Home Blog Page 947

ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી રાજકોટ, સૈયાજી હોટલ પર ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત, ક્રિકેટ રસિકોનો જમાવડો

0
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી.

રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ ફોરચ્યુન હોટલ ખાતે આવી પહોંચી હતી.

સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટ ખાતે ૨૭ સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.ત્યારે આજે બંન્ને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી છે. જ્યાં બંન્ને ટિમનું હોટલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી તેમજ ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ક્રિકેટરોની ઝલક જોવા મોટે મોટી સંખ્યામાં હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા હતા. અત્રે જણાવીએ કે, સિરીઝની બે મેચ ભારત વિજય બન્યું છે. જ્યારે રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૭ તારીખે ત્રીજી અને અંતિમ મેચ રમાવાની છે.

વિગતો મુજબ ટીમ ઈન્ડિયાને ૭૦ રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ આપવામાં આવ્યો છે. જે અનેક સુવિધાથી સુસજ્જ છે. અત્રે જણાવીએ કે, વિરાટ કોહલીને ૮૦૧ નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ખેલાડીઓને રૂમની અંદર ૪૦ MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, વન કિંગ સાઈઝ બેડ, મિટિંગ રૂમ અને સાઉન્ડપ્રૂફ રૂમ સહિતની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

ખાલિસ્તાની સમર્થકોઓએ કેનેડામાં શરૂ કર્યું વિરોધ પ્રદર્શન, ભારતીય દૂતાવાસની બહાર ખડકી દેવાયો ચુસ્ત બંદોબસ્ત

  • કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે ખાલિસ્તાન સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહેવાલ અનુસાર ખાલિસ્તાની સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શન ઓટાવા, ટોરન્ટો અને વાનકુવરમાં થઈ રહ્યા છે. જેના કારણે ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન :

આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડયું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા છે. ભારતીય દૂતાવાસોને બેરિકેડ કરવામાં આવ્યા છે અને પોલીસ અને ફેડરલ પોલીસ સ્થળ પર તૈનાત છે.

કેનેડિયન મીડિયા અહેવાલ અનુસાર, હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વારને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે.

જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી. ખાલિસ્તાન હિમાયત સંસ્થા શીખ ફોર જસ્ટિસના નિર્દેશક જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે જનજાગૃતિ વધારવા માટે ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય રાજદૂતને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :-

Statue of unity : પ્રવાસીઓને લઈ મોટો નિર્ણય,  હવે સોમવારે બંધ રહેતું સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ચાલુ રહેશે

0
  • રજાના દિવસોમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે ત્યારે આવનારી ૨જી ઓક્ટોબર ૨૦૨૩, ૨૭ નવેમ્બર ૨૦૨૩ અને ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રજાના દિવસોમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે ત્યારે આવનારી ૨જી ઓક્ટોબર ૨૦૨૩, ૨૭ નવેમ્બર ૨૦૨૩ અને ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવશે.

રેગ્યુલર દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવતું હોય છે.  જોકે ૩ ઓકટોબર મંગળવાર, ૨૮ નવેમ્બર મંગળવાર અને ૨૬ ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં ૨ ઓકટોબરે ગાંધી જયંતિ, ૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને ૨૫ ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ફ્રોડ ગેંગથી સાવધાન : FBમાં અજાણી યુવતીના ‘Hi’નો જવાબ આપવું બિલ્ડરને ૬૨ લાખમાં પડયું

0
  • Ahmedabad News : અમદાવાદના બોપલમાં એક બિલ્ડર સાથે ફેસબુકથી મિત્રતા કરીને યુવતી અને તેની ગેંગે ૬૨ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે.

અમદાવાદના બોપલમાં એક બિલ્ડર સાથે ફેસબુકથી મિત્રતા કરીને યુવતી અને તેની ગેંગે ૬૨ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. નફાની લાલચમાં રોકાણના બહાને ગેંગે ટુકડે ટુકડે કરીને પૈસા પડાવ્યા અને પાછા માગવા પર યુવતી સાથેની ચેટ બિલ્ડરની પત્નીને વધુ પૈસાની માગણી કરી હતી.

શહેરના બોપલમાં રહેતા બિલ્ડર સંજય પટેલને ૨૦૨૧માં પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. યુવતીએ પહેલા તેના ભાઈના ખાતામાં ૨૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. બાદમાં બિઝનેસમાં વધારે ફાયદો અપાવવાની લાલચમાં વધુ રૂપિયા રોકવા બિલ્ડરને જણાવ્યું. આમ બિલ્ડર પાસેથી જુદા જુદા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરાવીને ટુકડે ટુકડે ૬૨ લાખ પડાવી લીધા હતા.

જોકે લાખો રૂપિયો રોકવા છતા રકમ પરત ન મળતા આખરે બિલ્ડરે નાણા પાછા માગ્યા. ત્યારે આરોપીઓએ 38 લાખ પાછા આપવા ૧.૪૦ લાખ પ્રોસેસિંગ ફી માગી. જે બાદ બિલ્ડરે પૈસા લેવા પકવાન ચાર રસ્તા પૈસા બોલાવ્યા.

બાદમાં ફરી ૭૦ લાખ આપવાનું કહીને બિલ્ડર પાસે ૩.૪૦ લાખ માગ્યા હતા. ફ્રોડ ટોળકી બિલ્ડરની પલક સાથેની ચેટ પત્નીને બતાવવાનું કહીને તેની પાસેથી સતત પૈસા પડાવતી રહી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા આખરે બિલ્ડરે પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની અને હાર્દિક પ્રજાપતિ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આખરે પોલીસે ૨૪ સપ્ટેમ્બરે ભેજાબાજ હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડયો. જે બાજ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરાતા કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે તેના અન્ય સાગરિતો હાલમાં ફરાર છે. જેમને પકડવા તથા પડાવેલા પૈસા રિકવર કરવાની દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Top 5 Best automatic suv : સસ્તી ઓટોમેટિક એસયુવી શોધી રહ્યાં છો ? આ છે ૧૦ લાખથી ઓછી કિંમતની ૪ શ્રેષ્ઠ SUV

0
  • આજકાલ એસયુવીની ઘણી માંગ છે. ગામ હોય કે શહેર, લોકો SUV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ચાલો અમે તમને ૪ ઓટોમેટિક SUV વિશે માહિતી આપીએ. જે ૧૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મળી શકે છે.

જો આપણે શહેર વિશે વાત કરીએ તો શહેરમાં ઓટોમેટિક એસયુવી ચલાવવી સરળ છે કારણ કે તમારે ટ્રાફિકની વચ્ચે વારંવાર ગિયર બદલવાની જરૂર નથી. કાર આપમેળે ગિયર્સ શિફ્ટ કરે છે. નીચે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક SUV વિશે માહિતી છે.

Tata Punch ના ઓટોમેટિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત રૂ.૭.૫૦ લાખ (એક્સ-શોરૂમ) છે. જે રૂ.૧૦.૧૦ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. પંચ ૧.૨-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જે ૮૮hp જનરેટ કરે છે. તેમાં ૫-MT અને ૫ AMTનો વિકલ્પ છે.

પંચ બજારમાં હ્યુન્ડાઈ એક્સ્ટર સાથે સ્પર્ધા કરે છે. એક્સ્ટરના ઓટોમેટિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત રૂ.૭.૯૭ લાખ (એક્સ-શોરૂમ) છે. જે રૂ.૧૦.૧૦ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તેમાં ૧.૨-લિટર પેટ્રોલ એન્જિન છે અને 5-સ્પીડ AMT ગિયરબોક્સ વિકલ્પ તરીકે તેની સાથે ઉપલબ્ધ છે.

Renault Kigerના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમતની રેન્જ રૂ.૮.૪૭ લાખથી રૂ.૧૧.૨૩ લાખ (એક્સ-શોરૂમ) છે. તેનું ૫-સ્પીડ AMT વર્ઝન રૂ.૧૦ લાખથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. પરંતુ CVT વેરિઅન્ટ રૂ.૧૦ લાખથી વધુ છે.

Maruti Fronxના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ.૮.૮૮ લાખથી રૂ.૧૨.૯૮ લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. મેન્યુઅલ સિવાય તેમાં બે ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો છે – ૫-AMT અને ૬-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક. માત્ર ૫-સ્પીડ AMT વર્ઝનની કિંમત ૧૦ લાખ રૂપિયાથી ઓછી છે.

આ પણ વાંચો :-

 

IPhone 15ની સફળતા ચીનને ન પચી, આઈફોનને કઢી ચોખા વાળા….. કહીને મજાક ઉડાવી

  • ચીનના સોશિયલ મીડિયા વીબો પર યુઝર્સ પર વ્યંગ કરતા કહી રહ્યાં છે કે, મેડ ઈન્ડિયા આઇફોન 15નું કવર હટાવતા જ તમને કઢીની વાસ આવશે. જો કે ભારતમાં આ ચાલે છે પરંતુ આપણા માટે સાફ-સફાઇનો મામલો છે.

ચીનના સોશિયલ મીડિયા વીબો પર યુઝર્સ પર વ્યંગ કરતા કહી રહ્યા છે કે, મેડ ઈન્ડિયા આઈફોન 15 નું કવર હટાવતા જ તમને કઢીની વાસ આવશે. જો કે ભારતમાં આ ચાલે છે પરંતુ આપણા માટે સાફ-સફાઈનો મામલો છે.

એપ્પલે હાલમાં જ પોતાની નવી સીરીઝ આઈફોન 15 લોન્ચ કરી દીધી. એપ્પલે પહેલીવાર મેડ ઈન ઈન્ડિયા આઇફોનને તે જ દિવસે લોન્ચ કરવામાં આવ્યું. જે દિવસે સમગ્ર વિશ્વમાં આઈફોન 15 લોન્ચ કરવામાં આવ્યો. બીજી તરફ સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં મેન્યુફેક્ચર આઈફોન 15 માત્ર યુરોપ અને અમેરિકન બજારોમાં જ લોન્ચ થશે. જ્યારે ભારતમાં બનેલા આઈફોન 15 ને ચીનની બજારોમાં વેચવા માટે જ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

આ અટકળો વચ્ચે ચીનના સોશિયલ મીડિયા પર ભારત અંગે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જાતીય ટિપ્પણીઓ અંગે અનેક પ્રકારના કટાક્ષ ભારત અને ભારતીયો પર કરવામાં આવી રહ્યા છે. ચીની સોશિયલ મીડિયા વીબો પર યુઝર્સ ભારત પર વ્યંગ કરી રહ્યા છે કે મેડ ઈન ઈન્ડિયા આઈફોન 15નું કવર હટાવતાની સાથે જ તમને કઢીની મહેક આવવા લાગશે. જો કે ભારતમાં આ ચાલે છે આ સાફ સફાઈનો મામલો છે.

મેડ ઈન ઈન્ડિયા આઈફોન પર ચીનનો વ્યંગ :

એક અન્ય પોસ્ટમાં હાથથી ચોખા અને કઢી ખાનારા ભારતીયો પર કટાક્ષ કર્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, હાથથી ચોખા અને કઢી ખાનારા આ લોકો પોતાની આંખો ચોળે છે અને પછી ફોન ટચ કરે છે. એવું પણ કહેવામાં આવ્યું કે, ભારતમાં બનેલા આઈફોન સંક્રમિત થઈ ચુક્યા છે.

બ્લુમબર્ગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, એપ્પલ મેડ ઈન ઈન્ડિયા આઈફોન વેચશે. આ રિપોર્ટ બાદથી જ ચીનમાં એવી અટકળો લાગવાની શરૂ થઇ ચુકી છે. આ અફવાઓ વચ્ચે ચીનની સોશિયલ મીડિયા વીબો પર જો તમે ચીનમાં નવો ફોન ખરીદો છો તો તમને ભારતમાં બનેલો આઈફોન મળી શકે છે. આ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો છે. આ હેશટેગ અંગે ચીનમાં એ પ્રકારનાં મીમ બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

૨૬ સપ્ટેમ્બર / ઓચિંતી મુશ્કેલી આવી પડે, રોકાણમાં નુકસાનીની આશંકા, આ રાશિના જાતકોનો મંગળવાર રહેશે પીડાદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે તેમજ ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે તેમજ મકાન વાહન ખરીદવાનો અવસર મળશે અને તબિયતની બાબતમાં કાળજી રાખવી, વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે અને માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો તેમજ યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના, વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.

કર્ક (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય અને પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય તેમજ વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું, ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે તેમજ કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે અને ધંધામાં પ્રગતિના યોગ જણાય છે, વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને સંતાનોની ચિંતામાં સમાધાન મળશે તેમજ અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું, ખેડૂતો માટે સારો સમય જણાય છે અને બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકડામણ અનુભવશો અને ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે, સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે તેમજ નવી ઓળખાણો દ્વારા લાભ થશે અને નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે, ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે।

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે તેમજ માનસિક અશાંતિનો અનુભવ થશે અને દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે, નોકરીયાતને સમય અનુકૂળ જણાશે.

મકર (ખ.જ.)
રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે તેમજ આર્થિક સંકડામણ ઓછી થશે અને વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે તેમજ રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકોને સકારાત્મક વિચારોથી સારો લાભ થશે તેમજ વેપાર-ધંધામાં સારો લાભ જણાશે અને મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે તેમજ પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના, પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં બ્રિજ ધરાશાયી, ૧૦ લોકોનાં ગુમ થયાની પ્રાથમિક માહિતી

0
  • ગુજરાતમાં ફરી એકવાર સરકારના ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યાંને ત્યાં ભ્રષ્ટાચારના ભોરિંગ જોવા મળી રહ્યા છે. આવો જ કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે.

ગુજરાતમાં ફરી એકવાર સરકારના ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યાંને ત્યાં ભ્રષ્ટાચારના ભોરિંગ જોવા મળી રહ્યાં છે. આવો જ કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં વસ્તડી ગામ નજીક એક બ્રિજ ધરાશાયી થયો છે.

નેશનલ હાઈવેને ચુડા સાથે જોડતો આ પુલ ધરાશાયી થયો છે. જેના કારણે વહેતી નદીમાં એક ખટારા સહિત અનેક વાહનો ખાબક્યા છે. જેના કારણે ૧૦ થી વધારે લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતો બ્રિજ ધરાશાયી થયો છે. વસ્તડી ગામ નજીકના પુલ પરથી પરથી એક ડંપર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થયો હતો. જેના કારણે ડમ્પર સહિતના અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેના કારણે ૧૦થી વધારે લોકો નદીમાં વહી ગયા હોવાની આશંકા છે.

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં પોલીસ, ફાયર વિભાગ ગામના સરપંચ સહિતના અનેક લોકો ઘટના સ્થળ પર હાજર છે. ૧૦૮ સહિતની ટીમો ઘટના સ્થળ પર હાજર છે. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. સરપંચ સહિત સહિતના અનેક લોકો સતત સ્થળ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરતના સૌથી અમીર ગણપતિ, ૨૫ કિલો સોના-ચાંદી અને હીરાના આભૂષણોથી સુશોભિત બાપ્પાની મૂર્તિ

0
  • ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાયમંડ સિટી સુરતના સૌથી અમીર ગણપતિ આ વર્ષે ૫૧માં વર્ષમાં પ્રવેશ્યા છે. શહેરની દાળિયા શેરીમાં ગણેશજીની પ્રતિમાને સોના, ચાંદી અને હીરાના આભૂષણોથી શણગારવામાં આવી છે.

ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાયમંડ સિટી સુરતના સૌથી અમીર ગણપતિ આ વર્ષે ૫૧માં વર્ષમાં પ્રવેશ્યા છે. શહેરની દાળિયા શેરીમાં ગણેશજીની પ્રતિમાને સોના, ચાંદી અને હીરાના આભૂષણોથી શણગારવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, બાપ્પાને ૧ કરોડથી વધુની કિંમતના ઘરેણાંથી શણગારવામાં આવ્યા છે અને હીરા નગરી સુરતમાં આ ગણેશ સૌથી અમીર ગણાય છે.

દાદાની પ્રતિમાને ૨૫ કિલો સોના-ચાંદીનો ઢોળ ચડાવાયો :

શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ દાલિયા શેરીના ગણપતિ દાદાની પ્રતિમાને ૨૫ કિગ્રા ચાંદી અને સોનાનો ઢોળ ચડાવેલો છે અને હીરાના ઘરેણાં પહેરાવેલા છે, તેમાં બે ફૂટ અને ચાર ફૂટની ચાંદીની ગણેશ મૂર્તિઓ છે. આ સિવાય પત્તાના આકારની મૂર્તિ છે જેમાં ૧,૫૦,૦૦૦ હીરા જડેલા છે અને ૭ કિલોનો ઉંદર છે.

દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે :

સુરતનું દાળિયા શેરી પરંપરાગત હીરા વેપાર કેન્દ્રની મધ્યમાં આવેલું છે મહિધરપુરા હીરા કેન્દ્રની અનુરૂપ તહેવારનું આયોજન કરે છે. દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન અહીં લાખો લોકો દર્શન માટે આવે છે.

આ પણ વાંચો :-

Parineeti Raghav Wedding Pics : રાઘવનો હાથ પકડી મંડપ સુધી પહોંચી પરિણીતી ચોપડા, તસવીરો કરી શેર

0
  • અભિનેત્રી પરિણીતી ચોપડાએ અને સાંસદ રાઘવ ચઢ્ઢા (Parineeti-Raghav Wedding)ના લગ્ન પૂર્ણ થઈ ગયા છે. લગ્નની કેટલીક તસવીરો હવે સામે આવી છે. આ ખુશીની પળોની કેટલીક તસવીરો પર એક નજર..

રવિવારે રાજસ્થાનના ઉદયપુર લીલા પેલેસમાં લગ્ન સમારોહ યોજાયો હતો. આમાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રોએ પણ ભાગ લીધો હતો. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સિંહ (Bhagwat Man singh) અને બોલિવૂડ સ્ટાર્સ જેવા ઘણા રાજકારણીઓએ હાજરી આપી હતી.

પરિણીતીએ તેના ખાસ દિવસના એક-બે નહીં પરંતુ ૦૭ ફોટા શેર કર્યા છે. કેટલીક તસવીરો જૈમલની છે, કેટલીક તસવીરો મંડપમાં જતા અને કેટલીક લગ્નની વિધિની છે. આ તસવીરો સાથે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ક્યૂટ પોસ્ટ પણ લખી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પોસ્ટમાં લખ્યું હતું – ‘પ્રથમ વાતચીતથી લઈને નાસ્તાના ટેબલ સુધી. અમારા બંનેના દિલ જાણે છે કે અમે બંને આ ક્ષણની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે શ્રી અને શ્રીમતી બનીને ખૂબ જ ખુશ છીએ. એકબીજા વિના જીવી શકાતું નથી. અમારી સાથે હંમેશ માટેનો એક સાથેનો સફર હવે શરૂ થયો.

આ પણ વાંચો :-