Home Blog Page 917

ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવ્યું, શ્રીલંકાએ ૧ બોલમાં ૨ વિકેટ ગુમાવી! જાણો કેવી રીતે..

0

બાંગ્લાદેશ પહેલાથી જ આ વર્લ્ડ કપથી બહાર થઈ ચૂકી છે જ્યારે શ્રીલંકાથી પણ આશા રાખવા જેવું લાગી રહ્યું નથી. તેવામાં આજની મેચ બંને ટીમો માટે ઈજ્જતનો સવાલ વધુ લાગી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલી આ મેચ દરમિયાન એક બેટ્સમેનને એ રીતે આઉટ દેવામાં આવ્યું જે વિશે કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય. આવો આઉટ જે વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. શ્રીલંકાનાં બેટર એંજેલો મેથ્યૂઝ મેદાનમાં પહોંચ્યાં જ હતાં કે તેમને પેવેલિયન તરફ વળવું પડ્યું. કારણકે ક્રીઝ પર પહોંચતા સમયે તે સંપૂર્ણપણ તૈયાર નહોતાં. જેની અસર એ થઈ કે તેમને ટાઈમ આઉટ દેવામાં આવ્યો. ક્રિકેટમાં પહેલીવાર કોઈ બેટરને આ રીતે ટાઈમ આઉટ દેવામાં આવ્યું છે.

પહેલા બેટિંગ કરી રહેલી શ્રીલંકાની ટીમે ૨૫ ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનની બીજી બોલ પર સદીરા સમરવિક્રેમાની વિકેટ મળી. પછી ક્રીઝ પર આવેલા અનુભવી બેટર એંજેલો મેથ્યૂઝ ટાઈમ આઉટ થઈ ગયાં. ખેલ ખેલ્યા વિના આ ખેલાડી ટાઈમ આઉટ જાહેર થયાં. આવી રીતે બાંગ્લાદેશની ટીમે ૧ બોલમાં ૨ વિકેટ પોતાને નામ કરી.

બાંગ્લાદેશી બોલર શાકીબ એમ્પાયરને ટાઈમ આઉટ અંગે જણાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશની રજૂઆત સાંભળતા એમ્પાયર એંજેલો મેથ્યૂઝની સાથે વાતચીત કરે છે અને છેલ્લે તે ટાઈમ આઉટ જાહેર થાય છે. ક્રોધી ભારયેલા એંજેલો મેથ્યૂઝ ક્રીઝથી બહાર જઈને હેલ્મેટ અને બેટ ફેંકેં છે.

આ પણ વાંચો :-

દિલ્હી-NCRમાં ૫.૬નો ભૂકંપ લોકો ઘરની બહાર દોડ્યાં, ૩ દિવસમાં બીજી વાર

0

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ૫.૬ નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા ૦ થી ૧.૯ રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ ૨ થી ૨.૯ રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો ૩ થી ૩.૯ હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત ૪ થી ૪.૯ રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે ૫ થી ૫.૯ રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા ૬ થી ૬.૯ હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા ૭ થી ૭.૯ સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો ૮ થી ૮.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા ૯ હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.

આ પણ વાંચો :-

રૂ.૪૦ કરોડની છેતરપિંડીનો મામલો, EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી

0

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. EDએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે. EDએ છેતરપિંડી મામલે પૂછપરછ કરવા જસવંત સિંહની અટકાયત કરી છે.

ઈડીની ટીમે જસવંત સિંહને હાલ જાલંધર લઈને પહોંચી છે. ગજ્જન આજે મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન EDએ અટકાયત કરી છે. મળતા અહેવાલો મુજબ ગજ્જને બેંક સાથે કથિત ૪૦ કરોડની છેતરપિંડી કરી હોવાના જૂના કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અગાઉ પણ ઘણીવાર તપાસ કરી ચુકી છે.

ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ઈડીના અધિકારીઓએ લગભગ ૧૪ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન માજરાએ જણાવ્યું હતું કે, ઈડીની ટીમ તેમના નિવાસસ્થાનેથી ૩૨ લાખ રોકડ અને ૩ મોબાઈલ ફોન સાથે લઈ ગઈ છે.

આ પણ વાંચો :-

ઉત્તર ગુજરાતમાં દિવાળીના દિવસોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા, ડિસેમ્બરમાં ઠંડી વધશે

0

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન થવામાં છે. આગામી શનિવારથી દિવાળીના તહેવારો વખતે જ ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી  ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૧૧ નવેમ્બરથી લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડિગ્રીથી નીચે  જવાની સંભાવના છે.નવેમ્બર મહિનાના અંત સુધીમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી સુધી જઇ શકે છે.નવેમ્બરમાં અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી લઘુતમ તાપમાનનો પારો કમસેકમ એકવાર ૧૫ ડિગ્રીથી નીચે ગયો છે. ૧૧ નવેમ્બર ૨૦૧૨ના અમદાવાદમાં ૧૧.૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે ૨૦ ડિગ્રી, જ્યારે કે દિવસે ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી વધશે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીનું વાતાવરણ રહેશે.

વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. ૨૨ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે ત્યાર બાદ ગુજરાતમાં ઠંડી શરુ થશે જેથી આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. ૫ મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

 

કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી, પ્રેમિકાને પામવા યુવકે રચ્યો ખતરનાક ખેલ

0

કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના બની હતી. એક વૃદ્ધાની હત્યામાં થયેલા ખુલાસાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ હતી. ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયેલા ૮૭ વર્ષીય વૃદ્ધાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

વોંધડા ગામના સરપંચના પુત્રને એક યુવતી સાથે લગ્ન કરવા હતા. પરંતુ પોતાના કુંટુબની જ યુવતી હોવાના કારણે તેની સાથે લગ્ન શક્ય નહોતા. જેથી બંનેએ સાથે મળીને એક ખતરનાક યોજના બનાવી હતી. પ્રેમિકાને મૃત જાહેર કરી તેની સાથે ભાગીને લગ્ન કરવાનો આરોપી યુવકે પ્લાન બનાવ્યો હતો. આ માટે આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ ત્યાંથી હાડકા હાથ ના લાગતા યુવક અને યુવકીએ ભચાઉમાં એક વૃદ્ધની હત્યાની યોજના બનાવી અને તેને પ્રેમિકાની લાશ સાબિત કરી લગ્ન કરવાનો પ્લાન હતો. પરંતુ આરોપી વૃદ્ધાની લાશને સળગાવે તે પહેલા જ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે વોંધડાના સરપંચના પુત્ર અને તેની પ્રેમિકાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વાસ્તવમાં પૂર્વ કચ્છના ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ મહિલા ભેદી રીતે ગુમ થયા હતા. તેમના પડોસમાં રહેતા ધરમસી સતરાએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારથી જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન જ વૃદ્ધના ઘર નજીકના CCTVમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી જેમાં એક અજાણ્યો શખ્સ બેગને ઢસડીને લઇ જતો કેદ થયો હતો. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસને ૮૦ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાંથી મળી આવ્યો હતો જે બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તપાસમાં ૨૨૦૦ કલાકના ૧૭૦ થી વધુ CCTV રેકોર્ડીંગ તપાસ્યા હતા. પોલીસે આ કેસ ઉકેલવા માટે ૧૦ ટીમ બનાવી બનાવનો ભેદ ઉકેલ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૩૦૨, ૪૫૭ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ સમઢીયાળી કબ્રસ્તાનમાંથી કબર ખોદી લાશને લાવવાનો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન, US સેન્ટ્રલ કમાન્ડે શેર કરી તસવીર

0

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી સેનાએ એક સામાન્ય જાહેરાત કરી છે. અમેરિકાની ગાઈડેડ મિસાઈલ પરમાણુ સબમરીનને મધ્ય-પૂર્વ સમુદ્રમાં ઉતારવામાં આવી છે. સબમરીન ઓહિયો ક્લાસની છે, જોકે સેનાએ સબમરીનનું નામ જણાવ્યું નથી. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક સબમરીનની તસવીર શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, અમારા એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટીમાં ઓહિયો ક્લાસની સબમરીન પ્રવેશી રહી છે .

અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે હાલ સબમરીનું નામ જાહેર કર્યું નથી. દરમિયાન અમેરિકી સેના પાસે ૪ પ્રકારની ગાઈડેડ મિસાઈલ સબમરીન છે. ઉપરાંત અમેરિકા પાસે એસજીએન છે, જેમાં ટૉમહૉક ક્રૂઝ મિસાઈલો તૈનાતની સ્થિતિમાં હોય છે. એસજીએન ૧૫૪ ટૉમહૉક ક્રૂઝ મિસાઈલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

હમાસે ઈઝરાઇલ સામે યુદ્ધ શરૂ કર્યા બાદ અમેરિકા ઈઝરાઇલનું ભરપુર સમર્થન કરી રહ્યો છે. યુદ્ધ વચ્ચે અમેરિકાએ સબમરીન ઉતારતા સૌકોઈ આશ્ચર્ય પામ્યા છે. જોકે અમેરિકાએ સબમરીન સમુદ્રમાં કેમ ઉતારી, તેનું કારણ હજુ સામે આવ્યું નથી. ઉપરાંત અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન યુદ્ધ મુદ્દે મધ્ય-પૂર્વમાં તુર્કેઈ, ઈઝરાયેલ, ઈરાક, વેસ્ટ બેંક, જોર્ડન સાથે સતત બેઠકો યોજી રહ્યા છે, તો બીજી તરફ મધ્ય-પૂર્વનાં સમુદ્રમાં પરમાણુ સબમરીન ઉતારાતા અમેરિકાની રણનીતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે, જેમાં એવું કહેવાઈ રહ્યું છે કે, અમેરિકા દ્વારા યુદ્ધને લઈ એક તરફ વાતચીતનો પક્ષ રાખવાનો પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ સમુદ્રમાં સબમરીન ઉતારવામાં આવી છે.

આ પણ વાંચો :-

સુરતમાં નકલી IPS મોહમ્મદ અને ગાંધીનગરમાં નકલી FCI અધિકારીની ધરપકડ

0

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી IPS અને FCI અધિકારી ઝડપાયા છે. નકલી અધિકારી બની ખુલ્લેઆમ દાદાગીરીના કિસ્સાઓ એક બાદ સામે આવી રહ્યાં છે. અત્રે જણાવીએ કે, સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે તો બીજી તરફ ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. ચાલો આ બંન્ને નકલી અધિકારીઓના કારનામાં જાણીએ.

સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો છે. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો છે. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો છે. સમગ્ર બાબતને લઈ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે

ગાંધીનગરથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. સેક્ટર-૨૧ના પોલીસ સ્ટેશનમાં પુણ્યદેવ રાય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જણાવ્યું કે, FCIના આધિકારીના નામે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા છે.  અત્રે જણાવીએ કે, બોગસ વિઝિટિંગ કાર્ડ બનાવી પોલીસ ભવનમાં આરોપી પ્રવેશ્યો હતો. આરોપીએ રામલીલામાં ભાગ લેવા પોલીસ અધિકારીને આમંત્રણ આપ્યુ હતું. આરોપી પુણ્યદેવ રાય મૂળ બિહારનો અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો :-

૧૦૦ કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં તિરાડ, ભ્રષ્ટાચારનો બ્રિજમાં એક જ વર્ષમાં પડી ગઈ તિરાડો

0

રાજકોટમાં એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજમાં તિરાડ પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ બ્રિજને બનાવવામાં પહેલા જ 8 મહિના મોડું થયું હતું. જોકે હવે આ બ્રિજ બન્યાના એક મહિનામાં જ તિરાડો પડતાં હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. નોંધનિય છે કે, આ બ્રિજને ૧૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.

રંગીલા રાજકોટમાં એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ બ્રિજમાં તિરાડો પડતાં કથિત રીતે ભ્રષ્ટાચારની સંભાવના દેખાઈ રહી છે. વિગતો મુજબ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાય એંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ પડી ગઈ છે. આ બ્રિજને ૧૦૦ કરોડથી વધુના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો હતો. જોકે માત્ર એક વર્ષમાં જ આ બ્રિજમાં તિરાડો પડી જતા અનેક સવાલ ઊભા થયા છે.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાય એંગલ બ્રિજ એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિગતો મુજબ આ ૧૦૦ કરોડથી વધુના ખર્ચના આ બ્રિજનું કામ તેના નિર્માણના નિર્ધારિત સમય કરતાં 8 મહિના બાદ પૂર્ણ થયું હતું. જે બાદમાં ૧૯ ઓક્ટોમ્બર ૨૦૨૨ના રોજ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે હવે બ્રિજના સર્કલમાં જોઇન્ટ વગરના બ્રિજમાં તિરાડો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે .

આ પણ વાંચો :-

• મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

• વિજય રૂપાણીના કાફલાનો અકસ્માત, તાત્કાલિક કારમાંથી ઉતરી મદદે દોડી આવ્યા પૂર્વ CM

વિજય રૂપાણીના કાફલાનો અકસ્માત, તાત્કાલિક કારમાંથી ઉતરી મદદે દોડી ગયા પૂર્વ CM

0

સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હાઇવે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી. જેને લઈ વિજય રૂપાણીએ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટેની વ્યવસ્થા કરી તેમને સારવાર માટે મોકલી આપ્યા હતા.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ  CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.

આ પણ વાંચો :-

• મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

• ઓનલાઈન ગેમિંગથી ચેતજો! ૧૨૦૦ લોકો, ૨૦૦ એકાઉન્ટ, ૨૫ જેટલા ગ્રૂપ, ગાંધીનગરમાં ત્રણ આરોપીની ધરપકડ

 

વીર નર્મદ યુનિવર્સિટીની જર્નાલિઝમ વિભાગમાં ABVP નો જોઇન્ટ સેક્રેટરી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો

0

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાની મોસમમાં ચર્ચામાં રહેતી આવી છે. હાલમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે જર્નાલિઝમ વિભાગમાં સેમેસ્ટર ૫ ની પરીક્ષામાં કાપલી લઇને પરીક્ષા આપતા એબીવીપીના જોઇન્ટ સેક્રેટરી અને ભાજપ યુવા મોરચાનો કાર્યક્રર ચોરી કરતાં પકડાયા હતા.

વીર નર્મદ યુનિવર્સિટીમાં અત્યારે ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આર્કિટેક્ચર વિભાગમાં સામુહિક ચોરી કરતાં ૧૫ વિદ્યાર્થીઓ પકડાયા બાદ ગયા શુક્રવારે જર્નાલિઝમ વિભાગમાં સેમેસ્ટર ૫ ના બે વિદ્યાર્થીઓ ચોરી કરતાં પકડાયા હતા. પરીક્ષામાં ગેરરીતિ થાય નહીં એ માટે પરીક્ષા વિભાગની સ્કવૉડ સરપ્રાઇઝ ચેકીંગ કરતી રહે છે. બી.એ. વીથ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે સ્કવૉડે સરપ્રાઇઝ ચેકીંગ શરૂ કર્યું હતું, ત્યારે એબીવીપીના જોઇન્ટ સેક્રેટરી અને યુવા ભાજપના કાર્યકર અને બીજો એક વિદ્યાર્થી કાપલી સાથે પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા.

અભ્યાસ કરવાના સમયે રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાઇને વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ જઇને કેરિયર બગાડી રહ્યા છે, એ વાત વિદ્યાર્થીઓ વહેલા સમજી જાય એ જીવન માટે જરૂરી છે.

આ પણ વાંચો :-

• મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

• ઓનલાઈન ગેમિંગથી ચેતજો! ૧૨૦૦ લોકો, ૨૦૦ એકાઉન્ટ, ૨૫ જેટલા ગ્રૂપ, ગાંધીનગરમાં ત્રણ આરોપીની ધરપકડ