પાકિસ્તાનના આ શહેરે પ્રદૂષણના મામલે દિલ્હી, મુંબઈને પણ પાછળ છોડ્યુ

Share this story

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હીના લોકોને ઝેરી હવામાં ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

દિલ્હી ઉપરાંત મુંબઇ અને અન્ય સહેરોમાં પણ વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સ્થિતિ સારી નથી. પાકિસ્તાનના લાહોર શહેરને સતત બીજી વખત વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

ગ્લોબલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્લેટફોર્મ અનુસાર, લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચ પર છે. લાહોરમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા સ્થાનિક સરકારે બુધવારે સ્મોગ ઈમરજન્સી પણ લાદી દીધી હતી. 12 કરોડની વસ્તી ધરાવતા લાહોરમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારનો આ નિર્ણય લાહોર હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આવ્યો છે.

સરકારનું કહેવું છે કે પર્યાવરણ વિભાગ ઔદ્યોગિક એકમો બંધ કરાવશે. કોર્ટના આદેશ બાદ જ આવશ્યક ઔદ્યોગિક એકમો ફરીથી ખોલવામાં આવશે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-