દિલ્હી-NCRમાં ૫.૬નો ભૂકંપ લોકો ઘરની બહાર દોડ્યાં, ૩ દિવસમાં બીજી વાર

Share this story

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ૫.૬ નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા ૦ થી ૧.૯ રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ ૨ થી ૨.૯ રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો ૩ થી ૩.૯ હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત ૪ થી ૪.૯ રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે ૫ થી ૫.૯ રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા ૬ થી ૬.૯ હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા ૭ થી ૭.૯ સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો ૮ થી ૮.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા ૯ હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.

આ પણ વાંચો :-