તમને પણ નાસ્તામાં ચીઝ અને બ્રેડ ખાવાની છે આદત ? તો આ વાતની તમને હોવી જોઈએ ખબર

Share this story
  • ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં ભરપુર રીતે કરવામાં આવે છે. તેમાં પણ હવે તો ચીઝ સ્લાઈસ લોકોની ફેવરિટ બનતી જાય છે.

ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં ભરપુર રીતે કરવામાં આવે છે. તેમાં પણ હવે તો ચીઝ સ્લાઈસ લોકોની ફેવરિટ બનતી જાય છે. કોઈપણ વસ્તુ હોય તેમાં ચીઝ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે.

બાળકોથી લઈને યુવાનો પણ સેન્ડવીચમાં ચીઝ ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પ્રમાણમાં ચીઝ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં ? નથી જાણતા તો તમને જણાવીએ કે વધારે પ્રમાણમાં ચીઝ ખાવાથી અને ખાસ કરીને બ્રેડ સાથે ચીઝ ખાવાથી શું નુકસાન થાય છે.

ચીઝ ખાવાથી થતા નુકસાન :

1. ચીઝ સ્લાઈસની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે જે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઉભું કરે છે. માત્ર એક ચીઝ સ્લાઈસમાં 200 મિલિગ્રામ સોડિયમ હોઈ શકે છે.

2. ચીઝની ક્યુબ અને સ્લાઈસ તેના ટેક્સચર માટે જાણીતી છે. પરંતુ તેમાં ઘણા કેમિકલ અને કૃત્રિમ રંગો ઉમેરવા પડે છે. આ વસ્તુઓ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે છે. જેના કારણે પાચન સમસ્યાઓ અને એલર્જી પણ થઈ શકે છે.

3. ચીઝ સ્લાઈસેસમાં પ્રોસેસ્ડ ફેટ હોય છે. જેના કારણે તમારા વજનમાં વધારો થઈ શકે છે. સાથે જ ટાઈપ ૨ ડાયાબિટીસ થવાનું પણ જોખમ વધુ રહે છે.

4. નેચરલ ચીઝની સરખામણીમાં ચીઝની સ્લાઈસમાં ઘણા પોષક તત્વોની ઉણપ હોય છે. તેથી જો તમે તેને હેલ્ધી માનીને ખાશો તો પણ તમારે નુકસાન સહન કરવું પડશે.

5. ચીઝની સ્લાઈસને મોટાભાગે પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. તેના પેકેજિંગમાં રહેલા રસાયણો ચીઝમાં પણ પ્રવેશી શકે છે જે સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-