રૂ.૪૦ કરોડની છેતરપિંડીનો મામલો, EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી

Share this story

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. EDએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે. EDએ છેતરપિંડી મામલે પૂછપરછ કરવા જસવંત સિંહની અટકાયત કરી છે.

ઈડીની ટીમે જસવંત સિંહને હાલ જાલંધર લઈને પહોંચી છે. ગજ્જન આજે મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન EDએ અટકાયત કરી છે. મળતા અહેવાલો મુજબ ગજ્જને બેંક સાથે કથિત ૪૦ કરોડની છેતરપિંડી કરી હોવાના જૂના કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અગાઉ પણ ઘણીવાર તપાસ કરી ચુકી છે.

ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ઈડીના અધિકારીઓએ લગભગ ૧૪ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન માજરાએ જણાવ્યું હતું કે, ઈડીની ટીમ તેમના નિવાસસ્થાનેથી ૩૨ લાખ રોકડ અને ૩ મોબાઈલ ફોન સાથે લઈ ગઈ છે.

આ પણ વાંચો :-