અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે

Share this story

સુપ્રીમ કોર્ટે BSP સાંસદ અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં આપવામાં આવેલી ૪ વર્ષની સજામાંથી રાહત આપી છે. કોર્ટે હાલમાં અફઝલ અંસારીની સજા પર રોક લગાવી છે. જેના કારણે ગેરલાયક ઠેરવેલા BSP સાંસદને ફરી ચૂંટણી લડવા માટેનો માર્ગ ખુલી ગયો છે. જો કે, કોર્ટે એક શરત મૂકી છે કે તે મતદાન કરી શકશે નહીં અને સાંસદ તરીકે ભથ્થાં પણ લઈ શકશે નહીં. પરંતુ તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજા થઈ હતી. આ પછી ૧ મેના રોજ તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અફઝલ અંસારીની અપીલનો ૩૦ જૂન ૨૦૨૪ સુધીમાં નિકાલ કરવા જણાવ્યું હતું. સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા બાદ અફઝલ અંસારી માટે આગામી વર્ષે ૨૦૨૪ માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તેઓ ૫ વખત ધારાસભ્ય અને ૨ વખત સાંસદ રહી ચૂક્યા છે. ગાઝીપુરની વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે ૨૯ એપ્રિલે અફઝલ અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે અફઝલ અંસારીને ૪ વર્ષની અને તેના ભાઈ ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં બંને વિરુદ્ધ યુપી ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈઆએ અફઝલ અંસારીની સજા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો જ્યારે જસ્ટિસ દીપાંકર દત્તા તેમના પક્ષમાં નહોતા. આમ જજોની ૨-૧ બહુમતીથી અફઝલ અંસારીને રાહત મળી છે. જો કે કોર્ટે તેમની સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે અને તેઓ લોકસભામાં મતદાન કરી નહીં શકશે પરંતુ તેઓ ગૃહની કાર્યવાહીમાં ચોક્કસ ભાગ લઈ શકશે.

આ પણ વાંચો :-