ રૂપિયા ૪.૪૨ કરોડનો ખર્ચ માથે પડ્યો હોય તેવું સામે આવ્યું છે.

ખર્ચ કરવા છતાં સ્વિંગ ગેટ કામ ન કરતા પાલિકાના ભાજપ શાસકોએ ગંભીર નોંધ લીધી છે. શાસકોએ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સ્થાયી સમિતિની બેઠકમાં તાકીદ કરી છે. બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ઘૂસી જતા હોવાથી બસ સ્ટેન્ડ પાસે સ્વિંગ ગેટ મુકાવ્યા હતા. જેના કારણે ખાનગી વાહનો આગળ વધી શકતા નહોતા.

બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ અટકાવવા વર્ષ ૨૦૧૮માં ૨૭૬ સ્વિંગગ ગેટ લગાવ્યા હતા. એક સ્વિંગ ગેટ પાછળ સવા લાખનો ખર્ચ કરાયો હતો. એજન્સીને ૩.૭૩ કરોડની સામે ૩.૩૭ કરોડની ચુકવણી થઈ ચૂકી છે. હાલમાં માત્ર ૫૦ સ્વિંગ ગેટ ચાલુ હાલતમાં છે.

બાકીના તમામ ગેટ માથે પડતા ભાજપ શાસકોએ ગંભીર નોંધ લીધી હતી. જાહેર પરિવહન સમિતિના ચેરમેન તરીકે હેમાલી બોઘાવાળાએ અગાઉ કોરિડોરમાં જ ઉપવાસ પણ શરૂ કર્યા હતા. ત્યારબાદ સ્વિંગ ગેટ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ નહીં આવતા અંતે નિર્ણય લેવાયો છે

આ પણ વાંચો :-