HomeGujaratકહેવું પડે હો ! રાજકોટમાં ૧૭ કરોડમાં બનેલ અન્ડરબ્રિજનું હવે ૫૬ કરોડ...

કહેવું પડે હો ! રાજકોટમાં ૧૭ કરોડમાં બનેલ અન્ડરબ્રિજનું હવે ૫૬ કરોડ રૂપિયા ખર્ચીને સમારકામ થશે

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • એપ્રિલ-૨૦૧૭માં આ અંડરબ્રિજ રૂપિયા ૧૭ કરોડમાં થયો હતો તૈયાર થયો હતો. જેમાં હવે તળિયાનું પાણી રોકવા અને બ્રિજનાં પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા હવે ૫૬ કરોડનો ખર્ચ થશે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેનું જેનું બાંધકામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

લોકાર્પણ બાદ દર વર્ષે ચોમાસાની સિઝનમાં સતત ત્રણ થી ચાર મહિના સુધી બ્રિજમાં પાણી નીકળતું રહે છે. પાણી નીકળવાના કારણે અંડરબ્રિજ આસપાસ કાયમ પાણી રહે છે. તળિયામાંથી પાણી નીકળવાના કારણે શેવાળ થવાની સમસ્યા આવતી હતી. રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો અંડરબ્રિજથી પસાર થાય છે અને આ શેવાળ અને ભરાયેલા પાણીને કારણે રોજ અનેક લોકોના વાહનો સ્લીપ થતા હતા. ભૂતકાળમાં ઈજનેરોના ભૂલના કારણે અંડરબ્રિજ સુવિધાહિન સાબિત થઈ હતી.

આ સમસ્યાના કાયમી નિવારણ માટે કોર્પોરેશન દ્વારા ૫૬ લાખના ખર્ચે પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચને મંજૂરી આપી છે અને હવે તેની કામગીરી શરૂ થશે. જેના કારણે આગામી સોમવારથી આ અન્ડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવશે.

એપ્રિલ-૨૦૧૭માં આ અંડરબ્રિજ રૂપિયા ૧૭ કરોડમાં થયો હતો તૈયાર થયો હતો. જેમાં હવે તળિયાનું પાણી રોકવા અને બ્રિજનાં પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા રૂપિયા ૫૬ કરોડનો ખર્ચ થશે. અંડરબ્રિજના તળિયા-દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરી સમારકામ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img