Home Blog Page 864

૧૫ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ, સુખ-શાંતિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભ

બપોર પછી આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુન

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ સાવધાની રાખવી.

કર્ક

આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્મામાં વૃધ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

‌સિંહ

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રાપ્તિ સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યા

આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રી વર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો માઇગ્રેઇન ની સ્મસ્યા સતાવે.

તુલા

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકાયક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃ‌‌શ્ચિક

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

ધન

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિદ જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકર

આવક ઘટતી જણાય. થતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીયક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભ

આત્મબળમાં વૃધ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદનુંની સ્થિતિ પેદા થાય. શેરબજાર, તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીન

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ મળશે.

આ પણ વાંચો :-

આંધ્ર પ્રદેશના ઈન્ડસ હોસ્પિટલમાં ભીષણ આગ, ૫૦થી વધુ દર્દીઓને બચાવાયા

લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના પાંચ સાંસદોને શિયાળુ સત્રમાંથી કર્યું સસ્પેન્ડ

સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડ લલિત ઝાને લઈને મોટો ખુલાસો

0

સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડનું નામ સામે આવ્યું છે. મૂળ બંગાળના લલિત ઝા નામના એનજીઓના કાર્યકરે તેના ૫ દોસ્તો સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું અને હુમલા માટે ૧૩ ડિસેમ્બરનો દિવસ પણ તેણે નક્કી કર્યો હતો. હુમલાના દિવસ ૧૩ ડિસેમ્બરે શું બન્યું હતું તેને લઈને હવે મોટું અપડેટ સામે આવ્યું છે. લલિત ઝાએ હુમલા પહેલા ગુરુગ્રામમાં તેના ઘેર આરોપીઓ દોસ્તોની બેઠક બોલાવી હતી અને તેમને જરુરી સૂચનાઓ આપી હતી અને બધાના ફોન લઈ લીધા હતા અને પછી ભાગી ગયો હતો.

લલિત સંસદની સુરક્ષાનો ભંગ કરવાનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે પોતાને એક સામાજિક કાર્યકર કહે છે. તેઓ કોલકાતામાં અનેક જાહેર વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લેતા રહ્યા છે. તેઓ બંગાળની ઘણા NGO સાથે સંકળાયેલા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હાલમાં લલિતને શોધી રહી છે.

લલિતના નજીકના સહયોગી અને NGO પાર્ટનર નીલક્ષ આઈચનો સંપર્ક કરતાં સામે આવ્યું કે તે પશ્ચિમ બંગાળનો વિદ્યાર્થી છે, જે સામાજિક પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો છે. લલિત કથિત રીતે કોમ્યુનિસ્ટ સુભાષ સભા નામના નીલક્ષ દ્વારા સ્થાપિત NGOના જનરલ સેક્રેટરી હતા. વાતચીત દરમિયાન નીલક્ષે જણાવ્યું કે, લલિતે છેલ્લે સંસદની સુરક્ષાનો ભંગ કર્યા બાદ જ તેમનો સંપર્ક કર્યો હતો. લલિતે બપોરે ૧ વાગ્યે સંસદની બહાર થયેલા પ્રદર્શનનો વીડિયો પણ મોકલ્યો હતો. લલિતે વીડિયો મોકલ્યો હતો અને લખ્યું હતું કે, ‘મીડિયા કવરેજ માટે આ જુઓ આ સિવાય તેમણે એમ પણ લખ્યું કે,આ વીડિયોને સુરક્ષિત રાખજો જય હિંદ.

લલિત ઝાએ તેના ૫ દોસ્તો સાથે મળીને સ્મોક એટેકનું કાવતરું ઘડ્યું હતું અને આખો પ્લાન તેની દોરવણી હેઠળ પાર પડાયો હતો. તેણે સંસદમાં ઘુસણખોરી માટે ૧૩ ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો કારણ કે તે દિવસે સંસદ આતંકી હુમલાની ૨૨મી વરસી હતી તેથી દેશ-દુનિયાનું વધારે ધ્યાન ખેંચાય.

આ પણ વાંચો :-

સુરતમાં ૯ વર્ષના બાળકને ૧૫ શ્વાને ટોળાએ બચકા ભરી લોહીલુહાણ કર્યો

0

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાંથી રખડતા કૂતરાઓના આતંકની ઘટના સામે આવી છે. પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસેથી વહેલી સવારે ૯ વર્ષનો બાળક શાળાએ જઈ રહ્યો હતો. આ દરમિયાન ૧૫થી ૨૦ જેટલા રખડતા કૂતરાનું ટોળું તેની પાછળ દોડ્યું અને નીચે પાડી દીધો હતો અને બાદમાં શરીરના ભાગે ૨૫થી વધુ બચકા ભરી લીધા હતા. જેના કારણે બાળક લોહી લુહાણ થઈ ગયો હતો. હાલમાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક રહેવાસી ચિનુભાઈએ જણાવ્યું હતું કે, પંદરેક જેટલા શ્વાનો બાળકને પછાડી દીધો હતો. અમે સમયસર દોડી જતા બાળક બચી ગયો હતો. અહિયાં શ્વાનોનો ખુબ જ આંતક છે. અહીં ચીકનની લારીઓ છે જેથી શ્વાનો અહીં જ રહે છે. અહીં બાઈક પર પસાર થતા લોકોને પણ બચકાં ભરવા તેઓ દોડે છે. SMC વાળા અહીં આવે છે તો ફરીને જતા રહે છે પણ પકડતા નથી. બાળકને માથામાં તો આખું ચામડું કાઢી નાખ્યું છે. આ ઉપરાંત ગળા અને ડાથ પગ પર ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો :-

લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના ૯ સાંસદ અને વિપક્ષી ૧૫ સાંસદો સસ્પેન્ડ

0

લોકસભામાં હંગામો અને ગેરવર્તણૂક કરવા બદલ કોંગ્રેસના પાંચ સાંસદોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે તે સત્રની કોઈપણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જ્યોતિસ્માની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે. આજે જ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને પણ ગેરવર્તણૂકના કારણે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભામાં કહ્યું કે અમે બધા સહમત છીએ કે ગઈકાલે બનેલી ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ચૂક હતી અને આ મામલે લોકસભા અધ્યક્ષના નિર્દેશ પર અમે ઉચ્ચતરીય તપાસ શરૂ કરાવી દીધી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈપણ સભ્યથી રાજનીતિની અપેક્ષા નથી રખાતી. આપણે હવે પક્ષોની રાજનીતિથી ઉપર ઊઠીને કામ કરવું પડશે. સંસદમાં સુરક્ષા ચૂકની ઘટનાઓ પહેલા પણ બની હતી અને તે સમયે લોકસભાના અધ્યક્ષોના દિશાનિર્દેશો અનુસાર કાર્યવાહી ચાલતી જ રહી છે.

આ પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના સસ્પેન્શનને લઈને વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે

0

સુપ્રીમ કોર્ટે BSP સાંસદ અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં આપવામાં આવેલી ૪ વર્ષની સજામાંથી રાહત આપી છે. કોર્ટે હાલમાં અફઝલ અંસારીની સજા પર રોક લગાવી છે. જેના કારણે ગેરલાયક ઠેરવેલા BSP સાંસદને ફરી ચૂંટણી લડવા માટેનો માર્ગ ખુલી ગયો છે. જો કે, કોર્ટે એક શરત મૂકી છે કે તે મતદાન કરી શકશે નહીં અને સાંસદ તરીકે ભથ્થાં પણ લઈ શકશે નહીં. પરંતુ તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજા થઈ હતી. આ પછી ૧ મેના રોજ તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અફઝલ અંસારીની અપીલનો ૩૦ જૂન ૨૦૨૪ સુધીમાં નિકાલ કરવા જણાવ્યું હતું. સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા બાદ અફઝલ અંસારી માટે આગામી વર્ષે ૨૦૨૪ માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તેઓ ૫ વખત ધારાસભ્ય અને ૨ વખત સાંસદ રહી ચૂક્યા છે. ગાઝીપુરની વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે ૨૯ એપ્રિલે અફઝલ અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે અફઝલ અંસારીને ૪ વર્ષની અને તેના ભાઈ ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં બંને વિરુદ્ધ યુપી ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈઆએ અફઝલ અંસારીની સજા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો જ્યારે જસ્ટિસ દીપાંકર દત્તા તેમના પક્ષમાં નહોતા. આમ જજોની ૨-૧ બહુમતીથી અફઝલ અંસારીને રાહત મળી છે. જો કે કોર્ટે તેમની સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે અને તેઓ લોકસભામાં મતદાન કરી નહીં શકશે પરંતુ તેઓ ગૃહની કાર્યવાહીમાં ચોક્કસ ભાગ લઈ શકશે.

આ પણ વાંચો :-

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

0

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે.

મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે 18 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે.

આંધ્ર પ્રદેશના ઈન્ડસ હોસ્પિટલમાં ભીષણ આગ, ૫૦થી વધુ દર્દીઓને બચાવાયા

0

વિશાખાપટ્ટનમની એક હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલમાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ દુર્ઘટના ઇન્ડસ હોસ્પિટલના બીજા માળે સર્જાઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે હાજર છે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આ દુર્ઘટના ઇન્ડસ હોસ્પિટલના બીજા માળે સર્જાઈ હતી. ત્યાં લગભગ ૫૦-૭૦ દર્દીઓ હતા. અમે બધા દર્દીોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આગનું કારણ ઓપરેશન થિયેટરમાં હોવાનું જણાય છે. જો કે આ મામલે હાલ કંઈ કહી શકાય તેમ નથી. તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઘટનાઓના આઘાતજનક વળાંકમાં, દુર્ઘટનાએ વિશાખાપટ્ટનમના તબીબી લેન્ડસ્કેપને ત્રાટક્યું કારણ કે જગદંબા જંકશનની ઇન્ડસ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના બીજા માળે બની હતી, જે ગાઢ ધુમાડામાં ફેલાતી હતી.

હોસ્પિટલમાં અચાનક જ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ, સગાં-વહાલા, ડૉક્ટરનો સ્ટાફ અને અન્ય કર્મચારી હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા. જો કે, સમયસર લોકો હોસ્પિટલની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. હાલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

0

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે નિયમ ૨૫૬ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ ડેરેક ઓ બ્રાયન સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે રાજ્યસભાએ “અપમાનજનક ગેરવર્તણૂક” માટે TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર અનુસાર, ડેરેક ઓ’બ્રાયને સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી હતી.

સંસદની સુરક્ષામાં ચુકને લઈને આજે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો અને રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત આક્રમક વલણ અપનાવી રહ્યા હતા ત્યારે ડેરેક ઓ’બ્રાયન સંસદમાં સુરક્ષામાં ચુકને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા-કરતા તેઓ વેલમાં આવી ઘૂસી ગયા હતા. આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને ગુસ્સે થયા હતા અને ડેરેક ઓ’બ્રાયનને તાત્કાલિક સદન છોડવાનું કહ્યું હતું. આ પછી અધ્યક્ષે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમની સામે નિયમ ૨૫૬ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતું કે ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતા-કરતા વેલમાં આવી ગયા હતા અને તેમણે ગૃહની કાર્યવાહીમાં પણ ખલેલ પહોંચાડી હતી. ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત અન્ય વિપક્ષી સાંસદોને પણ અધ્યક્ષ દ્વારા સુત્રોચ્ચાર અંગે ચેતવણી આપવામાં આવી હતી. જોકે અધ્યક્ષની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. હાલમાં રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જે ૪ ડિસેમ્બરથી શરૂ થયુ હતું અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો :-

અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ લોકોના મોત

0

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. અકસ્મતાને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

હજુ ગઈકાલે જ પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર ૭ લોકોમાંથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

ચેન્નઈના દરિયામાં ઓઈલ લીક ભયાનક બન્યું, વૈજ્ઞાનિકોએ કહ્યું – ‘હવે બહું મોડું કરી દીધું…’

0

ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)ની રિફાઈનરીમાંથી અઠવાડિયા પહેલાથી શરુ થયેલું ઓઈલ લીકેજ હજુ અટક્યું નથી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રિફાઇનરીમાંથી લીક થયેલું ઓઈલ હવે સમુદ્રમાં ૨૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું છે. જેને કારણે સમુદ્રી જીવસૃષ્ટિને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે અને માછીમારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે..

ઓઈલ લીક થવાને કારણે ચેન્નાઈની ઈકો-સેન્સિટિવ એન્નોર ક્રીકને વધુને વધુ નુકશાન પહોંચી રહ્યું છે. કોસસ્થલાઇ નદીમાં પણ ઓઈલ ફેલાઈ ગયું છે. દરિયાકિનારા અને ફિશિંગ બોટ પર પણ ઓઈલના નિશાન જોઈ શકાય છે.
તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેની તપાસ દરમિયાન CPCLમાં સ્ટોર્મ વોટર મેનેજમેન્ટની પૂરતી વ્યવસ્થામાં ખામીઓ મળી આવી હતી. આ કારણે ગયા અઠવાડિયે ચક્રવાત મિગજોમ દરમિયાન આવેલા પૂરને કારણે ઓઈલ લીક થયું હતું.

એક માછીમારે કહ્યું કે હવે આ ક્ષેત્રમાં માછલીઓ જ નથી, જે હતી તે બધી મરી ગઈ છે. અમારી આજીવિકા જ ખતમ થઈ ગઈ. ઓઈલ લીકને ફેલાતો રોકવા માટે તેલ બૂમર્સ, સ્કિમર્સ અને ગલી સકર જેવી સ્પિલ રોકથામ વિધિઓ શરૂ તો કરાઈ પરંતુ પર્યાવરણવિદ્ નિત્યાનંદ જયારમને કહ્યું કે હવે બહું મોડું થઈ ગયું છે. તેમણે શરૂઆતમાં જ તેલ બૂમર લગાવવાની જરૂર હતી અને ઓઈલ લીકને બંધ કરવાની જરૂર હતી પણ હવે તપાસ કરવામાં પણ વિલંબ કરી દીધો છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ આ અખાતને હવે મોટું નુકસાન થશે.

આ પણ વાંચો :-