સુરતમાં નકલી IPS મોહમ્મદ અને ગાંધીનગરમાં નકલી FCI અધિકારીની ધરપકડ

Share this story

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી IPS અને FCI અધિકારી ઝડપાયા છે. નકલી અધિકારી બની ખુલ્લેઆમ દાદાગીરીના કિસ્સાઓ એક બાદ સામે આવી રહ્યાં છે. અત્રે જણાવીએ કે, સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે તો બીજી તરફ ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. ચાલો આ બંન્ને નકલી અધિકારીઓના કારનામાં જાણીએ.

સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો છે. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો છે. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો છે. સમગ્ર બાબતને લઈ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે

ગાંધીનગરથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. સેક્ટર-૨૧ના પોલીસ સ્ટેશનમાં પુણ્યદેવ રાય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જણાવ્યું કે, FCIના આધિકારીના નામે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા છે.  અત્રે જણાવીએ કે, બોગસ વિઝિટિંગ કાર્ડ બનાવી પોલીસ ભવનમાં આરોપી પ્રવેશ્યો હતો. આરોપીએ રામલીલામાં ભાગ લેવા પોલીસ અધિકારીને આમંત્રણ આપ્યુ હતું. આરોપી પુણ્યદેવ રાય મૂળ બિહારનો અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો :-