લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના ૯ સાંસદ અને વિપક્ષી ૧૫ સાંસદો સસ્પેન્ડ

Share this story

લોકસભામાં હંગામો અને ગેરવર્તણૂક કરવા બદલ કોંગ્રેસના પાંચ સાંસદોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે તે સત્રની કોઈપણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જ્યોતિસ્માની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે. આજે જ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને પણ ગેરવર્તણૂકના કારણે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભામાં કહ્યું કે અમે બધા સહમત છીએ કે ગઈકાલે બનેલી ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ચૂક હતી અને આ મામલે લોકસભા અધ્યક્ષના નિર્દેશ પર અમે ઉચ્ચતરીય તપાસ શરૂ કરાવી દીધી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈપણ સભ્યથી રાજનીતિની અપેક્ષા નથી રખાતી. આપણે હવે પક્ષોની રાજનીતિથી ઉપર ઊઠીને કામ કરવું પડશે. સંસદમાં સુરક્ષા ચૂકની ઘટનાઓ પહેલા પણ બની હતી અને તે સમયે લોકસભાના અધ્યક્ષોના દિશાનિર્દેશો અનુસાર કાર્યવાહી ચાલતી જ રહી છે.

આ પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના સસ્પેન્શનને લઈને વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-