HomeNationalઈલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

Date:

Related stories

GETCOની ભરતીને લઈને મોટો વિરોધ, 200થી વધુ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને...

મોદીને મળ્યાને બદલાઈ આખી કહાની! 81 વર્ષીય મિત્રને જમીન પાછી આપવાનો નિર્ણય

8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય...

સુરતના સારોલીની સાલાસર માર્કેટમાં આગનો કહેર!

સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા...

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત...
spot_img

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે.

મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે 18 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે.

Subscribe

Latest stories

spot_img