- બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી છે.
આ ઉજવણીમાં તેની બહેન કરિશ્મા કપૂર પહોંચી છે. પરિવારના સભ્યો સાથે બેબોએ ૪૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. કરિશ્મા કપૂરે કરીના કપૂર ખાનના જન્મદિવસ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.
અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસ માટે પટૌડી પેલેસમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. કરીનાના ૪૩માં જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
અભિનેત્રી કરિશ્મા કપૂર તેની બહેન કરીના કપૂર ખાનના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચી હતી. અભિનેત્રી કરીના કપૂર ખાને બર્થ ડે પર એક મોટી કેક કાપી હતી. જેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
કરિશ્મા કપૂરે અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસની ખાસ કેકની ઝલક પણ બતાવી હતી. ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાનના જન્મદિવસ પર બંને બહેનોએ ખૂબ એન્જોય કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
આ પણ વાંચો :-