Home Blog Page 918

૦૫,નવેમ્બર ૨૦૨૩/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો રવિવાર જશે કષ્ટદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની ‌તબિયત બગડતી જણાય.

વૃષભઃ

‌પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણશ‌ક્તિ વધે. બીજાની નકલ કરવાની ઇચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાનું પ્રમાણ વધે. વિલંભે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવજો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવા‌ની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ

મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો ‌હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આ‌ર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

• પાકિસ્તાનના આ શહેરે પ્રદૂષણના મામલે દિલ્હી, મુંબઈને પણ પાછળ છોડ્યુ
• ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ, ૨૭ લોકોના મોત, ૧૭ લોકો દાઝ્યા

૦૪, નવેમ્બર ૨૦૨૩ / વિવાદોવાળા કામમાં થશે લાભ, કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ, આ રાશિના જાતકોને શનિવાર થશે સારા શુકન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
ગઇકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.
વૃષભઃ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થયાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.
મિથુનઃ
વાણી વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો તાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.
કર્કઃ
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.
સિંહઃ
આત્મવિશ્વાસ છટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.
કન્યાઃ
કોઇની ઉપર વિશ્વાસ મુક્તા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.
તુલાઃ
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.
વૃશ્ચિકઃ
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.
ધનઃ
નાણાંભીડ વર્તાય. માનસિક અશંાતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.
મકરઃ
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબીયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.
કુંભઃ
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.
મીનઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણાહાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

ઓનલાઈન ગેમિંગથી ચેતજો! ૧૨૦૦ લોકો, ૨૦૦ એકાઉન્ટ, ૨૫ જેટલા ગ્રૂપ, ગાંધીનગરમાં ત્રણ આરોપીની ધરપકડ

0

ગાંધીનગરમાંથી ઓનલાઈન ગેમિંગના નામે ફ્રોડ કરનારી ગેંગ પકડાઈ છે. આરોપીઓ જે ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડથી ગુના કરતા હતા. જે સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે

બે આરોપીઓ મહોમ્મદ ઈસ્માઈલ અને સરફરાઝની ધરપકડ કરી છે. જે લોકો સામાન્ય જનતાને પ્રલોભન આપી ઠગાઈ કરતા હતા. આરોપીઓએ ૨૦૦ એકાઉન્ટ ખોલ્યા હતા. અલી નામના અન્ય આરોપીને ૨૦૦ એકાઉન્ટ ટ્રાન્સ્ફર કરતા હતા. જે સમગ્ર કાંડ માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હતો. ૨૫ ગૃપમાંથી ૫ માં આરોપી સભ્ય હતા અને એક ગૃપમાં ૧૨૦૦ લોકો જોડાયેલા છે. આમ આ આરોપીઓ કુલ ૬ હજાર લોકો સાથે જોડાયેલા હતા.  દરેક સભ્ય પાસે ૨૦૦ એકાઉન્ટ હોય તો ૧૨ લાખ એકાઉન્ટ થાય જેમા નાણા વપરાયા છે. જો કે, પોલીસ ૧૨ લાખ એકાઉન્ટની તપાસ કરશે તેમ આઈજીએ જણાવ્યું છે. એક એકાઉન્ટમાંથી માત્ર સાઈબર ફ્રોડ થાય તો બીજા એકાઉન્ટમાંથી નાણા ઉપાડતા હતા. ક્યારેક રોકડમાં પૈસા ઉપાડી આંગડીયા મારફતે પૈસા મોકલતા હતા. જ્યારે બીજો વ્યક્તિ પૈસા લઈ ક્રિપ્ટો કરન્સીમા કન્વર્ટ કરતો હતો. કન્વર્ટ કરી અલી નામના પોકેટમાં ક્રીપ્ટો ટ્રાન્સ્ફર કરતા હતા.

દુબઈ અને અન્ય સ્થળો પર નાણા મોકલતા હોવાનું સામે આવ્યું છે, અલી નામના આરોપીની તપાસ થઈ રહી છે. આરોપી કેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આતંકી પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલોને લઈ તપાસ કરાશે. આરોપીઓ પાસેથી ખાનગી બેંકોની ચેકબૂક મળી છે તેમજ 8 ડેબિટ કાર્ડ, બેંક ડિપોઝીટ સ્લીપ મળી છે. હૈદરાબાદથી ગુના માટે નોટિસ મોકલવામાં આવી છે. આરોપીઓએ હૈદરાબાદમાં ગુનો આચર્યો છે. ૧૦ ટકા કમિશન આરોપીઓને મળતું હતું. ૧થી ૧.૫ ટકા એકાઉન્ટ ધારકોને આપવામાં આવતું હતું.

આ પણ વાંચો :-

પાકિસ્તાનના આ શહેરે પ્રદૂષણના મામલે દિલ્હી, મુંબઈને પણ પાછળ છોડ્યુ

0

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હીના લોકોને ઝેરી હવામાં ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

દિલ્હી ઉપરાંત મુંબઇ અને અન્ય સહેરોમાં પણ વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સ્થિતિ સારી નથી. પાકિસ્તાનના લાહોર શહેરને સતત બીજી વખત વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

ગ્લોબલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્લેટફોર્મ અનુસાર, લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચ પર છે. લાહોરમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા સ્થાનિક સરકારે બુધવારે સ્મોગ ઈમરજન્સી પણ લાદી દીધી હતી. 12 કરોડની વસ્તી ધરાવતા લાહોરમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારનો આ નિર્ણય લાહોર હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આવ્યો છે.

સરકારનું કહેવું છે કે પર્યાવરણ વિભાગ ઔદ્યોગિક એકમો બંધ કરાવશે. કોર્ટના આદેશ બાદ જ આવશ્યક ઔદ્યોગિક એકમો ફરીથી ખોલવામાં આવશે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

0

પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક મજુર તો ક્યારેક ફુગ્ગાવાળા બનીને આરોપીને દબોચતા હોય છે. ઘરફોડ ચોરીના ગુનામાં મધ્યપ્રદેશની કુખ્યાત ”પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે ફુગ્ગાવાળા બનીને શખ્સને દબોચ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત ૨૮મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જગદીશ સુખાભાઈ આહીરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં,કાંડા ઘડિયાળ,મોબાઈલ તેમજ ૫.૫૪ લાખની રોકડ રકમ સહિત ૧૧.૩૬ લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ અલગ વિસ્તારોમાં CCTV ફૂટેજની પણ તપાસ કરી હતી. આ દરમ્યાન ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું.

ખટોદરા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમ્યાન શહેરી વિસ્તારોમાં ફુગ્ગા અને રમકડાં વેચવા પોતાની મહિલાઓ જોડે ફરી જે તે મકાનોની રેકી કરે છે. લગ્નપ્રસંગ હોય તેવા મકાનોની બહાર ફુગ્ગા અને રમકડાં વેચવાના બહાને મકાનોની રેકી કરી ત્યારબાદ રાત્રીના સમયે પારઘી ગેંગના તમામ સાગરીતો ટાર્ગેટ કરેલા મકાનોને નિશાન બનાવે છે.જેમાં ભટાર ખાતે આવેલ ઠાકોર પાર્ક સોસાયટીના મકાનની પણ આરોપીઓ દ્વારા પહેલા રેકી કરી અને ત્યારબાદ ગુનાને અંજામ આપ્યો હતો.જે ગુનાનો ભેદ હાલ તો પોલીસે ઉકેલી કાઢી “પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.જ્યારે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.

આ પણ વાંચો :-

બોપલમાં લૂંટ બાદ મહિલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કર્યો ગેંગરેપ, ૫ નરાધમોએ સકંજામાં

0

અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધતી જઈ રહી છે, બે દિવસ પહેલા ૪૮ કલાકમાં હત્યાના ૩ બનાવો બન્યા હતા. તો આજે ૩ નવેમ્બરે બોપલ વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટનો બનાવ બન્યો છે. ગુનાખોરીનું પ્રમાણ વધતા હવે અમદાવાદ શહેર બિહાર-ઉત્તરપ્રદેશના શહેરો સાથે ગુનાખોરીમાં સ્પર્ધા કરતુ હોય એવું લાગી રહ્યું છે.

બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં પાંચ નરાધમોએ ૩૦ વર્ષની મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને સાથે એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ ફ્લેટની લાઈટો બંધ કરી બંધક બનાવી મહિલા પર સામુહિક દુષ્કર્મ કર્યું હતુંઅને ફરાર થઇ ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરાર થયેલા આ આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરમાં એક બસમાંથી ઝડપાઇ ગયા છે. બનાસકાંઠા LCBએ અરોમા સર્કલ પાસેથી એક બસમાંથી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ત્રણ પંજાબના છે, જયારે બે આરોપીઓ ઉત્તરપ્રદેશના છે.

આ પણ વાંચો :-

ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ, ૨૭ લોકોના મોત, ૧૭ લોકો દાઝ્યા

0

ઉત્તરી ઈરાનમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગવાના કારણે ૨૭ લોકોના મોત થયા છે. બીજા ૧૭ લોકો દાઝી ગયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઈરાનના મીડિયાના કહેવા અનુસાર શુક્રવારે ઉત્તરી ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આગ પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી પણ તેમાં ૨૭ લોકોના મોત થયા છે.વહેલી સવાર આગ લાગી હોવાથી મોટા ભાગના લોકો સુતેલા હતા અને તેના કારણે તેઓ આગમાં સપડાઈ ગયા હતા. આ એક ખાનગી વ્યસન મુકિત કેન્દ્ર છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્રમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતા સાધનો નહોતા ઈરાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. સપ્ટેમ્બરમાં ઈરાનના રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત કાર બેટરી બનાવતી ફેકટરીમાં પણ આ રીતે આગ લાગી હતી. જોકે તે વખતે કોઈનો જીવ નહોતો ગયો.

આ પણ વાંચો :-

 

એલ્વિશ યાદવની વિરુદ્ધ FIR દાખલ, ૯ કોબ્રા સાંપના ઝેર વાળી રેવ પાર્ટી પર પોલીસની મોટી છાપેમારી

0

બિગ બોસ OTT-૨ વિનર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં FIR નોંધવામાં આવી છે. એલ્વિશ પર ક્લબો અને પાર્ટીઓમાં સ્નેક બાઈટ પ્રોવાઈડ કરવા સહીત અનેક ગંભીર આરોપો લાગ્યા છે. મેનકા ગાંધી સાથે જોડાયેલી સંસ્થા પીપલ ફોર એનિમલ્સ (PFA)એ કસ્ટમર બનીને આરોપીઓની આ જાળનો ખુલાસો કર્યો છે. બીજી તરફ હવે આ સમગ્ર પ્રકરણ બાદ મેનકા ગાંધી, સ્વાતિ માલીવાલ સહીત અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.

બીજેપી સાંસદ મેનકા ગાંધીએ એલ્વિશની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યું કે, એલ્વિશ યાદવ અને તેના જેવા લોકો જે આવો પ્રયત્ન કરે છે અને કાયદો તોડે છે તેમની પોલીસે એકદમ ધરપકડ કરી લેવી જોઈએ. એલ્વિશ કેટલાંય દિવસોથી સાપ પહેરીને નાચી રહ્યો છે અને તેનાથી પણ ઉપર તે રેવ પાર્ટી ઓર્ગેનાઈઝ કરે છે. જેમાં તે અજગર અને કોબરા વેચે છે અને તેમનું ઝેર પણ કાઢીને વેચે છે. જે લોકો આ ઝેર લે છે તેની કિડની ફેલ થઈ જાય છે. જે લોકો જંગલોમાંથી સાપ લાવીને તેને મારે છે તેમને ૭ વર્ષની સજા થાય છે.

યુટ્યૂબર એલ્વિશ યાદવ પર FIR થઈ છે. આરોપ છે કે, એલ્વિશ યાદવ રેવ પાર્ટી કરતો હતો. જેમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે. આ વ્યક્તિને હરિયાણાના સીએમ મંચ પરથી પ્રમોટ કરી રહ્યા છે. એક તરફ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા જેવા ટેલેન્ટ રસ્તા પર દંડા ખાય છે અને હરિયાણા સરકાર આવા લોકોને પ્રમોટ કરે છે. તેના વીડિયોમાં છોકરીઓ પર અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળશે, અપશબ્દો જોવા મળશે. મત માટે નેતા કંઈ પણ કરી શકે છે.

આ પણ વાંચો :-

અમરેલીમાં પરીક્ષાનું પેપર લખતાં- લખતાં વિદ્યાર્થીનું આવ્યું હાર્ટ એટેક, ગુજરાતમાં ૨૪ કલાકમાં સાત મોત

0

ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને લોકોમાં ભય પ્રસર્યો છે. યુવાન અને આધેડ બાદ હવે નાના બાળકો પણ હાર્ટ એટેક આવતાં મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં હવે રોજ બે ત્રણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગઈકાલે અંકલેશ્વરમાં ૧૦ વર્ષની એક બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થીનીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું છે. વિદ્યાર્થીની સ્કૂલમાં પેપર લખતાં લખતાં અચાનક ઢળી પડી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં નવમા ભણતી એક વિદ્યાર્થીની સ્કૂલમાં પરીક્ષાનું પેપર લખી રહી હતી. તે પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોતનું સ્પષ્ટ કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટ અટેકથી સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે.સુરતના કતારગામ વિસ્તારમાં શેર બજારનું કામ કરતા ૪૮ વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક  આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા. તે ઉપરાંત ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો.ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે.વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગે ફરી ખતરનાક આગાહી, જાણો કેટલાં રાજ્યોમાં વરસાદને લઈને હાઈ એલર્ટ, ગુજરાતમાં પડશે ખરો ?

0

દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં ૩ થી ૬ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.

છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહેમાં ૨ થી ૬ નવેમ્બર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ૩ થી ૫ નવેમ્બર સુધી ભારે વરસાદ નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશમાં ૨ અને ૩ નવેમ્બરે વરસાદ અને હિમવર્ષા થશે. આ સિવાય ૩ નવેમ્બરે ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તે જ સમયે, ૭ નવેમ્બરથી ઉત્તરીય હિમાલયન ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં ૩ થી ૬ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહી.

આ પણ વાંચો :-